SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ મહોત્સવાદિ કરવા વગેરે સ્વરૂપ દ્રવ્યસ્તવ(દ્રવ્યના વ્યયથી કરાતા અનુષ્ઠાન)નો પૂ. સાધુભગવંતો માટે નિષેધ હોવા છતાં પૂ. સાધુભગવંતો પણ તે (દ્રવ્યસ્તવ) કરી શકે છે - એમ તેઓ(અસંવિગ્ન પુરુષો) માનતા હોય છે. સામાન્ય રીતે સુપાત્રને ભક્તિપૂર્વક ન્યાયથી પ્રાપ્ત એવી નિર્દોષ વસ્તુનું દાન કરવાનું છે. આમ છતાં અસંવિગ્ન જનો એમ જણાવવાના બદલે એમ જણાવે છે કે આપવાથી એકાંતે લાભ છે. ગમે તેને ગમે તેનું દાન કરવું જોઇએ. આ રીતે તેઓ વિવેકરહિત દાનનો ઉપદેશ આપે છે. તેમ જ કોઈ પણ જાતના પુષ્ટ આલંબન વિના નિરકુશપણે માર્ગમાં અપવાદાદિનો આશ્રય લે છે. આ મોહસ્વરૂપ દોષના કારણે વિશ્વની વિડંબના કરી છે. માછીમાર મુગ્ધમાછલીઓના જેમ પ્રાણ હરી લે છે, તેમ આ અસંવિગ્ન પુરુષો પોતાની દુષ્ટ આચરણાથી પોતાના પરિચયમાં આવનારાના ભાવપ્રાણ લઈને તેમની વિડંબના કરે છે. એ અત્યંત ખેદજનક છે. અસંવિગ્ન પુરુષોનાં દુષ્ટ આચરણો અહીં તો બહુ થોડાં વર્ણવ્યાં છે. મોક્ષની સાધનાના અર્થીઓને તેમના માર્ગથી વિચલિત કરનારાં સઘળાંય અનુષ્ઠાનો મોહથી જ થતાં હોય છે. ઉપલક્ષણથી એ બધાંનો જ અહીં સંગ્રહ કરી લેવાનો છે. અહીં યાદ રાખવું જોઇએ કે સંવિગ્ન પુરુષો મુમુક્ષુ આત્માઓને અસંવિગ્ન જનોથી દૂર રાખવા માટે ભવાંતરના ભય વગેરેની વાત કરે તો તે દુરાચરણ નથી. તેથી વિડંબના પણ થતી નથી. કારણ કે તે મોહજન્ય આચરણ નથી, જ્ઞાનજન્ય આચરણ છે. “ક્ષત્રિશáિશિવા મા.૦' માં ભાવાનુવાદકારે આ અંગે ઘણી સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ જ્ઞાન અને મોહનો ભેદ સમજાવવાનું રહી ગયું લાગે છે. ખરેખર મોહ દુરતિક્રમ છે. [૩-૯૧૦૧૧| અસંવિગ્નોનું જ બીજું આચરણ જણાવવા પૂર્વક મોહની દુષ્ટતા જણાવાય છે अप्येष शिथिलोल्लापो न श्राव्यो गृहमेधिनाम् । सूक्ष्मोऽर्थ इत्यदोऽयुक्तं सूत्रे तद्गुणवर्णनात् ॥३-१२॥ अपीति-एषोऽपि शिथिलानामुल्लापो यदुत न श्राव्यो गृहमेधिनां सूक्ष्मोऽर्थः, इत्यदो वचनमयुक्तं । सूत्रे भगवत्यादौ । तेषां गृहमेधिनामपि केषाचिद्गुणवर्णनाद् “लट्ठा गहिअट्ठा” इत्यादिना साधूक्तसूक्ष्मार्थपरिणामशक्तिमत्त्वप्रतिपादनात् । सम्यक्त्वप्रकरणप्रसिद्धोऽयमर्थः ॥३-१२॥ “આ પણ; શિથિલ એવા અસંવિગ્ન પુરુષોનો ઉલ્લાપ (બકવાસ) છે કે– “શ્રાવકોને સૂક્ષ્મ અર્થ નહિ જણાવવો.' એ વચન અયુક્ત છે. કારણ કે આગમમાં કેટલાક ગૃહસ્થના ગુણ તરીકે તેનું વર્ણન કરાયું છે.” - આ પ્રમાણે બારમા શ્લોકનો અર્થ છે. આશય એ છે કે “શ્રાવકોને સૂક્ષ્મ અર્થ જણાવવો નહિ જોઇએ' - આ મુજબ શિથિલ – અસંવિગ્ન - જનો જણાવતા હોય છે, પરંતુ તેમનું તે કથન અયુક્ત છે. કારણ કે શ્રી ભગવતી વગેરે ગ્રંથમાં કેટલાક શ્રાવકોના ૧૦૦ માર્ગ બત્રીશી
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy