SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ છે, પરંતુ અશુભયોગથી અશુભ અનુબંધ થતો નથી. સ્ત્રી પોતાના પતિની જે કાંઈ શુશ્રુષાદિ કરે છે તે તેના માટે ઉચિત હોવાથી પુણ્યયોગ(શુભયોગ) છે, પરંતુ પરપુરુષમાં તે આસક્ત હોવાથી તેના પરિણામ અશુભ છે. એ પરિણામના યોગે તે સ્ત્રીને પુણ્યયોગમાં પણ અશુભબંધ થાય છે. આ વિષયમાં “યોગબિંદુમાં જણાવ્યું છે કે અન્ય પુરુષમાં આસક્ત એવી સ્ત્રીને; મૈથુનની પ્રબળ ઇચ્છાના કારણે તે પરપુરુષમાં જ તેનું ચિત્ત સદા રમતું હોવાથી, સ્વપતિના (ભાવથી પરપુરુષના) વિષયમાં શુશ્રુષાદિ સ્વરૂપ યોગ અને પાપનો બંધ થાય છે તેમ ગ્રંથિભેદ કરનાર આત્માને કુટુંબપરિપાલનાદિ વ્યાપાર પણ મોક્ષના વિષયમાં નિર્જરાસ્વરૂપ ફળને આપનારો સમજવો. ગ્રંથિ(રાગદ્વેષની તીવ્ર પરિણતિ)નો ભેદ થવાથી ઉત્તમ એવા મોક્ષ સ્વરૂપ ભાવને સારી રીતે જોનાર આત્માને; કર્મની વિચિત્ર પરિણતિને લઈને કુટુંબાદિના પ્રતિબંધથી આકુળ (2) હોવા છતાં મોક્ષમાં ચિત્ત ઉત્પન્ન થતું નથી – એવું બનતું નથી અર્થાત્ બને જ છે. અન્યથા. જો એવું ન બને તો પરમાર્થથી એ આત્માએ ઉત્તમભાવ-મોક્ષનું નિરીક્ષણ જ કર્યું નથી – એમ માનવું પડે. કર્મયોગે આવી પડેલા તે તે ભાવો; ઉત્તમ ભાવોનું નિરીક્ષણ કરનારાઓને મોક્ષના ચિત્તનો બાધ કરનારા બનતા નથી. II૧૪-૧૭થી ઉપર જણાવ્યા મુજબ ભિન્નગ્રંથિક આત્માઓને કુટુંબપરિપાલનાદિનો વ્યાપાર નિર્જરારૂપ ફળનું કારણ કેમ બને છે - તે જણાવાય છે निजाशयविशुद्धौ हि बाझो हेतुरकारणम् । शुश्रूषादिक्रियाऽप्यस्य शुद्धा श्रद्धानुसारिणी ॥१४-१८॥ निजेति-निजाशयविशुद्धौ हि सत्यां । बाह्यो हेतुः कुटुम्बचिन्तनादिव्यापारः । अकारणं कर्मबन्धं प्रति भवहेतूनामेव परिणामविशेषेण मोक्षहेतुत्वेन परिणमनाद् “जे जत्तिया य हेऊ भवस्स ते तत्तिआ य मुक्खस्स” इति वचनप्रामाण्यात् । ननु किमेकेन शुभपरिणामेन ? क्रियाया अपि मोक्षकारणत्वात्तदभावे तस्याकिञ्चित्करत्वादित्यत आह-शुश्रूषादिक्रियाऽप्यस्य सम्यग्दृशः । शुद्धश्रद्धानुसारिणी जिनवचनप्रामाण्यप्रतिपत्त्यनुगामिनी । परिशुद्धोहापोहयोगस्य हि प्रकृतेरप्रवृत्तिविरोधिप्रकृतियोगाभ्यां सम्यगनुष्ठानवन्ध्यकारणत्वात्तेनैव तदाक्षिप्यत इति भावः । तदुक्तं-“चारु वैतद्यतो ह्यस्य तथोहः सम्प्रवर्तते । एतद्वियोगविषयः शुद्धानुष्ठनभाक् स यत् ।।१।। प्रकृतेरायतश्चैव नाप्रवृत्त्यादिधर्मताम् । तथा विहाय घटते ऊहोऽस्य विमलं मनः ।।२।। सति चास्मिन् स्फुरद्रत्नकल्पे सत्त्वोल्बणत्वतः । भावस्तैमित्यतः शुद्धमनुष्ठानं सदैव हि ॥३॥” [योगबिन्दु २०६-७-८] ननु सम्यग्दृष्टिपर्यन्तमन्यत्र द्रव्ययोग एवोच्यते कथमत्र भावतोऽयमुक्त इति चेच्चारित्रप्रतिपन्थिनामनन्तानुबन्धिनामपगमे तद्गुणप्रादुर्भावनियम इति निश्चयाश्रयणादल्पतदविवक्षापरेण व्यवहारेण त्वत्रायं नेष्यत एव । “एतच्च योगहेतुत्वाद्योग इत्युचितं वचः । मुख्यायां पूर्वसेवायामवतारोऽस्य केवलम् ।।१।।” [योगबिन्दु २०९] इत्यनेनापुनर्बन्धकातिशयाभिधानं तु ૨૪૮ અપુનર્બન્ધક બત્રીશી
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy