SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ यस्त्विति-यस्त्वाधाकर्मिकस्यैकान्तदुष्टत्वं मन्यमानः प्रकृतेऽर्थे । प्रज्ञप्तिगोचरं भगवतीविषयम् । उत्तरगुणाशुद्धं वदेत् । शक्यपरित्यागबीजादिसंसक्तान्नादिस्थलेऽप्यप्रासुकानेषणीयपदप्रवृत्तिदर्शनात् । तेन चैवं यूकापरिभवभयात् परिधानं परित्यजता । अत्र विषये । सूत्रकृते । भजनासूत्रम् । कथं दृष्टम् । एवं हि तदनाचारश्रुते श्रूयते-“अहागडाइं भुंजंति अन्नमन्ने सकम्मुणा । उवलित्ते वियाणिज्जा अणुवलित्ते त्ति वा पुणो ।।१।।” अत्र ह्याधाकर्मिकस्य फले भजनैव व्यक्तीकृता, अन्योऽन्यपदग्रहणेनार्थान्तरस्य कर्तुमशक्यत्वात्, स्वरूपतोऽसावद्ये भजनाव्युत्पादनस्यानतिप्रयोजनत्वाच्चेति सङ्क्षपः ।।१-२६॥ આધાકર્મિકદાનને એકાંતે દુષ્ટ માનનાર; શ્રી ભગવતીસૂત્રના વચનને ઉત્તરગુણને આશ્રયીને અશુદ્ધને જણાવનારું કહે છે, તેણે આ વિષયમાં (આધાર્મિક દાનના વિષયમાં) ફળના વિકલ્પને જણાવનારા “સૂત્રકૃત” સૂત્રના પાઠને કેવી રીતે જોયો ?” - આ પ્રમાણે છવ્વીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે સંયતને અશુદ્ધદાન આપવાથી મુગ્ધ એવા દાતાને અલ્પશુભ આયુષ્યકર્મનો બંધ થાય છે અને અભિનિવિષ્ટ દાતાને દીર્ઘ અશુભ આયુષ્ય કર્મનો બંધ થાય છે. એ પ્રમાણે આ પૂર્વે જણાવ્યું છે. એ વિષયમાં શંકા કરનારે શંકા કરતાં જણાવ્યું છે કે સંયતને અશુદ્ધદાન આપવાથી દાતાને આશ્રયીને શ્રી સ્થાનાંગસૂત્રમાં જે ભેદ (ફળનો ભેદો જણાવ્યો છે; તેમ જ શ્રી ભગવતીસૂત્રમાં પણ સંયતને અશુદ્ધદાન આપવાથી ઘણી કર્મનિર્જરા અને અલ્પતરપાપબંધ થાય છે - આ પ્રમાણે જે જણાવ્યું છે, ત્યાં “અશુદ્ધ પદથી આધાર્મિકને છોડીને અન્ય ઉત્તરગુણાશુદ્ધદાનને આશ્રયીને અશુદ્ધદાન સમજવું જોઇએ. કારણ કે સંયતને આધાકર્મિક દાન આપવાથી એકાંતે દોષ લાગે છે. “શ્રી સ્થાનાંગ અને શ્રી ભગવતીસૂત્રમાં ઉપર જણાવ્યા મુજબ અશુદ્ધદાનને જણાવવા માટે “અપ્રાસુક' અને “અષણીય' શબ્દનો પ્રયોગ હોવાથી આધાર્મિકદાન સ્વરૂપ પણ અશુદ્ધદાન તરીકે ગૃહીત છે. તેથી સંયતને આધાર્મિક અશુદ્ધદાન આપવાથી એકાંતે દોષ લાગે છે – એ વાત બરાબર નથી..” - આ પ્રમાણે નહિ કહેવું જોઈએ. કારણ કે જે અશનપાનાદિમાં સચિત્ત બીજ વગેરે હોય અને પ્રયત્નવિશેષથી દૂર કરી શકાય તેમ હોય એવા પણ અશનપાનાદિને “અમાસુક અને અનેષણીય’ શબ્દથી જણાવવાની પ્રવૃત્તિ દેખાય છે. સંસફત અશનપાનાદિ વિશોધિકોટિ પ્રકારના અશુદ્ધ છે અને આધાર્મિકાદિ અવિશોધિકોટિ પ્રકારના અશુદ્ધ છે. જે દોષને આહારાદિમાંથી દૂર કરીને આહારાદિ શુદ્ધ-નિર્દોષ) કરી શકાય છે તેને વિશોધિકોટિ પ્રકારના દોષ કહેવાય છે અને જે આધાર્મિકાદિ દોષને કોઈ પણ રીતે દૂર કરી શકાતા ન હોવાથી આહારાદિ અશુદ્ધ જ રહે છે; તે દોષોને અવિશોધિકોટિ પ્રકારના દોષ કહેવાય છે. સંસફત અશનપાનાદિ ઉત્તરગુણાશુદ્ધ છે અને આધાર્મિકાદિ મૂલગુણાશુદ્ધ છે. તેથી શ્રી સ્થાનાંગાદિસૂત્રમાં જણાવેલી એ વાત ઉત્તરગુણાશુદ્ધ દાનને આશ્રયીને છે પરંતુ આધાર્મિકદાનને ૩૦ દાન બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy