SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ પરાર્થમાત્રમાં પ્રવૃત્ત હોય છે. બીજાના અધિક દોષની જો ઉપેક્ષા કરાય તો મહાત્માઓનો શુદ્ધ આશય જળવાશે નહિ. આ વાતને જણાવતાં અષ્ટકપ્રકરણમાં કહ્યું છે કે - જો રાજ્યપ્રદાનાદિ કરવામાં ન આવે તો નેતાના અભાવે લોકો કાળના દોષથી પરસ્પર મર્યાદાનો ભંગ કરનારા બની આ લોકમાં અને પરલોકમાં અધિક દોષને પ્રાપ્ત કરી વિનાશ પામશે. એવા દોષોને દૂર કરવાની શક્તિ હોવા છતાં તે વિષયમાં ઉપેક્ષા સેવવી – એ મહાત્માઓ માટે અયુક્ત છે. તેથી તેવા જીવોના ઉપકાર માટે રાજ્યાદિનું પ્રદાન ગુણને કરનારું છે. એમાં પણ બીજાના ઉપકાર માટે પ્રવ્રયાને ગ્રહણ કરનાર જગદ્ગુરુ શ્રી તીર્થંકર પરમાત્માએ જે રાજયાદિનું પ્રદાન કર્યું છે, તે વિશેષે કરી ગુણને કરનારું છે. આવી જ રીતે ગૃહસ્થોચિત વિવાદાદિ આચાર અને શિલ્પના નિરૂપણમાં દોષ નથી. કારણ કે આમ કરવાથી જ શ્રી તીર્થંકર નામકર્મ વિપાકોચિત બને છે. તેમ જ અધિક દોષોથી આ પ્રાણીઓની જે રક્ષા થઈ એ સ્વરૂપ ઉપકાર જ આ તીર્થંકરપરમાત્માની પ્રવૃત્તિ(રાજયપ્રદાનાદિ)નું અંગ હતું. અર્થાત્ એ ઉપકાર માટે જ શ્રી તીર્થંકરપરમાત્માએ રાજ્યપ્રદાનાદિની પ્રવૃત્તિ કરી હતી. તેથી તેમાં કોઈ દોષ નથી. આથી સમજી શકાશે કે રાજ્યપ્રદાનાદિના કારણે શ્રી તીર્થંકરપરમાત્મામાં મહત્ત્વ જ સિદ્ધ થાય છે, મહત્ત્વાભાવ સિદ્ધ થતો નથી. II૪-૨૧| શક્તિ હોય તો અધિક દોષનું નિવારણ કરવા વર્તમાનમાં થતો અલ્પદોષ દોષ નથી - એ દષ્ટાંતથી જણાવાય છે– नागादे रक्षणायेव गर्ताद्याकर्षणेऽत्र न । दोषोऽन्यथोपदेशेऽपि स स्यात्परनयोद्भवात् ॥४-२२॥ नागादेरिति-नागादेः सकाशाद् । रक्षणाय रक्षणार्थं । जनन्याः स्वपुत्रस्य गर्तादेराकर्षणे हनुजानुप्रभृत्यङ्गघर्षणकारिकर्मणीव । अत्र भगवतो राज्यप्रदानादौ न दोषः । अन्यथा असम्भविवारणदोषनिमित्तकस्यापि बहुगुणकर्मणो दुष्टत्वे उपदेशेऽपि भगवतो धर्मव्याख्यानेऽपि । स दोषः स्यात् । परेषां बौद्धादीनां नयानां मिथ्यात्वमूलभूतानां दर्शनानामुद्रवात् तत एवोपपत्तेः (उत्पत्तेः) । “जावइया णयवाया तावइया चेव परसमया” इति वचनात् । तदिदमाह-नागादे रक्षणं यद्वद्गर्ताद्याकर्षणेन तु । कुर्वन्नदोषवांस्तद्वदन्यथासम्भवादयम् ।१। इत्थं चैतदिहैष्टव्यमन्यथा देशनाप्यलम् । कुधर्मादिनिमित्तत्वाद्दोषायैव સંખ્યતે રિ’ |૪-૨૨ “નાગ વગેરેથી રક્ષણ માટે ખાડામાંથી ખેંચી લેવામાં જેમ કોઈ દોષ નથી તેમ અહીં રાજયપ્રદાનાદિ કે શિલ્પાદિદર્શનમાં પણ કોઈ દોષ નથી. અન્યથા શ્રી વીતરાગપરમાત્માના પરમતારક ઉપદેશમાં પણ દોષ છે – એમ માનવાનો પ્રસંગ આવશે. કારણ કે ઉપદેશમાંથી ૧૫૬ જિનમહત્ત્વ બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy