SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે પ્રશ્ન કરનારાના આશયને સમજીને પ્રશ્નને અનુરૂપ મહાનુભાવો જવાબ આપશેઃ એવી અત્યારે તો આશા રાખીએ. ત્યાં સુધી પરમતારક શ્રી વીતરાગપરમાત્માની આજ્ઞા મુજબ પર્વાપર્વ-સઘળીય તિથિઓની; ક્ષય-વૃદ્ધિ શ્રી સંઘમાન્ય પંચાંગમાં જણાવ્યા મુજબ માન્ય રાખી ક્ષયે પૂર્વા...” ઇત્યાદિ નિયમ મુજબ આરાધના કરવાનું ચાલુ રાખીએ. ll૩-૮ આ રીતે સંવિગ્ન શિષ્ટ જનોના આચરણને માર્ગ તરીકે જણાવીને હવે ત્રણ શ્લોકથી અસંવિગ્ન-અશિષ્ટ પુરુષોનું આચરણ, એ માર્ગ નથી એ જણાવવા પૂર્વક તેનાથી વિશ્વવિડંબના થાય છે - તે જણાવાય છે– दर्शयद्भिः कुलाचारलोपादामुष्मिकं भयम् । वारयद्भिः स्वगच्छीयगृहिणः साधुसङ्गतिम् ॥३-९॥ द्रव्यस्तवं यतीनामप्यनुपश्यद्भिरुत्तमम् । विवेकविकलं दानं स्थापयभि यथा तथा ॥३-१०॥ अपुष्टालम्बनोसिक्तैर्मुग्धमीनेषु मैनिकैः । इत्थं दोषादसंविग्नर्हहा विश्वं विडम्बितम् ॥३-११॥ दर्शयदिरिति-आमुष्मिकं प्रेत्य प्रत्यवायविपाकफलम् ।।३-९।। द्रव्यस्तवमिति-अपिना आगमे यतीनां तनिषेधो द्योत्यते । अनुपश्यद्भिर्मन्यमानैः ॥३-१०॥ પુષ્યતિ–વ્યm: Il3-99ો. કુલાચારના લોપ(ત્યાગ)થી ભવાંતરમાં માઠાં પરિણામ ભોગવવા પડશે... ઇત્યાદિ ભય દર્શાવનારા; પોતાના ગચ્છના ગૃહસ્થોને પૂ. સાધુમહાત્મા પાસે જતા રોકનારા; પૂ. સાધુભગવંતોને પણ દ્રવ્યસ્તવ ઉત્તમ છે – એ પ્રમાણે માનનારા; જેમ-તેમ પણ દાન આપવું જોઇએ, આપવાથી બહુ લાભ છે... ઈત્યાદિ રીતે વિવેકહીન દાનને ઉપાદેય માનનારા; અપુષ્ટાલંબન લેવામાં તત્પર બનેલા એવા અસંવિગ્નોએ, મુગ્ધ માછલીઓને વિશે માછીમારોની જેમ મોહથી વિશ્વની વિડંબના કરી છે. આ પ્રમાણે નવમા, દશમા અને અગિયારમાં - ત્ર શ્લોકનો અર્થ છે. આશય સ્પષ્ટ છે કે- “કુલાચારનું ઉલ્લંઘન કરવાથી પરલોકમાં તેના દુષ્ટ વિપાક પ્રાપ્ત થશે' - આ પ્રમાણે કુલાચારલોપથી પ્રાપ્ત થનારા ભયને બતાવતા અસંવિગ્ન પુરુષો પોતાના પરિચિતોને જણાવતા હોય છે કે “આપણે તો વર્ષોથી આ પ્રમાણે જ કરીએ છીએ. તમારા બાપદાદાઓ પણ આ રીતે કરતા હતા. તમારા કુળમાં આ જ પરંપરા છે. માટે અહીં જ આવવાનું, સાધુઓ પાસે નહીં જવાનું...” વગેરે કહીને પોતાના તે તે ગૃહસ્થને પૂ. સાધુભગવંતોની પાસે જતા રોકતા હોય છે. ત્યાર પછી શ્રી જિનમંદિરાદિ બંધાવવાં, પૂજા એક પરિશીલન
SR No.022115
Book TitleDwatrinshad Dwatrinshika Prakaranam Part 01
Original Sutra AuthorN/A
AuthorChandraguptasuri
PublisherAnekant Prakashan Jain Religious Trust
Publication Year
Total Pages286
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy