SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૮૯ यदि 'सर्वथा' सर्वैरेव प्रकारैरयोग्येऽप्येकस्वभावतया तच्चित्रपर्यायाणां 'चित्रता' देशकालादिभेदेन निर्वाणगमनस्य, हन्दीति पूर्ववत्, वर्णितस्वरूपा। यदि हि भव्यता एकाकारा सती चित्रतया निर्वाणगमनस्य हेतुभावं प्रतिपद्यते तदा 'प्राप्नोति च' प्राप्नोत्येव 'तत्स्वभावत्वाविशेषाद्' अचित्रकजीवस्वरूपस्वभावत्वाविशेषात्, 'ननु' निश्चितमभव्यस्य निर्वाणगमनायोग्यस्य जन्तोः । अयमभिप्रायः-ऋषभादेर्निर्वाणकाले यः स्वभावः स चेन्महावीरस्यापि, तर्हि द्वयोरपि निर्वाणगमनकालैक्यं स्यात्, भव्यत्वभेदस्याभावात् । न चैवमभ्युपगम्यते । तस्मात् तत्कालायोग्यस्यैव ऋषभादेर्निर्वाणमित्यायातं, तथा च सत्यभव्यस्यापि निर्वाणं स्यात्, तत्कालायोग्यत्वस्याविशेषात् ॥१००८॥ ગાથાર્થ–ટીકાર્થ-જો ભવ્યત્વ એકસ્વરૂપવાળું હોવાના કારણે બધીજ રીતે અયોગ્ય હોવા છતાં પૂર્વોક્ત પ્રકારની વિચિત્રતા( દેશ-કાળાદિના ભેદથી મુક્તિગમનની વિચિત્રતા) સંભવિત હોય તો (તસ્પદાવવિશેષા=) અભવ્યમાં અચિત્ર અને એથી જ એક જીવ સ્વરૂપ સ્વભાવ સમાન હોવાથી અભવ્યને પણ મોક્ષની પ્રાપ્તિ થાય. જો ભવ્યત્વ એક સ્વરૂપવાળું હોવા છતાં વિવિધ રીતે મોક્ષગમનનું કારણ બને છે તો અભવ્યમાં અચિત્ર અને એથી જ એક જીવ સ્વરૂપ સ્વભાવ સમાન હોવાથી અભવ્યને પણ મોક્ષની પ્રાપ્તિ થાય. (અહીં તાત્પર્ય એ છે કે જો વાદીની દૃષ્ટિએ ભવ્યત્વ સમાન હોવા છતાં દેશકાળાદિના ભેદથી મુક્તિ થાય છે, તો ભવ્યજીવમાં અને અભવ્યજીવમાં જીવત્વ સમાન હોવાથી જેમ ભવ્યની મુક્તિ થાય તેમ મુક્તિમાં જવાને અયોગ્ય એવા અભવ્યની પણ મુક્તિ થવાનો પ્રસંગ આવે.) અહીં અભિપ્રાય આ છે–8ષભાદિના મોક્ષ કાળે ઋષભાદિનો જે સ્વભાવ છે તે જ સ્વભાવ મહાવીરનો પણ હોય તો બંનેનો મોક્ષકાળ સમાન થાય. કારણ કે બંનેના ભવ્યત્વમાં ભેદ નથી. તમારાથી ભવ્યત્વનો ભેદ સ્વીકારાતો નથી. તેથી તે કાળમાં મુક્તિમાં જવાને અયોગ્ય જ ઋષભાદિની તે કાળમાં મુક્તિ થાય એ આવીને ઊભું રહ્યું. એમ થતાં અભવ્યનો પણ મોક્ષ થાય. કારણ કે તે કાળમાં મુક્તિમાં જવાની અયોગ્યતા ભવ્ય અને અભવ્ય એ બંનેમાં સમાન છે. (૧૦૦૮) ૧. દેશ-કાળાદિના ભેદથી મોક્ષમાં જવાને અયોગ્ય.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy