SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવૃત્તચક્રોગીઓને યમના ચાર પ્રકારમાંથી ઇચ્છાયમ અને પ્રવૃત્તિયમઃ આ શરૂઆતના બે પ્રકારના યમની પ્રાપ્તિ થયેલી હોય છે તેમ જ છેલ્લા બે પ્રકારના અર્થાતુ ધૈર્યયમ અને સિદ્ધિયમ સ્વરૂપ યમના તેઓ અત્યંત અર્થી હોય છે. તેમની સદુપાયમાં કરાતી યમની (યમના સાધનના વિષયમાં કરાતી યમની) પ્રવૃત્તિના કારણે તેમને છેલ્લા બે યમની અત્યંત ઇચ્છા છે - એ સમજાય છે. એ છેલ્લા બે યમને પ્રાપ્ત કરવાની ઇચ્છાને સફળ બનાવવા માટે આ યોગીજનો બુદ્ધિના આઠ ગુણોથી યુક્ત હોય છે. શુશ્રુષા(સાંભળવાની તીવ્ર ઇચ્છા), શ્રવણ(યાદ રાખી શકાય તે રીતે ઉપયોગપૂર્વક સાંભળવું), સાંભળીને તેનો અર્થ સમજવા માટે પ્રયત્ન કરવા સ્વરૂપ ગ્રહણ, ગ્રહણ કરેલા અર્થને ધારી રાખવા સ્વરૂપ ધારણા(ધારણ), વિશિષ્ટ બોધ સ્વરૂપ વિજ્ઞાન, એના વિષયની વિચારણા સ્વરૂપ ઊહ, અસદ્ વિચારણાના પરિત્યાગ સ્વરૂપ અપોહ અને પારમાર્થિક સ્વરૂપની પ્રતિપત્તિસ્વરૂપ તત્ત્વનો અભિનિવેશ : આ આઠ બુદ્ધિગુણો છે. એનું સ્વરૂપ અન્યત્ર યોગદષ્ટિ એક પરિશીલન' વગેરે સ્થાને વર્ણવ્યું છે. ઇચ્છાદિ ચાર યમોનું સ્વરૂપ હવે પછી વર્ણવાશે. (જુઓ શ્લો.નં. ૨૬-૨૭). ૧૯-૨૩ પ્રવૃત્તચયોગીનું સ્વરૂપ જ વર્ણવાય છે– आद्यावञ्चकयोगाप्त्या, तदन्यद्वयलाभिनः । एतेऽधिकारिणो योगप्रयोगस्येति तद्विदः ॥१९-२४॥ आद्येति-आद्यावञ्चकयोगस्य योगावञ्चकयोगस्य आप्त्या प्राप्त्या हेतुभूतया । तदन्यद्वयलाभिनः क्रियावञ्चकफलावञ्चकयोगलाभवन्तस्तदवन्ध्यभव्यतया तत्त्वतस्तेषां तल्लाभवत्त्वाद् । एतेऽधिकारिणो योगप्रयोगस्याधिकृतयोगव्यापारस्येत्येवं तद्विदो योगविदोऽभिदधति ।।१९-२४।। “પહેલા અવચ્ચકયોગની પ્રાપ્તિ થવાના કારણે બીજા અને ત્રીજા અવચ્ચકક્યોગના અવશ્યલાભવાળા આ પ્રવૃત્તચક્રયોગીઓ યોગની પ્રવૃત્તિના અધિકારી છે - એમ યોગના જાણકારો કહે છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે અવખ્યયોગ ત્રણ પ્રકારનો છે. એમાંના પ્રથમ યોગાવચ્ચકયોગની પ્રાપ્તિ પ્રવૃત્તચયોગીને થયેલી હોય છે. તેના કારણે ચોક્કસ જ તેમને બીજા અને ત્રીજા ક્રિયાવચ્ચક અને ફલાવચ્ચક યોગની પ્રાપ્તિ થવાની હોય છે. કારણ કે પ્રવૃત્તચક્રોગીને થયેલી યોગાવચ્ચક્યોગની પ્રાપ્તિ ચોક્કસ જ ક્રિયાવચ્ચક અને ફલાવચ્ચક યોગની પ્રાપ્તિને કરાવનારી હોય છે. તેથી વાસ્તવિક રીતે પ્રવૃત્તચયોગીને ક્રિયાવચ્ચક અને ફલાવચ્ચક : આ બે યોગની પ્રાપ્તિ થયેલી જ છે. જે ચોક્કસ જ થવાનું છે તે થયેલું છે – એમ ઉપચારથી માનવાનું પ્રસિદ્ધ છે. એક પરિશીલન ૧ ૨૫
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy