SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ धर्माङ्गत्वमिति– - अत एव कालेऽल्पस्यापि लाभार्थत्वादेव दानस्यानुकम्पादानस्य धर्माङ्गत्वं स्फुटीकर्तुं भगवानपि व्रतं गृह्णन् संवत्सरं वसु ददौ । ततश्च महता धर्मावसरेऽनुष्ठितं सर्वस्याप्यवस्थौचित्ययोगेन धर्माङ्गमिति स्पष्टीभवतीति भावः । तदाह – “धर्माङ्गख्यापनार्थं च दानस्यापि महामतिः । अवस्थौचित्यયોગેન સર્વથૈવાનુજમ્પયા ||9||” કૃતિ ||9-3|| યોગ્ય અવસરે અલ્પ પણ કાર્ય લાભ માટે જ થતું હોવાથી અનુકંપાદાન ધર્મનું અંગ છે - એ સ્પષ્ટ કરવા માટે દીક્ષા ગ્રહણ કરતી વખતે ભગવાને પણ એક વર્ષ સુધી સુવર્ણ-મહોરોનું દાન આપ્યું. તેથી ધર્મના અવસરે આદરેલું અનુકંપાદાન બધાને પોતાની અવસ્થાને અનુરૂપ ધર્મનું કારણ બને છે - એ સ્પષ્ટ થાય છે. અષ્ટકપ્રકરણમાં પણ જણાવ્યું છે કે; “બધાને પોતાની અવસ્થા પ્રમાણે અનુકંપાથી કરેલું દાન પણ ધર્મનું કારણ બને છે - એ જણાવવા માટે બુદ્ધિના નિધાન શ્રી તીર્થંક૨૫૨માત્માએ વાર્ષિકદાન આપ્યું હતું.” આથી સમજી શકાશે કે અનુકંપાદાનનું કેટલું મહત્ત્વ છે. અનુકંપાદાન પણ વિવેકપૂર્વક કરતાં આવડે તો ચોક્કસ જ ધર્મનું અંગ બન્યા વિના નહિ રહે. વર્તમાનમાં સાચું કહીએ તો દાનનું સ્વરૂપ જ બદલાયું છે. અનુકંપાદાન જે આશયથી વિહિત છે તે આશય તો લગભગ લુપ્ત થયો છે. અનુકંપાદાન કરતી વખતે એટલો તો ઉપયોગ રાખવો જ જોઇએ કે એ દાન પૂર્ણકર્મ ન બને; પરંતુ ધર્મનું અંગ બને. સર્વથા વિવેક વિના કરાતું એ દાન પૂર્ણકર્મનું જ કારણ બનશે. ૧-૯૫ नन्वेवं साधोरप्येतदापत्तिरित्यत आह ઉપર જણાવ્યા મુજબ અનુકંપાદાન ધર્મનું અંગ બનતું હોવાથી પૂ. સાધુભગવંતોએ પણ તે કરવું જોઇએ - એમ માનવાનો પ્રસંગ આવશે તેથી તેના નિવારણ માટે જણાવાય છે— साधुनाऽपि दशाभेदं प्राप्यैतदनुकम्पया । दत्तं ज्ञाताद् भगवतो रङ्कस्येव सुहस्तिना ॥१- १० ॥ साधुनापीति-साधुनापि महाव्रतधारिणापि दशाभेदं प्राप्य पुष्टालम्बनमाश्रित्यैतद्दानमनुकम्पया दत्तं सुहस्तिनेव रङ्कस्य तदाह - श्रूयते चागमे 'आर्यसुहस्त्याचार्यस्य रङ्कदानमिति' । कुत इत्याह- भगवतः श्रीवर्धमानस्वामिनो ज्ञातात् । तदुक्तम् - " ज्ञापकं चात्र भगवान्निष्क्रान्तोऽपि द्विजन्मने । देवदूष्यं ददद्धीमाननुकम्पाविशेषतः ।।१।।” इति । प्रयोगश्चात्र दशाविशेषे यतेरसंयताय दानमदुष्टम्, अनुकम्पानिमित्तत्वाद्, भगवद्विजन्मदानवदित्याहुः ।।१-१०।। 1 ભગવાન શ્રી વર્ધમાનસ્વામીના દૃષ્ટાંતથી આર્ય શ્રી સુહસ્તિસૂરિ મહારાજાએ રંકને જેમ દાન આપ્યું હતું; તેમ સાધુભગવંતે પણ પુષ્ટ આલંબન સ્વરૂપ દશાવિશેષમાં દાન આપ્યું છે. અર્થાર્ મહાવ્રતધારી એવા સાધુમહાત્માને પણ પૂર્વે જણાવ્યા મુજબ શાસનની ઉન્નતિ સ્વરૂપ પુષ્ટ એક પરિશીલન ૧૫
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy