SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ અને નિરવદ્ય પ્રવૃત્તિ વગેરેથી ઉપહિત(સંબદ્ધ); વસ્તુના પરમાર્થનું જ્ઞાન થાય છે અર્થાત્ શ્રદ્ધા અને કરવાના પરિણામથી ઉપહિત તત્ત્વનું સંવેદન આ જ્ઞાનમાં હોય છે. સમ્યક પ્રવૃત્યાદિથી ઉપહિત એવું વિષયસંવેદન મિથ્યાજ્ઞાનસ્થળે પણ હોય છે. તેથી અહીં તત્ત પદનો નિવેશ કર્યો છે. મિથ્યાજ્ઞાન તત્ત્વવિષયક ન હોવાથી તેનું ગ્રહણ નહિ થાય. આશય એ છે કે સ્વાવાદ શૈલીએ કથંચિત્ નિત્યાનિત્યત્વાદિ અનંતધર્માત્મક વસ્તુ છે. વસ્તુના એક અંશને લઇને જયારે એકાંતે નિત્યવાદિનો તે તે વસ્તુમાં પ્રતિભાસ થાય છે ત્યારે નિત્યત્વાદિ ધર્મથી ઇતર અનિત્યત્વાદિ ધર્મનો નિષેધ થાય છે. આ રીતે ઇતરાંશના નિષેધ સાથેના (સમનિયત) સ્વજ્ઞાનના વિષયભૂત સ્વને તત્ત્વ મનાતું નથી. મિથ્યાજ્ઞાન એ રીતે તત્ત્વસંવેદનવાળું હોતું નથી પરંતુ ઇતરાંશનિષેધાવચ્છિન્ન(સમનિયત)વિષયના સંવેદનવાળું હોય છે. તેથી તત્ત પદના નિવેશથી તેનું ગ્રહણ થતું નથી... ઇત્યાદિ સ્વયં સમજી લેવું. અથવા ભણાવનાર પાસેથી બરાબર સમજી લેવું જોઇએ. આવી જ રીતે સભ્ય પદનું ઉપાદાન ન કરે તો અવિરત સમ્યગ્દષ્ટિના જ્ઞાનને પણ તત્ત્વસંવેદનસ્વરૂપ માનવાનો પ્રસંગ આવશે. કારણ કે તેનું જ્ઞાન સ્યાદ્વાદમુદ્રાએ તાત્ત્વિક હોય છે અને પ્રવૃત્યાદિથી ઉપહિત પણ હોય છે. પરંતુ તે સમ્યક પ્રવૃજ્યાદિથી ઉપહિત હોતું નથી. તેથી “સભ્ય' પદના ઉપાદાનથી; અવિરતસમ્યગ્દષ્ટિના જ્ઞાનનું ગ્રહણ નહિ થાય. અવિરતસમ્યગ્દષ્ટિ આત્માઓને સમ્યગ્દર્શન હોવાથી જ્ઞાન હોય છે. વિરતિ ન હોવાથી તેની અપેક્ષાએ અજ્ઞાન હોય છે. મિથ્યાત્વીઓને તો અજ્ઞાન જ હોય છે અને પૂ. સાધુભગવંતોને સમ્યગ્દર્શન અને વિરતિ હોવાથી જ્ઞાન જ હોય છે. આથી સમજી શકાશે કે મિથ્યાત્વીની પ્રવૃત્તિ અજ્ઞાન-પ્રયોજય છે. અવિરત સમ્યગ્દષ્ટિની પ્રવૃત્તિ જ્ઞાન અને અજ્ઞાન પ્રયોજ્ય છે અને પૂ. સાધુભગવંતોની પ્રવૃત્તિ જ્ઞાનપ્રયોજય છે. અર્થાત પ્રતિભાસ ઉપર જણાવ્યા મુજબ ત્રણ પ્રકારના છે. મિથ્યાત્વીને થનાર પ્રતિભાસ, અવિરતસમ્યગ્દષ્ટિને થનાર પ્રતિભાસ અને સર્વવિરતિધર મહાત્માને થનાર પ્રતિભાસ. એ ત્રણમાં અનુક્રમે અજ્ઞાનત્વ, જ્ઞાનાજ્ઞાનત્વ અને જ્ઞાનત્વ રહેલું છે. અને તે તે અજ્ઞાનત્વાદિથી પ્રયોજય તે તે આત્માની પ્રવૃત્તિ છે. જ્ઞાન–પ્રયોજય પ્રવૃજ્યાદિને સમ્યક મનાય છે. જ્ઞાનાજ્ઞાનત્વાદિથી પ્રયોજ્ય પ્રવૃત્તિને સમ્યફ તરીકે મનાતી નથી. તેથી સચ પદોપાદાનથી અવિરતસમ્યગ્દષ્ટિના જ્ઞાનને તત્ત્વસંવેદન માનવાનો પ્રસંગ નહીં આવે. યદ્યપિ આ રીતે સભ્ય પદના ઉપાદાનથી અવિરત સમ્યગ્દષ્ટિના જ્ઞાનની નિવૃત્તિ જેમ થાય છે તેમ મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ પણ થઈ શકે છે. પરંતુ સભ્ય પદથી જે અર્થ ગ્રાહ્ય છે તે અર્થનું પરિચાયક તત્વ પદ છે... ઇત્યાદિ અધ્યાપક પાસેથી સમજી લેવું. ઉપર જણાવ્યા મુજબ ત્રણ પ્રકારનું જ્ઞાન કહેવાયું છે. શ્રી અષ્ટક પ્રકરણના નવમા અષ્ટકમાં તે કહ્યું છે કે – ૨૦૮ સાધુસામગ્રય બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy