SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ ઉપદેશપદ : ભાગ-૨ ટીકાર્થ–સામાન્યથી એટલે સમર્થ અને અસમર્થ વગેરેના ભેદ વિના જ સામાન્યથી. “મુમુક્ષુએ તપ-ધ્યાન વગેરે કરવું” એ વચનનો મુમુક્ષુએ છઠ્ઠ વગેરે તપ અને કાયોત્સર્ગ વગેરે કાયક્લેશ વગેરે કરવું એવો પદાર્થ ધાર્મિકલોકમાં પણ રૂઢ થયેલો છે. (૮૭૩) तुच्छावत्ताणंपि हु, एत्तो एयाण चेव करणं ति । अकरणमो दट्ठव्वं, अणिट्ठफलयंति वक्त्थो ॥८७४॥ 'तुच्छा' असमर्था बालवृद्धादिलक्षणाः, अव्यक्ताश्चागीतार्थास्तेषां, न केवलमितरेषामित्यपिशब्दार्थः, 'इतो' वचनादेषामेव षष्ठोत्सर्गादीनां करणं प्राप्तम्, तेषामपि मुमुक्षुत्वात् । इतिः प्राग्वत् । एतच्च तपोध्यानादिकरणमकरणं द्रष्टव्यं तुच्छाव्यक्तादीनाम्। कुतो? यतोऽनिष्टफलदं शक्त्यतिक्रमेण तपोध्यानादिकष्टानुष्ठानस्यार्त्तध्यानत्वेन तिर्यग्गत्याद्यशुभजन्महेतुत्वात् । इत्येष वाक्यार्थः ॥८७४॥ ગાથાર્થ–આ પદાર્થથી તો બાલ-વૃદ્ધ વગેરે અસમર્થોએ અને અગીતાર્થોએ પણ તપધ્યાન વગેરે કરવું તે નિશ્ચિત થયું. બાલ-વૃદ્ધો વગેરે અને અગીતાર્થો તપ-ધ્યાન વગેરે કરે એ ન કરવા રૂપ જ છે એમ જાણવું. કારણકે અનિષ્ટ ફળ આપનાર છે. આ વાક્યર્થ છે. ટીકાર્થ–“મુમુક્ષુએ તપ-ધ્યાન વગેરે કરવું” એ પદાર્થથી તો બાલ-વૃદ્ધ વગેરે અસમર્થોએ અને અગીતાર્થોએ પણ તપ-ધ્યાન વગેરે કરવું એ નિશ્ચિત થયું. કારણ કે તેઓ પણ મુમુક્ષુ છે. બાલ-વૃદ્ધો વગેરે અને અગીતાર્થો તપ-ધ્યાન વગેરે કરે એ ના કરવા રૂપ જ છે એમ જાણવું. કારણ કે એવા તપ-ધ્યાન વગેરે અનિષ્ટ ફળ આપે છે. શક્તિનું ઉલ્લંઘન કરીને કરેલ તપ-ધ્યાન વગેરે કષ્ટકારી અનુષ્ઠાન આર્તધ્યાનરૂપ છે, આર્તધ્યાનરૂપ હોવાના કારણે તિર્યંચગતિ વગેરે અશુભગતિમાં જન્મનું કારણ છે. આ વાક્યર્થ છે. “અગીતાર્થોએ પણ’ એ સ્થળે રહેલા પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છેકેવળ સમર્થોએ અને ગીતાર્થોએ જ તપ-ધ્યાનાદિ કરવું એમ નહિ, કિંતુ અસમર્થોએ અને અગીતાર્થોએ પણ તપ-ધ્યાનાદિ કરવું. (૮૭૪) आगमणीईए तओ, एयाणं करणमित्थ गुणवंतं । एसा पहाणरूवत्ति महावक्कत्थविसओ उ ॥८७५॥ 'आगमनीत्या' आगमानुसारेण यत एवं महान् दोषस्तत 'एतेषां' तपोध्यानादीनां करणमत्र धर्माधिकारे गुणवद् गुणावहम् । आगमनीतिश्चेयं-"तो जह न देहपीडा, न यावि चियमंससोणियत्तं च । जह धम्मझाणवुड्डी, तहा इमं होइ कायव्वं ॥१॥"
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy