SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૪ ઉપદેશપદ : ભાગ-૨ અત્યંત અસંભવિત ગણાય તેવો તે વૃત્તાંત દુર્જન લોકોના ઉપહાસનું સ્થાન બન્યો, શિષ્યલોક માટે શોક કરવા લાયક થયો, અને બંધુજનના માનસિક સંતાપનું કારણ બન્યો. પાણીમાં પડેલા તેલબિંદુની જેમ સહસા સંપૂર્ણ નગરમાં ફેલાતો તે વૃત્તાંત કોઈપણ રીતે સૂરતેજ રાજર્ષિની પાસે પણ ગયો. તેથી સૂરતેજ રાજર્ષિએ કહ્યું: સ્ત્રીલોક ઉપર થયેલા રાગને દુષ્કર (=ન કરવા જેવું) કંઈ પણ નથી. તે વૃત્તાંત સાંભળીને “હા! ધિક્કાર થાઓ! તેણે કુલીનજનને અનુચિત આચારણ કર્યું એવી નિંદા ન કરી, અને તે વૃત્તાંત ઉપર તેને કંઈક બહુમાન થયું–રાગ થયો. હમણાં સાધ્વી બનેલી અને રાજપર્યાયની અપેક્ષાએ પટ્ટરાણી કોઈપણ રીતે સૂરતેજ રાજર્ષિને વંદન કરવા માટે આવી. તેને નટી પ્રત્યે કંઈક ઈર્ષારૂપ વિષનો આવેશ ઉત્પન્ન થયો હતો. આથી તેણે કહ્યું: નીચ લોકની કથાથી સર્યું. ઉત્તમપુરુષો નીચ લોકની વાતને સ્વપ્નમાં પણ સાંભળતા નથી કે કરતા નથી. (૧૦૧૫) આ પ્રમાણે સૂક્ષ્મરાગથી અને સૂક્ષ્મદ્વેષથી તે બેએ નીચ આચાર કરાવે તેવા કર્મનો બંધ કર્યો. તે અપરાધની ખ્યાલપૂર્વક આલોચના કર્યા વિના તે બેનું મૃત્યુ થયું. ત્યારબાદ વૈમાનિક દેવોમાં તેમને ભોગોની પ્રાપ્તિ થઈ. સમય થતાં દેવલોકમાંથી ચ્યવન થયું. સૂરતેજનો જીવ કોઈક નગરમાં વણિક પુત્ર થયો. રાણીનો નટના ઘરે પુત્રી તરીકે જન્મ થયો. બંનેએ કળાઓનો અભ્યાસ કર્યો. (૧૦૧૬) બંને યૌવનને પામ્યા. વણિક પુત્રને બીજી કોઇપણ સ્ત્રી ઉપર રાગ થતો નથી. નટપુત્રીને બીજા કોઇપણ પુરુષ ઉપર રાગ થતો નથી. સમય જતાં ક્યારેક બંનેએ પરસ્પર એક-બીજાને જોયા. તેથી બંનેને પરસ્પર ન રોકી શકાય તેવો દૃષ્ટિરાગ થયો. પછી બંનેનો વિવાહ થયો. તેથી આ બેએ પરસ્પર અયોગ્ય સંબંધ કર્યો છે એવા અપવાદરૂપ નિંદા સર્વત્ર થઈ. નિંદાને ધ્યાનમાં લઈને તે બંને અન્ય દેશમાં જવા માટે ચાલી નીકળ્યા. અવસરે શુદ્ધ આચારવાળા સાધુઓનાં દર્શનથી તેમને પૂર્વે અનુભવેલ દીક્ષાનું સ્મરણ થયું. તેથી તે બેને ધર્મની પ્રાપ્તિ થઈ. (૧૦૧૭) इय थोवोवइयारो, एसो एयाण परिणओ एवं । सुद्धे पुण जोगम्मि, दुग्गयनारी उदाहरणं ॥१०१८॥ ___ इत्येवं स्तोकोऽप्यतीचारो रागद्वेषलक्षण 'एष' यः प्रागुक्तः एतयोः परिणत एवमनुचिताचारहेतुतया। तस्मात् सर्वथा शुद्धाचारपरेण मतिमता भाव्यमिति । अत्र शुद्धे पुनर्योगे समाचारे दुर्गतनारी वक्ष्यमाणलक्षणा उदाहरणं वर्तत इति ॥१०१८॥ ગાથાર્થ–ટીકાર્થ–આ પ્રમાણે આ બેનો આ રાગ-દ્વેષરૂપ નાનો પણ અતિચાર અનુચિત આચારના કારણ તરીકે પરિણમ્યો. તેથી મતિમાન પુરુષે સર્વથા શુદ્ધ આચારમાં
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy