SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ पपत्तेरित्यर्थः । द्रष्टुंदृश्याभ्यामुपरक्तं द्रष्टरूपतामिवापन्नं गृहीतविषयाकारपरिणामं च चित्तं सर्वार्थगोचरं सर्वविषयग्रहणसमर्थं भवति । तदुक्तं–“चितेरप्रतिसङ्क(ग)मायास्तदाकारापत्तौ स्वबुद्धिसंवेदनं [४-२२] द्रष्टृदृश्योपरक्तं चित्तं सर्वार्थं [४-२३]” यथा हि निर्मलं स्फटिकदर्पणाद्येव प्रतिबिम्बग्रहणसमर्थमेवं रजस्तमोभ्यामनभिभूतं सत्त्वं शुद्धत्वाच्चिच्छायाग्रहणसमर्थं, न पुनरशुद्धत्वाद्रजस्तमसी । ततो न्यग्भूतरजस्तमोरूपमङ्गितया सत्त्वं निश्चलप्रदीपशिखाकारं सदैवैकरूपतया परिणममानं चिच्छायाग्रहणसामर्थ्यादामोक्षप्राप्तेरवतिष्ठते । यथाऽयस्कान्तसन्निधाने लोहस्य चलनमाविर्भवति, एवं चिद्रूपपुरुषसन्निधाने सत्त्व स्याभिव्यङ्ग्यमभिव्यज्यते चैतन्यमिति ॥११-१५॥ “પરિણામ અને પરિણામી ભાવને પામવા વડે પુરુષની (પુરુષસ્વરૂપ) ચિતશક્તિનો પ્રતિસક્રમ થતો નથી. દ્રષ્ટા (પુરુષ) અને દશ્ય(ઘટાદ)થી રંગાયેલું (તદાકાર બનેલું) ચિત્ત સર્વઅર્થવિષયક છે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો સામાન્ય અક્ષરાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પુરુષ ચિતૂપ (ચેતન) છે. પુરુષસ્વરૂપ જ ચિત્ શક્તિ છે, જેનું શુદ્ધ, નિર્લેપ અને સદૈવ એક સ્વરૂપ છે. તેનો કોઈ જ પરિણામ નથી. તેથી તે પરિણામી પણ નથી. પરિણામભાવ અને પરિણામિભાવમાં તેનું ગમન થતું નથી, તેથી તેવા ગમન (પ્રાપ્તિ) વડે જે પ્રતિસક્રમ(ત્યાં જઈને તદ્રુપતાને ધારણ કરવા સ્વરૂપ) થતો હોય છે તે પ્રતિસક્રમ ન થવાથી ચિતશક્તિ અપ્રતિસક્રમા છે. જેમ સત્ત્વ, રજસ્ અને તમન્ ગુણો પોતાના આશ્રયભૂત બુદ્ધિના ગમન સ્વરૂપ પરિણામમાં; અદ્ધિ-ઘટાદિને વિશે ઉપસક્રમ કરે છે, અર્થાત્ તદ્રુપજેવા બને છે તેમ જ જેમ તેજ(પ્રકાશ)ના પરમાણુઓ ફેલાઈને ઘટાદિ વિષયને વ્યાપ્ત કરે છે તેમ ચિતિશક્તિ કોઈ પણ સ્થાને જઈને તદ્રુપતાને પામતી નથી. તેણી સર્વદા એક જ સ્વરૂપે સ્વ(પોતામાં)પ્રતિષ્ઠિત થઈને રહેલી છે. તેથી ચેતન-પુરુષના સંનિધાનમાં બુદ્ધિ જયારે પુરુષાકારમાં પરિણત થાય છે ત્યારે તે ચેતનાની જેમ બને છે. તેથી બુદ્ધિમાં પ્રતિબિંબિત થઈને રહેનારી ચિતશક્તિ બુદ્ધિના જેવી જ બની જાય છે. આથી ચિત્તની બુદ્ધિ(દશ્યતા) ઉપપન્ન થવાથી ચિત્ત વિષય બને છે. બુદ્ધિમાં ચિતશક્તિ પ્રતિસક્રાંત ન બને તો ચિત્ત; ગ્રાહ્ય નહીં બને. તેથી ચિત્તને પુરુષગ્રાહ્ય મનાય છે. આથી સમજી શકાશે કે દ્રષ્ટા અને દશ્ય : બંન્નેથી ચિત્ત ઉપરક્ત છે. દ્રષ્ટા-પુરુષની જેમ બનેલું અને ગ્રહણ કર્યો છે વિષય(ઘટાદિ)ના આકારનો પરિણામ જેણે એવું તે ચિત્ત સર્વ વિષયને પ્રહણ કરવામાં સમર્થ થાય છે. “વિતેર પ્રતિસાયસ્તિતીર/પત્તો વૃદ્ધિસંવેદન' I૪-રરા અને “કોપર વિત્ત સર્વાર્થ” I૪-૨રૂા આ યોગસૂત્રોથી ઉપર જણાવ્યા મુજબ જણાવ્યું છે. જેમ સ્વચ્છ સ્ફટિક કે દર્પણ વગેરે પ્રતિબિંબગ્રહણમાં સમર્થ હોય છે; તેમ રજોગુણ અને તમોગુણથી અભિભૂત થયેલું ચિત્ત ન હોય એવું સત્ત્વગુણમય ચિત્ત શુદ્ધ-નિર્મળ હોવાથી ચિછાયાને ગ્રહણ કરવા સમર્થ બને છે. પરંતુ રજોગુણ કે તમોગુણથી અભિભૂત થયેલું ચિત્ત ચિછાયાને ગ્રહણ કરવા સમર્થ બનતું નથી. તેથી રજોગુણ અને તમોગુણ જેના ન્યભૂત ૧૨૮ પાતંજલયોગલક્ષણ બત્રીશી
SR No.022116
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 02
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages310
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy