SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ (સમ્યગ્દષ્ટિઓની) જે જે ચેષ્ટા છે તે તે બધી જ ચેષ્ટાઓ અંતે મોક્ષપ્રાપ્તિના ફળવાળી છે. તેથી સમ્યગ્દષ્ટિ આત્માઓને જ ભાવથી યોગ હોય છે. અપુનબંધક આત્માઓને મોક્ષની ઇચ્છાસ્વરૂપ પરિણામ સર્વદા હોતો નથી તેથી તેમને દ્રવ્યથી જ યોગ હોય છે. આ વાતને જણાવતાં યોગબિંદુમાં જણાવ્યું છે કે જે કારણથી અત્યંત તીવ્ર એવા રાગદ્વેષના પરિણામ સ્વરૂપ ગ્રંથિનું જેમણે વિદારણ કર્યું છે એવા સમ્યગ્દષ્ટિ આત્માનું ચિત્ત ઘણી વાર મોક્ષમાં હોય છે અને શરીર સંસારમાં હોય છે. તેથી તેમનો એ બધો જ (ધર્મ, અર્થ વગેરે સંબંધી) યોગ (વ્યાપાર) અહીં યોગની વિચારણામાં ભાવથી જ યોગ મનાય છે. આથી સમજી શકાશે કે સમ્યગ્દષ્ટિ આત્માઓનાં તેમને ઉચિત એવાં અનુષ્ઠાનો મોક્ષની સાથે આત્માને જોડી આપતાં હોવાથી (મોક્ષે લોનના) યોગસ્વરૂપ (ભાવયોગ) છે અને અપુનબંધક અવસ્થાને પામેલા આત્માઓને તેમને ઉચિત અનુષ્ઠાનો સદાચારસ્વરૂપ યોગનું કારણ બનતાં હોવાથી (વિવાદેતુત્વાક) યોગ તરીકે (દ્રવ્યયોગ) મનાય છે. ૧૪-૧૬ll સમ્યગ્દષ્ટિ આત્માને ધર્મ અને અર્થાદિ વ્યાપાર યોગસ્વરૂપે પરિણમે છે : આ વાત દષ્ટાંતથી ભાવિત કરાય છે अन्यसक्तस्त्रियो भर्तृयोगोऽप्यश्रेयसे यथा । तथाऽमुष्य कुटुम्बादिव्यापारोऽपि न बन्धकृत् ॥१४-१७॥ अन्येति-अन्यस्मिन् स्वभर्तृव्यतिरिक्त पुंसि सक्ताया अनुपरतरिरंसायाः स्त्रियो योषितः । भर्तृयोगोऽपि पतिशुश्रूषणादिव्यापारोऽपि । यथाऽश्रेयसे पापकर्मबन्धाय । तथाऽमुष्य भिन्नग्रन्थेः । कुटुम्बादिव्यापारोऽपि न बन्धकृत् । पुण्ययोगेऽपि पापपरिणामेन पापस्येव बन्धवदशुभकुटुम्बचिन्तनादियोगेऽपि शुद्धपरिणामेन सदनुबन्धस्यैवोपपत्तेः । तदुक्तं-“नार्या यथाऽन्यसक्तायास्तत्र भावे सदा स्थिते । तद्योगः पापबन्धश्च तथा मोक्षेऽस्य दृश्यताम् ।।१।। न चेह ग्रन्थिभेदेन पश्यतो भावमुत्तमम् । इतरेणाकुलस्यापि તત્ર વિત્ત ન નાયતે III II9૪-૧૭ના પરપુરુષમાં આસક્ત સ્ત્રીનો પતિની સેવાદિ સ્વરૂપ યોગ પણ જેમ કલ્યાણ માટે થતો નથી, તેમ જેઓએ ગ્રંથિનો ભેદ કર્યો છે એવા આ ભિન્નગ્રંથિક આત્માઓને કુટુંબપરિપાલનાદિ વ્યાપાર પણ કર્મના બંધને કરનારો બનતો નથી.” – આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે, પોતાના પતિને છોડીને બીજા પુરુષમાં આસક્ત એવી અવિરત મૈથુનની ઇચ્છાવાળી સ્ત્રી, પોતાના પતિની શુશ્રુષા-સેવા ભક્તિ વગેરે સ્વરૂપ વ્યાપાર (કાર્ય કરે તોપણ તે જેમ પાપકર્મના બંધ માટે થાય છે તેમ ગ્રંથિભેદ કરનારા આત્માને કુટુંબનો વ્યાપાર પણ કર્મના બંધ માટે થતો નથી. પુણ્યકર્મનો યોગ હોવા છતાં પાપના પરિણામથી જેમ પાપનો જ બંધ થાય છે તેમ અશુભ કુટુંબાદિના પરિપાલનનો યોગ હોવા છતાં શુદ્ધ પરિણામથી સદનુબંધ જ થાય એક પરિશીલન ૨૪૭
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy