SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૪૭૫ સર્વ ભુવનને સુવિસ્મય કરનારું એવું વ્રત સ્વીકારે છે. અને તે પણ મિત્ર તેની સાથે જ સમ્યમ્ વ્રતને સ્વીકારે છે. કાળથી કેવળજ્ઞાન મેળવીને બંને પણ મોક્ષને પામ્યા. ધર્મ વ્યાપારના અભ્યાસના વશથી પ્રતિભવમાં ક્ષીણ થતો છે મોહમલ્લ જેનો, વધતી છે કુશળ ક્રિયા જેઓની એવા તે બે મોક્ષને સાધનારા થયા. ગાથાનો શબ્દાર્થ-કોઈક પોપટે આશ્રમંજરીઓથી જિનેશ્વરના પ્રતિમાની પૂજા કરી હતી અને તેનું મરણ થયું અને તે કુંડલ સ્વપ્નથી સૂચિત રાજપત્નીનો પુત્ર થયો. તથા તેના જન્મ સમયે નાળ દાટવાને માટે ભૂમિને ખોદતા તેમાંથી નિધિ નીકળ્યો. તેનું નિધિકુંડલ એ પ્રમાણે નામ કરાયું અને કળા ભણ્યો. યૌવનને પ્રાપ્ત કર્યું. સ્ત્રી વિષે રાગી ન થયો. (૯૭૪) એ પ્રમાણે પોપટી પણ બીજા નગરમાં રાજપુત્રી થયે છતે જેના અસાધરણ ગુણો સાંભળવામાં આવ્યા છે એવા નિધિકુંડલ રાજપુત્રને છોડીને બીજા કોઈપણ પુરુષ ઉપર રાગી ન થઈ. તેણે પોતાના મનનો ભાવ છૂપાવી રાખ્યો. પછી વડીલજનને ચિંતા થઈ. પુરુષના અનુરાગને વિષે મંત્રીને જ્ઞાન થયે છતે સાંઢણીઓ ઉપર દૂતોને સર્વત્ર મોકલવામાં આવ્યા. નામ સ્થાપનાદિરૂપ પ્રતિછંદકોમાં આલેખાયેલા રાજપુત્રોનું દર્શન કરાવવામાં આવ્યું (૯૭૫) અને નિકિંડલને પણ સ્વપ્નમાં દર્શન થયે છતે તેના ઉપર રાગ થયો. અને તેની (નિધિકુંડલની) કીર્તિ સાંભળવાથી રાજપુત્રીને પણ તેના ઉપર રાગ થયો એમ અપિ શબ્દનો અર્થ છે, અર્થાત્ પરસ્પર રાગ થયો. ઇતિ શબ્દ છંદપૂર્તિ માટે વાપરવામાં આવ્યો છે. પ્રતિબિંબરૂપ (ચિત્ર)ના દર્શનથી જ્ઞાન થયે છતે કન્યાનું વરણ થયું. પછી કન્યાનો લાભ થયો. વિવાહ માટે જતા નિધિકુંડલનું અટવીની અંદર જતાં અશ્વથી હરણ થયું. ઈતિ શબ્દ પૂર્વની જેમ જાણવો. (૯૭૬) મંત્રના અર્થી કાપાલિકે પુરંદરયશાનું હરણ કર્યું અને ઘાતને માટે મંડલમાં સ્થાપિત કરી. એટલામાં નિધિકુંડલને પુરંદરયશાના દર્શન થયા અને તેનો છૂટકારો થયો અને સસરાને ઘરે જઈને વિવાહ કર્યો. ભોગો પ્રાપ્ત થયા અને કોઈક વખત પિતાનો વધ થયો. નિધિ કુંડલે રાજ્ય મેળવીને જિનમંદિર બંધાવ્યું અને તીર્થંકરની પાસે દીક્ષા લીધી. (૯૭૭) પછી સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો અને પત્નીની સાથે ત્યાં ભોગો પ્રાપ્ત થયા અને ત્યાંથી અવીને લલિતાંગ નામનો રાજપુત્ર થયો. કલા ગ્રહણ કરી અને યૌવન પ્રાપ્ત કર્યું. ઈતિ શબ્દ પૂર્વવત્ જાણવો. પુરંદરયશાનો જીવ રાજપુત્રી થયો. સ્વયંવર રચાયો અને તેમાં ઘણાં રાજપુત્રો આવ્યા. (૯૭૮). રાજપુત્રો ભેગાં થયા ત્યારે ચારે કળાસંબંધી પ્રશ્નો પૂછડ્યા. કેવી રીતે? તેને કહે છે– જ્યોતિષ-વિમાન-ધનુર્વિદ્યા અને ગરુડ વિદ્યામાં જેની વિશેષતા છે તે મને પરણશે. પછી
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy