SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૭: ઉપદેશપદ : ભાગ-૨ सत्थिमईए माहणधूया सहिया विवाहभेओत्ति । सुत्थासुत्थे चिंता, पहुणगमणे विसाओत्ति ॥९०२॥ पुच्छा साहण पावा, दूहव मा कुण करेमि ते गोणं । मूलिगदाणं गमणं, तीए अप्पत्तिय पओगो ॥९०३॥ गोणत्तं विदाणा, गोमीलणमन्नपासणण्णाए । कहणं मणुओ तीए, कह पुण मूलाए सा कत्थ ॥९०४॥ णग्गोहतले सवणं, णियत्तणा चिंत सव्वचरणंति । पत्ता मणुओ एवं, इह एसा धम्ममूलत्ति ॥९०५॥ ता आहेणं इहयं, उचियत्तेणमविरोहओ जत्तो । कायव्वो जह भव गोणविगमओ जीवमणुयत्तं ॥९०६॥ तोसा सासणवण्णो, पूजा भत्तीए बीजपक्खेवो । एवं णाणी बाहुल्लओ हियं चेव कुणइत्ति ॥९०७॥ एयारिसओ लोओ, खेयण्णो हंदि धम्ममग्गम्मि । बुद्धिमया कायव्वो, पमाणमिइ ण उण सेसोवि ॥९०८॥ હવે બીજા દૃષ્ટાંતને દશ ગાથાઓથી વિચારે છે– ગાથાર્થ–ટીકાર્ચ–એક રાજા હતો. તે અસંજ્ઞી તુલ્ય હતો, એટલે કે યોગ્ય-અયોગ્યનો વિચાર કરવામાં અસમર્થ હતો. એથી જ તે દેવ-ગુરુ-ધર્મ સંબંધી જે કંઈ સાંભળવા મળે તે સાંભળતો હતો. એથી દેવ-ધર્મ વગેરેનો વિભાગ કરીને કોઈ અમુક દેવ-ધર્મને સ્વીકારવામાં અસમર્થ હતો. તથા તેનો પરિવાર પણ કુશિક્ષણથી શિક્ષિત હતો. આમ છતાં તે સ્વભાવથી જ ધર્મમાં શ્રદ્ધાળુ હતો. (૮૯૯) એકવાર તેણે તેવા પ્રકારના અજ્ઞાન જૈન સાધુને જોયા. મુગ્ધ ધર્મશ્રદ્ધાળુ હોવાના કારણે તે સાધુ પ્રત્યે તેને આકર્ષણ થયું. આથી રાજા તે સાધુની અભુત્થાન વગેરે પૂજા કરવા લાગ્યો, અને વસ્ત્ર-પાત્ર-આદિનું દાન કરવા લાગ્યો. તે સાધુએ કોઇવાર રાજાની આગળ બૌદ્ધ વગેરે ધર્મનું ખંડન કર્યું. તે આ પ્રમાણે–અન્ય દર્શનીઓ સન્માર્ગ ઉપર દ્વેષ રાખે છે અને કુમાર્ગને આગળ કરે છે, અર્થાત્ કુમાર્ગનો ઉપદેશ આપે છે. તેમને ત્રણ-સ્થાવર વગેરે જીવોનું જ્ઞાન નથી, તથા ત્રણ-સ્થાવર વગેરે જીવોનું રક્ષણ કરવાના ઉપાયનું જ્ઞાન પણ નથી. આ સાંભળીને રાજાને મનમાં થયું કે આ સાધુ મૂર્ણ છે કે જે અન્યદર્શન પ્રત્યે ઈર્ષ્યાથી ભરેલો છે. આવા વિચારથી રાજા તે સાધુ પ્રત્યે વિરક્ત બની ગયો. (00)
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy