SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૬ ઉપદેશપદ : ભાગ-૨ मंडुक्को इव लोगो, हीणो इयरेण पन्नगेणंव । एत्थ गसिज्झति सोवि हु, कुररसमाणेण अन्नेण ॥१०२७॥ सोवि य न एत्थ सवसो, जम्हा अजगरकयंतवसगोत्ति । एवंविहेवि लोए, विसयपसंगो महामोहो ॥१०२८॥ इय चिंतिऊण य भयं, सम्मं संजायचरणपरिणामो । रजं चइऊण तहा, जाओ समणो समियपावो ॥१०२९॥ सिद्धो य केवलसिरि, परमं संपाविऊण उज्झाए । सक्कावयारणामे, परमसिवे चेइउजाणे ॥१०३०॥ | સુતનારીવાદર સમાન . આ જ કથાનકને અગિયાર ગાથાથી કહે છે– | દુર્ગત નારીનું ઉદાહરણ મધ્યદેશની આભૂષણ સ્વરૂપ, સદ્ભૂત ભાવોની ઉત્પત્તિનું કારણ, ઇદ્રપુરીની સંપત્તિની સ્પર્ધા કરનારી એવી કાકંદી નામે નગરી હતી. તેમાં અત્યંત (સતત) આશ્ચર્યભૂત કરાયો છે સંપૂર્ણ જગતનો લોક જેનાવડે, ઉત્પન્ન કરાયો છે લોકસમૂહમાં પ્રમોદ ગુણનો સમૂહ જેનાવડે ગ્રામ-આકર-નગર-પુર સમૂહથી વિશાળ એવી પૃથ્વી પર પર્યટન કરતા કોઈક તીર્થકર કાકંદી નગરીમાં સમોવસર્યા. સમોસરણમાં વિંઝાતા નિર્મળ ચામરોના સમૂહથી વિંઝાયું છે શરીર જેનું, શરદઋતુના ચંદ્ર જેવા નિર્મળ સિંહાસનના તલભાગ ઉપર બેઠેલા ભગવાન દેશના આપે છે. વિવિધ પ્રકારના યાન-વાહનમાં આરૂઢ થયેલા લોકો વડે કરાયેલ પ્રૌઢ પ્રભાવથી યુક્ત, ગંધહસ્તીના દુર્ધર સ્કંદ ઉપર આરૂઢ થયેલ, છત્રથી છવાયું છે નભસ્તલ, માગધો વડે પ્રશંસા કરાયો છે ગુણસમૂહ જેનો, ભેરી માંકાર(અવાજ)થી ભરાયું છે આકાશતલ જેના વડે એવો રાજા તથા ગંધ-ધૂપ-પુષ્મ પટલ વગેરે પૂજાની સામગ્રીથી વ્યગ્ર કિંકરી (ચાકર સ્ત્રીઓના) સમૂહથી યુક્ત એવો દ્વિજવર-ક્ષત્રિય-વૈશ્યાદિક નગરજન, વિવિધ-વસ્ત્રો-આભરણોથી સુંદરતર સુશોભિત કરાયું છે શરીર જેઓ વડે એવો નગરનો સ્ત્રીવર્ગ તે ભગવાનને વંદન કરવા જઈ રહ્યો છે ત્યારે જળ અને પાણી લેવા બહાર નીકળેલી એવી એક વૃદ્ધ-દરિદ્ર સ્ત્રીવડે કોઈક પુરુષ પૂછાયો કે એકબાજુ દષ્ટિ રાખીને ઉતાવળા પગલે ચાલતો એવો આ લોક ક્યાં જઈ રહ્યો જોવાય છે? તેણે કહ્યું: જગતના એક નિષ્કારણ બંધુ, જન્મ-જરા-મરણ-રોગ-શોક-દૌર્ગત્ય આદિ દુઃખોને છેદનાર, એવા આ શ્રીમાન્ તીર્થકર ભગવાનને વંદન અને પૂજન કરવા જાય છે. પછી તે વચનના શ્રવણથી તેને ભગવાન ઉપર ભક્તિ ઉપજી અને વિચાર્યું કે હું પણ ભગવાનની પૂજા માટે પ્રયત્ન કરું. પછી તે પૂજા કરવાની અભિલાષિણી થયે છતે આ આ પ્રમાણે વિચારે છે કે
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy