SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ ઉપદેશપદ : ભાગ-૨ સદા પ્રાયઃ અંતરાયભૂત જાણવું, અર્થાત્ આ જ અનુષ્ઠાન કરવું એવા આગ્રહના કારણે બીજું જે અનુષ્ઠાન ઉચિત હોય તે અનુષ્ઠાન થઈ શકતું નથી. (૮૯૫). છાત્રરત્નપરીક્ષાનું દૃષ્યત આ પ્રમાણે છે–કોઈ વિદ્યાર્થીએ સાંભળ્યું કે પત્નીના રત્નથી સંયુક્ત કંઠાભરણ વગેરે આભૂષણથી સંપત્તિની પ્રાપ્તિ થાય છે. આ સાંભળીને તે જીવનના બીજા ઉપાયોનો ત્યાગ કરીને રત્નની પરીક્ષામાં (=રત્નોને પરખવામાં લાગી ગયો. આથી તે ભોજન અને વસ્ત્રાદિથી ભ્રષ્ટ થયો. (૮૯૬). એ પ્રમાણે ધ્યાનથી મોક્ષ મળે છે” એવું સાંભળીને ધ્યાન સિવાયના ગુરુ વિનય, શાસ્ત્રાભ્યાસ વગેરે વિહિત અનુષ્ઠાનનો ત્યાગ કરીને કેવળ ધ્યાનમાં જ લાગેલો પણે અવશ્ય સર્વ ઉચિતથી ભ્રષ્ટ થાય છે. અહીં અભિપ્રાય આ છે–જેને ભોજન અને વસ્ત્રાદિનું સુખ સંપૂર્ણ છે તે પુરુષવિશેષ વૈભવની આકાંક્ષાથી રત્નની પરીક્ષામાં લાગે એ એના માટે યોગ્ય ગણાય. (પણ જેને ખાવા-પીવાનું અને પહેરવા-ઓઢવાનું સુખ પૂર્ણ નથી તે રત્નની પરીક્ષામાં લાગે છે તેના માટે યોગ્ય નથી) તે રીતે જેણે સાધુના સર્વ આચારોનું શિક્ષણ મેળવી લીધું છે, ધર્મધ્યાન-શુક્લધ્યાનને યોગ્ય સૂત્રાર્થનો સમ્યગુ અભ્યાસ કરી લીધો છે, તે સાધુને વિહિત અન્ય અનુષ્ઠાનને બાધા ન પહોંચે તેમ, પૂર્વે કહેલું જ ધ્યાન ઉચિત છે. શ્રાવકોને પણ વિહિત અન્ય અનુષ્ઠાનને બાધા ન પહોંચે તેમ યોગ્ય સમયે નમસ્કાર મહામંત્ર વગેરેનું ધ્યાન ઉચિત જ છે. (૮૯૭). પછી આચાર્યશ્રીએ રાણીને સાધુ-શ્રાવક ધર્મની પ્રરૂપણા રૂપ શુદ્ધ દેશના આપી. તેને દેશના પરિણમી. પછી તેણે અણુવ્રતાદિનો સ્વીકાર કર્યો. આ પ્રમાણે ગીતાર્થ પ્રાયઃ સ્વપરનું કલ્યાણ કરે છે. (૮૯૮). अथ द्वितीयज्ञातं गाथादशकेन भावयतिसंमुच्छिमपाओ सवणदुब्बलो चेव कोइ रायत्ति । उत्तमधम्माजोग्गो, सद्धो तह कुपरिवाओ य ॥८९९॥ रिसिमित्तदंसणेणं, आउट्टो पूयदाणनिरओत्ति । अण्णापोहाहिगरणकह विपरिणओ य मुक्खत्ति ॥९००॥ गीयनिवेयणमागम, तब्भावावगम पुच्छ किं तत्तं । अइगंभीरं साहह, जइ एवं सुणसु उवउत्तो ॥९०१॥ ૧. “કેવળ ધ્યાનમાં જ લાગેલો પણ” એ સ્થળે રહેલા પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે-જો કેવળ ધ્યાનમાં જ લાગેલો પણ અવશ્ય સર્વ ઉચિતથી ભ્રષ્ટ થાય છે તો પછી કેવળ રત્નની પરીક્ષામાં લાગેલો વિદ્યાર્થી સર્વ ઉચિતથી ભ્રષ્ટ થાય તેમાં તો શું કહેવું?
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy