SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ णमो 5 त्थु णं समणस्स भगवओ महावीरस्स द्वात्रिंशतो वाचकमुख्यजात-द्वात्रिंशिकानां बुधदुर्गमाणाम् । भवन्तु गम्या अविशालबोधै बुद्ध्येति सारार्थमिहातनोमि ॥ ऐन्द्रवृन्दविनताघ्रियामलं यामलं जिनपतिं समाश्रिताम् । योगिनोऽपि विनमन्ति भारती भारती मम ददातु सा सदा ॥ ઇન્દ્રોના સમુદાયથી જેઓશ્રીનાં ચરણયુગલ સારી રીતે નમસ્કૃત થયેલાં છે તે શ્રી જિનેશ્વરદેવને આશ્રયીને રહેલી જેણીને યોગીઓ પણ સારી રીતે નમે છે તે ભારતી-સરસ્વતી મને ભારતી-વાણીને સારી રીતે સદા આપે. __श्रेयोभूतानेकशास्त्रार्थसङ्ग्रहं मनसिकृत्य द्वात्रिंशिकाप्रकरणमारभमाणो ग्रन्थकारो दानधर्मस्य प्राथम्येन परममङ्गलरूपत्वादादौ तद्वात्रिंशिकामाह કલ્યાણસ્વરૂપ અનેક શાસ્ત્રના અર્થોનો મનમાં સંગ્રહ કરીને કાત્રિશદ્વાáિશિકા પ્રકરણનો પ્રારંભ કરનારા ગ્રંથકાર પરમર્ષિ ચાર પ્રકારના ધર્મમાં પ્રથમ હોવાથી પરમમંગલસ્વરૂપ દાનની બત્રીશી (દ્વાáિશિકા) પ્રથમ કહે છે. અર્થાત્ દાનદ્વત્રિશિકાની રચના પ્રથમ કરે છે– ऐन्द्रशर्मप्रदं दानमनुकम्पासमन्वितम् । भक्त्या सुपात्रदानं तु मोक्षदं देशितं जिनैः ॥१-१॥ ऐन्द्रेति-अनुकम्पासमन्वितमनुकम्पापूर्वकं दानम् । इन्द्रस्य सम्बन्ध्यैन्द्रं यच्छर्म तत्पदं । सांसारिकसुखान्तरप्रदानोपलक्षणमेतत् स्वेष्टबीजप्रणिधानार्थं चेत्थमुपन्यासः । भक्त्या सुपात्रदानं तु जिनैर्भगवद्भिमोक्षदं देशितं, तस्य बोधिप्राप्तिद्वारा भगवत्यां मोक्षफलकत्वाभिधानात् ।।१-१।। અનુકંપાથી યુક્ત દાન ઈન્દ્રસંબંધી સુખને આપનારું છે. અને ભક્તિપૂર્વક સુપાત્રને અપાતું દાન તો મોક્ષને આપનારું છે – આ પ્રમાણે શ્રી જિનેશ્વર દેવોએ ઉપદેશ્ય છે. આ પ્રમાણે પ્રથમ શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે, સામાન્યથી અહીં “દાનદ્વાત્રિશિકા” (દાન-બત્રીશી)માં અનુકંપાદાન અને સુપાત્રદાન - આ બે દાનનો વિચાર કર્યો છે. એમાં અનુકંપાપૂર્વક જે દાન છે તેને અનુકંપા-સમન્વિત દાન કહેવાય છે. ઈસંબંધી જે સુખ છે તેને ઐન્દ્રશર્મ કહેવાય છે. અનુકંપાસમન્વિત દાન આપવાથી ઈન્દ્ર સંબંધી સુખ પ્રાપ્ત થાય છે. અહીં ઈન્દ્ર સંબંધી સુખથી સાંસારિક સુખમાત્રનું ગ્રહણ કરવાનું છે. અનુકંપાદાનથી કોઈ પણ સાંસારિક સુખ પ્રાપ્ત થતું હોય છે. આમ છતાં “ઐન્દ્રશર્મપ્રદમ્” આ પ્રમાણે નિર્દેશ કરવાનું કારણ એ છે કે છે આ, ગ્રંથકારશ્રીનું ઈષ્ટ બીજ છે. તેના પ્રણિધાન માટે તેનો પ્રથમ નિર્દેશ એક પરિશીલન
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy