SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ ઉપદેશપદ : ભાગ-૨ અતિમધુર છે. વણિક કહે છે–તો મને તે ફળો બતાવ. પછી કપિલે જેટલામાં તે ફળો બતાવ્યા તેટલામાં ખડખડાટ હસતો વણિક બોલ્યોઃ અરે! આ તો પુરુષના મળના પિંડ છે. સૂર્યના કિરણોથી સુકાઈને આવા પિંડ થયા છે. આવા ફળો હોતા નથી. વણિકે કહ્યું: હે ભદ્ર! ખરેખર તું બળદના માર્ગે ચાલ્યો પણ શિષ્ટોના માર્ગે ન ચાલ્યો. આનું ભોજન કરતા તારા કેટલા દિવસો પસાર થયા? તે કહે છે– મને એક મહીનો થયો. વણિકે કહ્યું. આ અજ્ઞાનનું ફળ છે. પગને વિષ્ટાથી બચાવવા જતા તેં માથાને વિષ્ટાથી ખરડ્યું. અલ્પ અશુચિના સંગમાં ભય પામેલો તું અશુચિને આરોગવામાં રાગી થયો. સર્વલોકમાં પ્રસિદ્ધ છે કે શેરડીને ફળ હોતા નથી છતાં તેની શ્રદ્ધા નહીં કરતા તે પોતાને વિષ્ટાથી વટલાવ્યો. કપિલ પૂછે છે કે આવા પ્રકારનું મળ કોને હોય? વણિક કહે છે–મારા તારા જેવા મનુષ્યનું આ મળ છે. કપિલ કહે છે–તે તો અતિશય ઢીલું હોય છે. વણિક કહે છે–બહુ દિવસ પછી સૂર્યના તાપથી સુકાઈને આવો પિંડ બને છે. પછી અતિ મોટા વિષાદને પામેલો કપિલ પોક મૂકીને રડવા લાગ્યો. હે અનાર્ય! હે નિવૃણ! હે ભાગ્ય! તું મારો નિષ્કારણ વૈરી થયો. કારણ કે ધર્મકાર્ય કરનારો પણ હું તારાવડે વટલાવાયો. ખરેખર હું શુદ્ધ શૌચના યોગથી મુક્તિ આચારની સાધના કરીશ એમ માનીને સ્વજન-ધનના-સુખને છોડીને અહીં એકલો આવ્યો હતો. પરંતુ પાપી એવા તારા જેવા યમરાજના વશથી મારે કેવું થયું તે તું જો. ભાગ્ય પરાડ઼મુખ થાય ત્યારે જીવનો પુરુષાર્થ શું કામ કરે? આ હું કોને કહું? અથવા આની શુદ્ધિ માટે ક્યાં જાઉં? આ પ્રમાણે પશ્ચાત્તાપ કરતો કપિલ ફરી વણિક વડે કહેવાયો કે પોતાના હાથે કરેલા અપરાધમાં ભાગ્યને દોષ ન આપ. પ્રાજ્ઞપુરુષોએ જે શૌચની આરાધના કરેલી છે તે માર્ગને છોડીને તું ફૂટબુદ્ધિથી ભોળવાયો છે. તે મૂઢ! અતિ પવનથી જેમ ઝાડ ઉખડી જાય તેમ તું ફૂટબુદ્ધિથી ફેંકાઈ ગયો છે. આ પણ એક મહામોહ છે કે પાણીથી પાપ ધોવાય છે, સ્વર્ગ અને મોક્ષનું કારણ એવો ધર્મ સ્નાનથી થાય છે. પાણીથી શરીરનો મેલ ધોવાય છે, આત્માનો નહીં, જીવને લાગેલા સૂક્ષ્મ કર્મો પાણીથી કેવી રીતે ધોવાય? શરીરનું પ્રક્ષાલન કરવામાં આવે ત્યારે શરીર ઉપર લાગેલો બાહ્ય મેલ ધોવાય છે પણ પુણ્ય અને પાપરૂપી જીવને લાગેલો કર્મમળ પરિણામની વિશુદ્ધિથી ધોવાય છે. કપોળકલ્પિત પુરુષોવડે અશુચિમય શરીરના દોષો ઢાંકવા અને કંઈક વિભૂષા નિમિત્તે આ વિધિ પ્રવર્તાવાયો છે. દેવપૂજા વખતે શરીરનું શૌચ અવશ્ય કરવું જોઈએ એમ ઉપદેશેલું હોવાથી સ્નાન ધર્મને માટે થાય છે એમ પ્રસિદ્ધ થયું છે. સતત આહાર કરનારા તિર્યંચોની જેમ મનુષ્યો મર્યાદા વિનાના ન બની જાય તે માટે ભોજનને અંતે શૌચ વિધાન બતાવેલું છે. તથા હનજાતિઓમાં જન્મેલામાં આ અસ્પૃશ્ય છે એમ જાણીને જે ત્યાગ કરાય છે તેનું કારણ એ છે કે તેઓ પાપના ધંધા આચરે છે. અને કુલવાનો પણ પાપનો ધંધો કરતા ન થઈ જાય તે માટે છે. આ પ્રમાણે શૌચાચારમાં કારણના ભેદથી અનેક પ્રકારના આચરો
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy