SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ભોગવવું પડે તોય બીજાને દુઃખ નહિ આપવાના પરિણામ સાથે બીજાના દુઃખને દૂર કરવાના પરિણામવાળા તેઓ હોય છે. કુલયોગીઓ કુશલાનુબંધી ભવ્યાત્મા હોવાથી વિનીત હોય છે. સામાન્ય રીતે વિશેષે કરી કર્મને આત્માથી જે દૂર કરે છે, તેને વિનય કહેવાય છે. એવા વિનયથી સંપન્ન આત્માને વિનીત કહેવાય છે. ઉત્તરોત્તર કુશલના અનુબંધી ભવ્યાત્માઓ સ્વભાવથી જ કર્મની નિર્જરાને કરનારા હોવાથી વિનીત હોય છે - એ સ્પષ્ટ છે. રાગ-દ્વેષની તીવ્ર પરિણતિ સ્વરૂપ ગ્રંથિનો ભેદ કરવાથી કુલયોગીઓ બોધવાળા હોય છે. મિથ્યાત્વની મંદતાદિને લઇને આત્માને બોધ પ્રાપ્ત થતો હોય છે. જ્ઞાનાવરણીયકર્મનો વિશિષ્ટ ક્ષયોપશમ હોય તોપણ જો તેવા પ્રકારની મિથ્યાત્વની મંદતા વગેરે ન હોય તો જ્ઞાન બોધસ્વરૂપે પરિણમતું નથી. મિત્રા તારા... વગેરે આઠ દૃષ્ટિઓમાં તૃષ્ણાગ્નિ, ગોમયાગ્નિ... વગેરે સ્વરૂપ જેવું તે તે બોધનું સ્વરૂપ વર્ણવ્યું છે. જ્ઞાનમાં અને બોધમાં જે ફરક છે તે સમજી લેવો જોઇએ. ચારિત્રના કારણે કુલયોગીઓ જિતેન્દ્રિય હોય છે. સામાન્ય રીતે આત્માની ઉપર લાગેલા કર્મસમૂહને જે ખાલી કરે છે તેને ચારિત્ર કહેવાય છે. સર્વસાવદ્યયોગથી વિરામ પામવા સ્વરૂપ ચારિત્ર પ્રસિદ્ધ છે. અંશતઃ પણ એવા ચારિત્રની પ્રાપ્તિ માટે ઇન્દ્રિયોને જીતવાનું આવશ્યક છે. કુલયોગીઓ ચારિત્રવંત હોવાથી જિતેન્દ્રિય હોય છે. ઇન્દ્રિયોને જીતવાથી જ ખરી રીતે યોગની શરૂઆત થતી હોય છે. કુલયોગીઓનું સ્વરૂપ વિચારીએ તો તેઓ જિતેન્દ્રિય હોય જ ઃ એ સમજી શકાય. I૧૯-૨૨ પ્રવૃત્તચક્રયોગીનું સ્વરૂપ જણાવાય છે— प्रवृत्तचक्रास्तु पुनर्यमद्वयसमाश्रयाः । शेषद्वयार्थिनोऽत्यन्तं, शुश्रूषादिगुणान्विताः ।। १९-२३॥ प्रवृत्तचक्रास्त्विति–प्रवृत्तचक्रास्तु पुनर्यमद्वयस्य इच्छायमप्रवृत्तियमलक्षणस्य समाश्रया आधारीभूताः । शेषद्वयार्थिनः स्थिरयमसिद्धियमद्वयार्थिनः । अत्यन्तं सदुपायप्रवृत्त्या । शुश्रूषादयो गुणाः शुश्रूषा श्रवण-ग्रहणधारणविज्ञानोहापोहलक्षणास्तैरन्विता युक्ताः ।।१९-२३।। “પ્રવૃત્તચક્રયોગીઓ તો અહિંસાદિ (પાંચ સ્વરૂપ) યમોના પ્રથમ બે યમોને પામેલા હોય છે અને બુદ્ધિના શુશ્રુષાદિ આઠ ગુણોથી યુક્ત એવા તે યોગીઓ છેલ્લા બે યમના અત્યંત અર્થા હોય છે.” – આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અહિંસા, સત્ય, અસ્તેય (અચૌર્ય), બ્રહ્મચર્ય અને અપરિગ્રહ સ્વરૂપ પાંચ યમ છે. તેના દરેકના ઇચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિને આશ્રયીને ચાર ચાર પ્રકાર છે. અર્થાત્ ઇચ્છાદિ ચારને આશ્રયીને યમ ચાર પ્રકારનો છે અને તેના દરેકના અહિંસાદિ પાંચ પ્રકાર છે. ૧૨૪ યોગવિવેક બત્રીશી
SR No.022117
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages274
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy