SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૬ ઉપદેશપદ : ભાગ-૨ ધનુર્વિદ્યામાં લલિતાંગનો અતિશય જોયે છતે તેના ઉપર રાગ પ્રકટ થયો. આ અરસામાં અતિતીવ્ર કામથી પીડાયેલા કોઈક વિદ્યાધરે ઊડીને તેનું અપહરણ કર્યું. (૯૭૯) પછી જ્યોતિષ વિદ્યાના સ્વામીને જ્ઞાન થયું કે આ પુરંદરયશા જીવે છે અને અમુક સ્થાનમાં છૂપાવીને રખાઈ છે. વિમાનવિદ્યા જાણનાર રાજાએ વિમાન તૈયાર કર્યું. પછી ધનુર્વિદ્યાથી લલિતાગે વિદ્યાધરને જીતીને પાછી લઈ આવ્યો. આવેલી તુરત તે સર્પવડે ડસાઈ. ગારુડવિદ્યાને જાણનારે તેને સાજી કરી. આને કોની સાથે પરણાવવી. એમ પિતાને ચિંતા થઈ. જન્માંતર સંબંધી રાજપુત્રીને જે જ્ઞાન હતું તે અનુસાર રાજપુત્રીવડે અગ્નિમાં પ્રવેશ કરવા સ્વરૂપ આદેશ કરાયો. (૯૮૦) લલિતાગે તેનો સ્વીકાર કર્યો. પછી અગ્નિ પ્રકટાવાયે છતે ચિતામાંથી નીકળી પૂર્વ ખોદેલી સુરંગમાંથી નીકળી તેને પરણ્યો. ઈતિ પૂર્વની જેમ. માતા-પિતાને સંતોષ થયો. અને બીજાઓને બોધ આપ્યો કે રાજપુત્રી અનેકની સાથે કેવી રીતે પરણાવાય? પછી તેઓને ભોગો પ્રાપ્ત થયા. ક્યારેક શરદત્રઋતુનો વાદળ રચાયો. તેના સંબંધી વિચારણા થઈ. નિર્વેદ પામી બંનેએ તીર્થંકરની પાસે દીક્ષા લીધી. (૯૮૧) પછી ઇશાન દેવલોકમાં જન્મ થયો અને ભોગો પ્રાપ્ત થયા. ત્યાંથી આવીને દેવસેન નામનો રાજપુત્ર થયો. કળા ભણ્યો અને યુવાન થયો. પેલી ઉન્માદયંતી ચંદ્રકાંતા નામની વિદ્યાધર પુત્રી થઈ. તેને દેવસેનના ગુણો સાંભળવાથી રાગ થયો. (૯૮૨) તેનો દેવસેન ઉપર રાગ નહીં ઘટે છતે વિદ્યાધરો તરફથી તેની મશ્કરી થઈ. જેમકે-“ભૂચર મનુષ્ય આકાશગમનાદિ લબ્ધિથી રહિત હોય છે અને વિવાદિથી પણ અસમાન છે, આવો અસમાન પતિ તેના ચિત્તમાં વસે છે.” પ્રતિછંદમાં ચાંડાલણી છે એ પ્રમાણે નામ સ્થાપીને તેનું રૂપ બતાવવામાં આવ્યું તો પણ દેવસેનનો તેના ઉપરનો રાગ જાણીને રાજાએ વિવાહ કરી આપ્યો. (૯૮૩) ભૂમિચરના નગરમાં ગયેલી હોવા છતાં વિદ્યાધર સંબંધી પુષ્પ, તાંબુલ, વસ્ત્રો વગેરે પિતા વડે મોકલાવાયે છતે ભોગ થયો. પછી એક વખત સેવકોના પ્રમાદથી તાજા ફૂલો વગેરેની પ્રાપ્તિ ન થઈ ત્યારે પ્લાન ફૂલો વગેરેથી ભોગ કર્યો. સખીઓને હસવું આવ્યું કે તું પિતાને વહાલી નથી રહી નહીંતર પુષ્પાદિ માલ્ય આવું જ્ઞાન કેમ હોય? પછી તે સંવેગ પામી. અરિહંતનું આગમન થયું અને દીક્ષાની પ્રાપ્તિ થઈ. (૯૮૪) દેવસેન બ્રહ્મદેવલોકનો ઇંદ્ર થયો અને દેવલોકના ભોગો પ્રાપ્ત થયા. ત્યાંથી વીને રાજપુત્ર પ્રિયંકર ચક્રવર્તી થયો. અને આ ચંદ્રકાંતા મંત્રીપુત્ર થઈ. અતિશય પ્રીતિથી પરસ્પર ચિંતા થઈ કે આપણે બંનેનો કોઈક જન્માંતરમાં બંધાયેલો સ્નેહ હોવો જોઈએ.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy