SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પરનયોનો ઉદ્દભવ થાય છે.” - આ પ્રમાણે બાવીશમા શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે ખાડામાં રહેલા પુત્રને સાપ વગેરેથી બચાવવા માટે પોતાના પુત્રને ખાડામાંથી ખેંચતી વખતે પુત્રની હડપચી, ઘુંટણ વગેરે છોલાતાં હોવા છતાં માતા જેમ દોષિત મનાતી નથી તેમ કલહાદિ અધિક દોષથી બચાવવા માટે રાજ્યપ્રદાનાદિ કરવાથી શ્રી તીર્થંકર પરમાત્માને પણ કોઈ દોષ નથી. અન્યથા જેને દોષમાં નિમિત્ત બનતા અટકાવી શકાય એમ નથી, એવા ઘણા ગુણને કરનાર કર્મ(ક્રિયા)-કાર્યને દુષ્ટ માનવામાં આવે તો શ્રી તીર્થંકરભગવાન જે ધર્મોપદેશ (વ્યાખ્યાન) કરે છે તેમાં પણ તે દોષનો પ્રસંગ આવશે. કારણ કે બૌદ્ધાદિ પરદર્શનીઓના મિથ્યાત્વમૂલક તે તે નયોની ઉત્પત્તિ એ ઉપદેશમાંથી જ થયેલી છે - આ વાત જેટલા નયવાદો છે એટલા પરસમયો (સિદ્ધાંત) છે' - આ વચનથી સિદ્ધ છે. અષ્ટકપ્રકરણમાં પણ એ વાત જણાવતાં ફરમાવ્યું છે કે – નાગાદિથી રક્ષણ કરવા માટે ખાડામાંથી સ્વપુત્રાદિને ખેંચીને પુત્રાદિનું નાગાદિથી રક્ષણ કરનાર જેમ દોષવાન મનાતો નથી તેમ અલ્પ પણ દોષ ન થાય અને ઉપકારક બને એવો બીજો ઉપાય નહિ હોવાથી રાજયપ્રદાનાદિ દોષથી રહિત છે. આ રીતે અહીં ભગવાને જે રાજ્યપ્રદાનાદિ કાર્ય કર્યું છે તે નિર્દોષ જ માનવું પડશે. અન્યથા ભગવાનની પરમતારક દેશના પણ કુધર્માદિમાં નિમિત્ત બનતી હોવાથી તેને પણ દુષ્ટ માનવી પડશે. આથી સ્પષ્ટ છે કે અલ્પ દોષને કરનારા એવા મોટા ઉપકારના કારણભૂત રાજ્યપ્રદાનાદિને કરનાર શ્રી અરિહંતપરમાત્મા દોષપાત્ર નથી. II૪-૨રા પ્રકારાંતરે પરમાત્મામાં મહત્ત્વાભાવને સિદ્ધ કરનારાની માન્યતાને જણાવીને તેનું નિરાકરણ કરાય છે– कश्चित्तु कुशलं चित्तं मुख्यं नास्येति नो महान् । तदयुक्तं यतो मुख्यं नेदं सामायिकादपि ॥४-२३॥ कश्चित्त्विति-कश्चित्तु मायापुत्रीयो मुख्यं सर्वोत्तमं । कुशलं चित्तं । नास्य भवदभिमतस्य भगवत इति नो महानयमित्याह । तदयुक्तं । यतो नेदं परपरिकल्पितं कुशलं चित्तं समतृणमणिलेष्टुकाञ्चनानां सर्वसावद्ययोगनिवृत्तिलक्षणात्सामायिकादपि मुख्यम् । असद्भतार्थविषयत्वात् ॥४-२३॥ શ્લોકાર્ધ સુગમ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કોઈ બૌદ્ધ એમ કહે છે કે શ્રી તીર્થંકર પરમાત્માનું ચિત્ત સર્વોત્તમ ન હોવાથી તેઓશ્રી મહાન નથી. પરંતુ આ પ્રમાણેનું માયાપુત્રીનું કથન યુક્ત નથી. કારણ કે તૃણ અને મણિ તેમ જ લેણું (માટીનું ઢેફુ) અને કાંચનમાં જેમની બુદ્ધિ સમાન છે એવા મહાત્માઓના, સર્વસાવદ્યયોગથી નિવૃત્તિ પામવા સ્વરૂપ સામાયિકના પરિણામથી; બીજા લોકોએ કલ્પેલું એ કુશલ ચિત્ત શ્રેષ્ઠ નથી.એ કુશલ ચિત્ત એક પરિશીલન ૧૫૭
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy