SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ વિધિપૂર્વક એટલે વૈધે જે રીતે ઔષધ લેવાનું કહ્યું હોય તે રીતે ઔષધ લેવું, અપથ્ય આહારનો ત્યાગ, પથ્ય આહારનું સેવન, જે સમયે લેવાનું હોય તે સમયે લેવું, જેટલી વખત લેવાનું કહ્યું હોય તેટલી વખત ઔષધ લેવું વગેરે વિધિપૂર્વક. ૨૪ યુક્ત એટલે યોગ્ય. યોગ્ય એટલે વધારે–ઓછું ન લેવું. શુદ્ધ આજ્ઞાયોગમાં આની ઘટના આ પ્રમાણે છે સદા એટલે સર્વ અવસ્થામાં, અર્થાત્ તે તે દ્રવ્ય ક્ષેત્ર, કાળ, આદિ સર્વ અવસ્થામાં. આદરથી એટલે હાર્દિક શ્રદ્ધાથી, અર્થાત્ આ આજ્ઞાયોગથી મારા આત્માનું અવશ્ય હિત થશે એવી હાર્દિક શ્રદ્ધાથી. વિધિપૂર્વક એટલે જે ક્રિયા જ્યારે અને જે રીતે કરવાની કહી હોય, તે ક્રિયા ત્યારે અને તે રીતે કરવી વિગેરે વિધિપૂર્વક. યુક્ત એટલે યોગ્ય. જેને જે ક્રિયા યોગ્ય હોય તેણે તે ક્રિયા કરવી એ યુક્ત કહેવાય. જેમકે—સાધુ હોય તે સાધુને યોગ્ય ક્રિયા કરે. સાધુઓમાં પણ સ્થવિર કલ્પિક અને જિનકલ્પિક વગેરે અનેક ભેદો છે. તેમાં જેને જે ક્રિયા કરવાની આજ્ઞા હોય તેણે તે ક્રિયા કરવી જોઇએ. શ્રાવકોમાં પણ દેશવિરતિ શ્રાવક અને સમ્યગ્દષ્ટિ શ્રાવક વગેરે ભેદો છે. તેમાં જેને જે ક્રિયા ક૨વાનું વિધાન હોય તેણે તે ક્રિયા કરવી જોઇએ. (૩૮૯) एत्तो उ अप्पमाओ, भणिओ सव्वत्थ भयवया एवं । इहरा ण सम्मजोगो, तस्साहय सोवि लूहोत्ति ॥ ३९० ॥ ‘इतः' शुद्धाज्ञायोगस्यौषधज्ञातेनाशुभानुबन्धव्यवच्छेदकत्वादेव हेतोरप्रमाद्द उपयुक्तभावरूपो ' भणितः सर्वत्र' साधु श्रावकप्रयोगे चैत्यवन्दनादावनुष्ठाने 'भगवता' तीर्थकृता एवमशुभानुबन्धव्यवच्छेदकत्वेन । 'इतरथा' ऽशुभानुबन्धव्यवच्छेदाभावे 'न' नैव 'सम्यग् योगः' शुद्धाज्ञालाभलक्षणोऽप्रमाद एव न भवतीति भावः । नहि कारणं स्वकार्यमनुत्पादयत् सत् कारणभावं लभते, इत्यशुभानुबन्धेऽव्यवच्छिद्यमाने तत्साधकत्वेन शुद्धाज्ञालाभलक्षणोऽप्रमादो निरूप्यमाणः स्वं स्वभावं न लब्धुमलम् । एवं तर्हि बहवः शुद्धाज्ञायोगवन्तोऽशुभानुबन्धाव्यवच्छेदेऽपि व्यावर्ण्यमाना उपलभ्यन्ते, तत्कथं न दोष? इत्याह-' तस्साहय'त्ति विभक्तिलोपात् तत्साधकः पारम्पर्येणाशुभानुबन्धव्यवच्छेदहेतुशुद्धाज्ञायोगसाधकः सन् सोऽप्यानन्तर्येणाशुभानुबन्धाव्यवच्छेदहेतुराज्ञायोगो लब्धोऽभिमत इति । यदा हि अद्याप्यतिनिबिडोऽशुभानुबन्धोऽतीव्रश्चाज्ञायोगः, तदाऽसौ तं सर्वथा व्यवच्छेद्यमपारयन्नपि सर्वथा तदुच्छेदकतीव्राज्ञायोगकारणभावापन्नतया सुन्दर एवेति ॥ ૧. આ ઘટના ટીકામાં નથી. સ્વયં વિચારીને લખી છે.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy