SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Tો . કર્યો છે. અન્યથા આ લોકનાં સાંસારિક સુખોનો પ્રથમ નિર્દેશ કરીને તેનાથી પરલોકસંબંધી ઇન્દ્ર વગેરેના સુખનો સંગ્રહ કર્યો હોત. - ભક્તિથી અપાતું સુપાત્રદાન મોક્ષને આપનારું છે - તેમ શ્રી જિનેશ્વરદેવે વર્ણવ્યું છે. સુપાત્રદાન સમ્યગ્દર્શનની પ્રાપ્તિ દ્વારા મોક્ષફળનું કારણ છે – એ પ્રમાણે શ્રી ભગવતીસૂત્રમાં જણાવ્યું છે. ll૧-૧૫ અનુકંપા અને ભક્તિના વિષય જણાવાય છે– अनुकम्पाऽनुकम्प्ये स्याद् भक्तिः पात्रे तु सङ्गता । अन्यथाधीस्तु दातॄणामतिचारप्रसञ्जिका ॥१२॥ अनुकम्पेति-अनुकम्पाऽनुकम्प्ये विषये । भक्तिस्तु पात्रे साध्वादौ सङ्गता स्यात् समुचितफलदा स्याद् । अन्यथाधीस्तु अनुकम्प्ये सुपात्रत्वस्य सुपात्रे चानुकम्प्यत्वस्य बुद्धिस्तु दातॄणामतिचारप्रसञ्जिकाऽतिचारापादिका । अत्र यद्यपि सुपात्रत्वधियोऽनुकम्प्येऽसंयतादौ मिथ्यारूपतयाऽतिचारापादकत्वं युज्यते, सुपात्रेऽनुकम्प्यत्वधियस्तु न कथञ्चित्, तत्र ग्लानत्वादिदशायामन्यदाऽपि च स्वेष्टोद्धारप्रतियोगिदुःखाश्रयत्वरूपानुकम्प्यत्वधियः प्रमात्वात्, तथापि स्वापेक्षया हीनत्वे सति स्वेष्टोद्धारप्रतियोगिदुःखाश्रयत्वरूपमनुकम्प्यत्वं तत्राप्रामाणिकमेवेति न दोषः । अपरे त्वाहुः-तत्र प्रागुक्तं निर्विशेषणमनुकम्प्यत्वं प्रतीयमानं साहचर्यादिदोषेण यदा हीनत्वबुद्धिं जनयति तदैवातिचारापादकं नान्यदा, अन्यथाधियो हीनोत्कृष्टयोरुत्कर्षापकर्षबुद्ध्याधानद्वारैव दोषत्वाद् । अत एव न चानुकम्पादानं साधुषु न सम्भवति, “आयरियअणुकंपाए गच्छो अणुकंपिओ महाभागो” इति वचनादित्यष्टकवृत्त्यनुसारेणाचार्यादिष्वप्युत्कृष्टत्वधियोऽप्रतिरोधेऽनुकम्पाऽव्याहतेति । एतन्नये च सुपात्रदानमपि ग्रहीतृदुःखोद्धारोपायत्वेनेष्यमाणमनुकम्पादानमेव, साक्षात्स्वेष्टोपायत्वेनेष्यमाणं चान्यथेति बोध्यम् ।।१-२॥ “અનુકંપ્ય(અનુકંપાપાત્ર)માં અનુકંપા હોય અને સાધુ મહાત્મા વગેરે સત્પાત્રમાં ભક્તિ સંગત છે. આનાથી વિપરીત બુદ્ધિ એટલે અનુકંપ્યને સુપાત્ર માનવાની અને સુપાત્રને અનુકંપ્ય માનવાની બુદ્ધિ દાતાઓને અતિચારનું કારણ બને છે.” - આ પ્રમાણે બીજા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે અનુકંપા કરવા યોગ્યને અનુકંપ્ય કહેવાય છે. અનુકંપ્યમાં અનુકંપ્યત્વનું જ્ઞાન હોય અને તેની અનુકંપા કરાય તો ઉચિત છે. અનુકંપ્યને આપેલું અનુકંપાદાન યોગ્ય છે. આવી જ રીતે પૂ. સાધુભગવંતાદિ ભક્તિ કરવા યોગ્ય હોવાથી સત્પાત્ર છે. એવા સત્પાત્રમાં ભક્તિથી આપેલું સુપાત્રદાન યોગ્ય છે. પરંતુ આનાથી વિપરીત રીતે અનુકંપાપાત્રને સત્પાત્ર અને સત્પાત્રને અનુકંપાપાત્ર માનીને અનુક્રમે ભક્તિપૂર્વક સુપાત્રદાન અને અનુકંપાદાન કરવાથી તે તે પ્રવૃત્તિ દાતાને અતિચારનું કારણ બને છે. ન્યાયની પરિભાષામાં આ વાત સમજાવવી હોય તો; “સુપાત્રત્વપ્રકારક અનુકંપ્યવિશેષ્યક બુદ્ધિ અને સત્પાત્રવિશેષ્યક દાન બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy