SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૩૨૩ રૂઢ થયેલા છે. ધર્મના અર્થીએ પણ શક્ય હોય ત્યારે શૌચાચાર પાળવો જોઈએ પણ અશક્ય હોય ત્યારે નહીં એ શૌચાચારનો પરમાર્થ છે. તે દ્વિજવર! તમારી શ્રુતિમાં પણ આ પ્રમાણે કહેલું છે કે–વસ્તુના અવયવો, પાણીના બિંદુઓ, સ્ત્રીનું મુખ, બાળ અને વૃદ્ધો કયારેય પણ માખીઓની સંતતિથી દોષ પામતા નથી. દેવયાત્રા, વિવાહ, વ્યાકુલતા, રાજદર્શન, લડાઈ, દુકાનનો માર્ગ સ્પષ્ટ કે અસ્પષ્ટ દોષવાળું ગણાતું નથી. ભૂમિમાં રહેલું પાણી પવિત્ર છે વગેરે કહેવાયું છે તેનો તે કેમ વિચાર ન કર્યો? લૌકિકમાર્ગનો ત્યાગ કરીને અલૌકિક માર્ગમાં કેમ પડ્યો? આ પ્રમાણે પોતાની કરેલી ભૂલમાં ભાગ્યને દોષ કેમ આપે છે? આની વિશુદ્ધિને માટે સમ્યક્ પ્રાયશ્ચિત્તનો સ્વીકાર કર. આ પ્રમાણે વણિક વડે તેને કહેવાયું ત્યારે કપિલે સર્વ જ વાતને માની અને કોઈક વહાણવટી વડે બને પણ સ્વસ્થાનમાં લઈ જવાયા. તેથી હે રાજન્! જેમ તે મોહથી અશુચિના ભયથી અશુચિનું ભોજન કરવા લાગ્યો તેમ તું પણ દુઃખના ભયથી અતિ ભયંકર દુઃખના સમૂહમાં ન ઝંપલાવ. પાપથી દુઃખ મળે છે, અને પ્રાણીઓના ઘાતથી પાપ લાગે છે. બીજાનો ઘાત કરનારો પોતાના પ્રાણોનો ઘાત કરનાર કરતા પણ વધારે પાપી કહેવાયો છે. આ પ્રમાણે તારો અગ્નિમાં બળી મરવાનો વ્યવસાય અતિદુઃખનું કારણ છે. હે રાજન! વિવેકપૂર્વક સારી રીતે વિચાર કર, સર્વ કાર્યોમાં મુંઝા નહીં. પાપના ઉદ્ભવથી ઉત્પન્ન થતા દુઃખોનો પ્રતિકાર ધર્મથી ઉત્પન્ન થતું પુણ્ય છે. તેથી હે દુઃખભીરુ! જિનેશ્વરના ધર્મની આરાધના કર. જ્ઞાનથી જેનાવડે ભૂત અને ભવિષ્ય જોવાયું છે એવો હું જાણું છું કે અક્ષત દેહવાળી કલાવતીનો સંયોગ તને જલદીથી જ થશે. સુદીર્ઘકાળ પછી અભૂત પુણ્યોદયવાળા મનુષ્ય જન્મને મેળવીને રાજ્યને છોડીને અનવદ્ય પ્રવ્રજ્યાનો સ્વીકાર કર. તેથી હે રાજન્! મારા વચનથી એક દિવસ વિશ્વસ્થ થઈને રહે. વિશ્વાસ થયા પછી તેને જે ઉચિત લાગે તે કરજે. (૩૬૪) અને આ પ્રમાણે શીતળ અને મધુર જળથી ભરેલા મેઘની જેમ સૂરિના વચનથી મનમાં કંઈક શાંતિ પામેલો રાજા નગરની બહાર જ રહ્યો. સુપ્રશસ્ત મનવાળો સૂતેલો રાજા રાત્રિના પાછલા પહોરમાં ઘણાં પુણ્યથી પ્રાપ્ત થાય તેવા પ્રકારના સ્વપ્નને જુએ છે. તે આ પ્રમાણે-“સારી રીતે ફળેલી કલ્પવૃક્ષની કોઇક લતા કોઇપણવડે છેદાઈ અને પૃથ્વી ઉપર પડી અને કોઈક કારણથી ત્યાં જ ઊગી અને તેના ફળના વશથી શોભાના અતિશયને પામી જેથી સર્વલોકની આંખને સંતોષ આપનારી થઈ.” પછી રાજા પ્રભાતિક મધુર સ્વપ્નની વિચારણા કરે છે અને આ સ્વપ્ન અતિ અદ્ભૂત જણાય છે. ગુરુના વચનને યાદ કરતો સ્વયં જ હું ગુરુને પૂછીશ એમ વિચારણા કરીને પ્રભાતના કૃત્યો કરીને જલદીથી ગુરુની પાસે ગયો. ગુરુને વંદન કરીને સ્વપ્નને કહે છે. ગુરુએ પણ સમ્યગૂ વિચારીને જણાવ્યું કે, હે રાજન! તું કલ્પતરું છે. અને છિન્નતા તે વિયોગ પામેલી દેવી છે અને જેને પુત્રનો
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy