SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ स्तत्सम्यक्प्रवृत्त्याधुपहितत्वेन वेद्यते यस्मिंस्तच्च । तत्त्वपदेन मिथ्याज्ञाननिवृत्तिः तद्विषयस्येतरांशनिषेधावच्छिनत्वेनातत्त्वत्वात्, सम्यक्पदेनाविरतसम्यग्दृष्टिज्ञाननिवृत्तिः, तस्य ज्ञानाज्ञानसाधारणप्रतिभासत्वप्रयोज्यविषयप्रवृत्त्याधुपहितत्वेऽपि ज्ञानत्वप्रयोज्यविरतिप्रवृत्त्याधुपहितत्वाभावादिति । इत्यमुना प्रकारेण त्रिधा ज्ञानं प्रकीर्तितं । तदाह-“विषयप्रतिभासं चात्मपरिणतिमत्तथा । तत्त्वसंवेदनं चैव ज्ञानमाहुमहर्षयः Iછા" iદ્ર-રા. “વિષયપ્રતિભાસ, આત્મપરિણતિમતુ અને તત્ત્વસંવેદન : આ પ્રમાણે ત્રણ પ્રકારે જ્ઞાન કહેવાયું છે.' - આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. એનો આશય એ છે કે જે જ્ઞાનમાં માત્ર વિષયનો જ પ્રતિભાસ થાય છે તે જ્ઞાનને “વિષયપ્રતિભાસ' નામનું જ્ઞાન કહેવાય છે. સામાન્ય રીતે જ્ઞાનમાત્રમાં તે તે વિષયનો પ્રતિભાસ થતો હોય છે. પરંતુ તે તે વિષયોને શાસ્ત્ર જે રીતે હેય, ઉપાદેય અને ઉપેક્ષણીય વગેરે સ્વરૂપે વર્ણવેલા છે; તે રીતે તેના હેયત્વ, ઉપાદેયત્વ અને ઉપેક્ષણીયત્વ વગેરે ધર્મોના સંબંધના પ્રતિભાસ વિના માત્ર વિષયનો જ પ્રતિભાસ જે જ્ઞાનમાં થાય છે, તે જ્ઞાનને “વિષયપ્રતિભાસ' નામનું જ્ઞાન કહેવાય છે. આનાથી અર્થ-લાભ થશે અને આનાથી અનર્થ-ગેરલાભ થશે... ઇત્યાદિ સ્વરૂપનો પ્રતિભાસાત્મક આત્માનો પોતાનો જે પરિણામ છે, તે પરિણામવાળું જે જ્ઞાન છે તેને “આત્મપરિણતિમતુ' જ્ઞાન કહેવાય છે. અનુષ્ઠાનવિશેષથી જે પ્રાપ્ત કરી શકાય છે તે પરિણતિવિશેષ સ્વરૂપ આત્માનો પરિણામ જેમાં છે એ જ્ઞાનને “આત્મપરિણતિમદ્ જ્ઞાન કહેવાય છે. આવી વ્યાખ્યા કરાય તો તેનો અર્થ એ થાય છે કે સમ્યકત્વની પ્રાપ્તિથી પ્રયોજ્ય(થનારી) વસ્તુની વિષયતાવાળા (વસ્તુના પ્રતિભાસવાળા) જ્ઞાનને “આત્મપરિણતિમદ્ જ્ઞાન કહેવાય છે. આશય એ છે કે આત્મપરિણતિમદ્ જ્ઞાન વખતે વિષયના પ્રતિભાસની સાથે વિષયના હેયત્યાદિ (છોડવા યોગ્ય વગેરે) ધર્મોનો પણ પ્રતિભાસ થાય છે. તેનાથી પ્રવૃત્તિ કે નિવૃત્તિનો પરિણામ થતો ન હોવા છતાં શ્રદ્ધાનો પરિણામ તો વિદ્યમાન હોય છે, જે ધર્મશ્રવણાદિ અનુષ્ઠાનથી પ્રાપ્ત થાય છે અને નિવૃત્તિ કે પ્રવૃત્તિ દ્વારા ભવિષ્યમાં ચારિત્રસ્વરૂપે પરિણમાવાય છે. આ સ્વરૂપે વસ્તુને વિષય બનાવનારા આ જ્ઞાનને આત્મપરિણતિમ જ્ઞાન કહેવાય છે. એ સમ્યકત્વની પ્રાપ્તિથી થાય છે. સ્થૂલ શબ્દોથી આ વાતને સમજવી હોય તો એટલું જ કહેવાનું છે કે સમ્યકત્વના લાભથી થતા હેયોપાદેયાદિના વિવેકયુક્ત જ્ઞાનને આત્મપરિણતિમદ્ જ્ઞાન કહેવાય છે. તત્ત્વ એટલે પરમાર્થ; તેનું સમ્યક પ્રવૃત્તિ વગેરેની સાથે વેદન જે જ્ઞાનમાં થાય છે તેને તત્ત્વસંવેદન' જ્ઞાન કહેવાય છે. આત્મપરિણતિમ જ્ઞાનનું સ્વરૂપ સમજાય તો તત્ત્વસંવેદનશાનનું સ્વરૂપ ખૂબ જ સ્પષ્ટપણે સમજી શકાશે. સમ્યકત્વની પ્રાપ્તિ થવાથી શ્રદ્ધાના બળે જેમ હેયવાદિના વિવેકપૂર્વકનું જ્ઞાન થાય છે તેમ અહીં ચારિત્રના પરિણામના કારણે સર્વસાવદ્યયોગની નિવૃત્તિ એક પરિશીલન ૨૦૭
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy