SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે, ત્યારે તેનાં લક્ષણ અને સ્વરૂપાદિનો વિચાર કરાતો નથી. “વિષ, ગર, અનુષ્ઠાન, તહેતુ અને શ્રેષ્ઠ એવું અમૃત આ પાંચ પ્રકારે ગુવદિપૂજા વગેરે દરેક) અનુષ્ઠાન છે - આ પ્રમાણે અનુષ્ઠાનોના જાણકારો કહે છે.” - આ પ્રમાણે અગિયારમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે ગુરુ વગેરેની પૂજાદિ દરેક અનુષ્ઠાનોના પાંચ પાંચ પ્રકાર છે. વિષાનુષ્ઠાન, ગરાનુષ્ઠાન, અનનુષ્ઠાન : આ ત્રણ અનુષ્ઠાનો નિષ્ફળ છે અને તદ્હેતુ-અનુષ્ઠાન તથા અમૃતાનુષ્ઠાનઃ આ બે અનુષ્ઠાન સફળ છે. સ્થાવર-વૃક્ષાદિ અને જંગમ સોમલાદિ સ્વરૂપ વિષ બે પ્રકારનાં છે. વિષજેવા વિષ સ્વરૂપ હોવાથી અનુષ્ઠાનને વિષાનુષ્ઠાન કહેવાય છે. ગર પણ એક પ્રકારનું વિષવિશેષ જ છે. માત્ર તે ખરાબ દ્રવ્યના સંયોગથી થાય છે. અનુષ્ઠાનના ફળને નહીં આપનારું અને અનુષ્ઠાનજેવું હોવાથી અનુષ્ઠાનાભાસ સ્વરૂપ તે અનુષ્ઠાનને અનનુષ્ઠાન કહેવાય છે. સફળ અનુષ્ઠાનનું જે કારણભૂત અનુષ્ઠાન છે; તેને તહેતુ(તર્ધાતુ) અનુષ્ઠાન કહેવાય છે અને મરણના અભાવનું કારણ હોવાથી અમૃત જેવું અનુષ્ઠાન અમૃતાનુષ્ઠાન કહેવાય છે... ઇત્યાદિ હવે પછીના શ્લોકોથી જણાવાશે. અહીં તો અનુષ્ઠાનોનો વિભાગ (ઉદ્દેશ) જ અભિપ્રેત હોવાથી અનુષ્ઠાનોનો નામમાત્રથી જ ઉલ્લેખ કર્યો છે. ૧૩-૧૧ વિષાનુષ્ઠાનાદિનું સ્વરૂપ વર્ણવાય છે– विषं लब्ध्याद्यपेक्षातः, क्षणात् सच्चित्तमारणात् । વિવ્યમોકામના, ગર: તાન્તરે ક્ષયાત્ ll૧૩-૧૨ विषमिति-लब्ध्याद्यपेक्षातो लब्धिकीर्त्यादिस्पृहातो यदनुष्ठानं तद्विषमुच्यते । क्षणात्तत्कालं चित्तस्य शुभान्तःकरणपरिणामस्य नाशनात् तदात्तभोगेनैव तदुपक्षयाद् । अन्यदपि हि स्थावरजङ्गमभेदभिन्नं विषं तदानीमेव नाशयति । दिव्यभोगस्याभिलाष ऐहिकभोगनिरपेक्षस्य सतः स्वर्गसुखवाञ्छालक्षणस्तेन अनुष्ठानं गर उच्यते । कालान्तरे भवान्तरलक्षणे क्षयारोगात्पुण्यनाशेनानर्थसम्पादनात् । गरो हि कुद्रव्यसंयोगजो विषविशेषः, तस्य च कालान्तरे विषविकारः प्रादुर्भवतीति उभयापेक्षाजनितमतिरिच्यते नोभयापेक्षायामप्यधिकस्य बलवत्त्वादिति सम्भावयामः ।।१३-१२।। લબ્ધિ વગેરેની અપેક્ષાના કારણે તત્કાલે સચ્ચિત્તપરિણામનો નાશ કરનાર અનુષ્ઠાનને વિષાનુષ્ઠાન કહેવાય છે અને દિવ્યભોગની અભિલાષાના કારણે ભવાંતરે અનર્થ પ્રાપ્ત કરાવનાર અનુષ્ઠાનને ગરાનુષ્ઠાન કહેવાય છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. શ્લોકાર્થને જણાવતાં ટીકામાં ગ્રંથકારશ્રીએ ફરમાવ્યું છે કે - લબ્ધિ, પૂજા, ખ્યાતિ અને યશ વગેરેની સ્પૃહાથી જે અનુષ્ઠાન થાય છે, તે વિષાનુષ્ઠાન કહેવાય છે. એ અનુષ્ઠાન તત્કાળ શુભઅંતઃકરણના પરિણામનો નાશ કરે છે. કારણ કે જે લબ્ધિ, કીર્તિ વગેરેના આશયથી એ અનુષ્ઠાન કરાય છે તે અનુષ્ઠાનથી તે લબ્ધિ વગેરેની પ્રાપ્તિ થયા પછી તેના ભોગથી જ એક પરિશીલન ૨૦૯
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy