SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ શુભપરિણામનો નાશ થઈ જાય છે. દુનિયાનું વિષ પણ સ્થાવર હોય કે જંગમ હોય, પરંતુ તેના ભોગથી તરત જ તે, શરીરનો નાશ કરે છે. આ લોકસંબંધી લબ્ધિ, ખ્યાતિ વગેરે ફળના ભોગની જેને અપેક્ષા નથી; પણ સ્વર્ગના સુખની જેને ઈચ્છા છે, તેની તે દિવ્યસુખની અભિલાષાથી તે જે અનુષ્ઠાન કરે છે તે ગરાનુષ્ઠાન છે. ભવાંતરમાં દિવ્યસુખાદિના ભોગથી પુણ્યનો ક્ષય થયા પછી અનર્થોની પ્રાપ્તિ થતી હોવાથી તે અનુષ્ઠાનને ગરાનુષ્ઠાન કહેવાય છે. ગર તો કુદ્રવ્યોના સંયોગથી ઉત્પન્ન થનારું વિષવિશેષ છે. આ વિષની બાધા(વિકાર) તત્કાળ થતી નથી પરંતુ કાલાંતરે થાય છે. તેથી ઉભયકુદ્રવ્યોની અપેક્ષાએ (કારણે) ઉત્પન્ન થનાર ગરને જેમ વિષથી ભિન્ન મનાય છે, તેમ ગરાનુષ્ઠાન પણ વિષાનુષ્ઠાનથી ભિન્ન મનાય છે. કારણ કે અહીં પણ પુણ્ય અને પાપ બંન્નેની અપેક્ષા છે. ઉભયની અપેક્ષામાં પ્રમાણનું આધિક્ય હોવાથી ગરને વિષથી અતિરિક્ત મનાય છે. કારણ કે અધિક બળવાન હોય છે. આવી સંભાવના નથી... ઇત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું જોઇએ. ૧૩-૧રી હવે અનનુષ્ઠાનાદિ ત્રણ અનુષ્ઠાનોનું સ્વરૂપ જણાવાય છે सम्मोहादननुष्ठानं, सदनुष्ठानरागतः । तद्धतुरमृतन्तु स्याच्छ्रद्धया जैनवर्त्मनः ॥१३-१३॥ संमोहादिति-संमोहात् सन्निपातोपहतस्येव सर्वतोऽनध्यवसायादननुष्ठानमुच्यते, अनुष्ठानमेव न भवतीति कृत्वा । सदनुष्ठानरागतस्तात्त्विकदेवपूजाद्याचारभावबहुमानादादिधार्मिककालभाविदेवपूजाद्यनुष्ठानं तद्धेतुरुच्यते । मुक्त्यद्वेषेण मनाग मुक्त्यनुरागेण वा शुभभावलेशसङ्गमादस्य सदनुष्ठानहेतुत्वात्। जैनवर्त्मनो जिनोदितमार्गस्य श्रद्धया इदमेव तत्त्वमित्यध्यवसायलक्षणया त्वनुष्ठानममृतं स्यादमरणहेतुत्वात् । तदुक्तं“વિનોદિતિ –ાદુર્ભાવસાર: પુનઃ સંવેળાર્ધમત્યન્તમમૃતં મુનિપુરૂવા: IIT” I93-9રૂા. “સંમોહથી અનનુષ્ઠાન થાય છે; સદનુષ્ઠાનના રાગથી તત-અનુષ્ઠાન થાય છે અને શ્રી જિનેશ્વરદેવોએ ઉપદેશેલા માર્ગની શ્રદ્ધાથી અમૃત-અનુષ્ઠાન થાય છે.” - આ પ્રમાણે તેરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સન્નિપાતરોગથી ઉપહત થયેલા માણસની જેમ બધી રીતે અધ્યવસાયથી રહિત સાવ સમૂર્છાિમ જીવોની પ્રવૃત્તિ જેવું અનુષ્ઠાન કરાય છે, તે અનુષ્ઠાનને અનનુષ્ઠાન કહેવાય છે. એનું કોઈ જ ફળ ન હોવાથી ખરી રીતે તે અનુષ્ઠાન જ હોતું નથી, તેથી તેને અનનુષ્ઠાન કહેવાય છે. તાત્ત્વિક દેવપૂજાદિ આચારો પ્રત્યેક કરવાના ભાવપૂર્વકના બહુમાનથી ધર્મની આરાધનાની શરૂઆતમાં આદિધાર્મિક જીવો જે દેવપૂજાદિ અનુષ્ઠાન કરે છે તેને તહેતુ-અનુષ્ઠાન કહેવાય છે. આ અનુષ્ઠાન વખતે મુક્તિ પ્રત્યે દ્વેષ ન હોવાથી તેમજ સહેજ મુક્તિ પ્રત્યે અનુરાગ હોવાથી શુભ ભાવના અંશની પ્રાપ્તિ થાય છે અને તેથી તેમનાં તે તે દેવપૂજાદિ અનુષ્ઠાનો સદનુષ્ઠાનોનાં કારણ બને છે. ૨૧૦ મુક્યષપ્રાધાન્ય બત્રીશી
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy