SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ ઉપદેશપદ : ભાગ-૨ આ પ્રમાણે થયે છતે ગાથાર્થ—અથવા આ જ શુદ્ધાજ્ઞાયોગ કેટલાક જીવોના અશુભાનુબંધના વિચ્છેદનું કારણ કેમ થાય છે? તેથી શુદ્ધાજ્ઞાયોગથી અશુભાનુબંધનો વિચ્છેદ થાય છે એમ કહેવું તે પરસ્પર વિરુદ્ધ જણાય છે. તેથી તમારું કહેલું કેવી રીતે ઘટે એમ હું વિચારું છું. ટીકાર્ય–આ જ શુદ્ધાશાયોગ કેટલાક જીવોના અશુભાનુબંધના વિચ્છેદનું કારણ કેમ થાય છે? (બધા જીવોના અશુભાનુબંધના વિચ્છેદનું કારણ કેમ થતું નથી?) બધા જીવોના અશુભાનુબંધના વિચ્છેદનું કારણ બનતું ન હોવાથી શુદ્ધાજ્ઞાયોગથી અશુભાનુબંધનો વિચ્છેદ થાય છે એમ કહેવું તે પરસ્પર વિરુદ્ધ જણાય છે. કારણ કે જે વસ્તુઓ જે કાર્ય કરનારી હોય તે વસ્તુઓ તે કાર્યને ન પણ કરે એવું બનતું નથી. જેમકે વૃક્ષ છાયા રૂપ કાર્યને કરે છે તો વૃક્ષ છાયાને ન પણ કરે એવું બનતું નથી. જો એવું બને તો કાર્ય-કારણની જે વ્યવસ્થા થયેલી છે તે વ્યવસ્થાના વિલોપનો પ્રસંગ આવે. (૩૮૮). अत्र समाधिमाहभण्णइ जहोसहं खलु, जत्तेण सया विहाणओ जुत्तं । तह वोच्छिंदइ वाहिं, ण अण्णहा एवमेसोवि ॥३८९॥ . भण्यते उत्तरमत्र यथौषधं त्रिफलादि, खलुरवधारणे, यत्नेनादरेण 'सदा' सर्वावस्थासु 'विधानतः' तदुचितान्नपानादिसेवनरूपाद् ‘युक्तं' हीनाधिकमात्रापरिहारेण समुचितं, तथेति विशेषसमुच्चये, ततो यत्नेन सदा विधानतो युक्तं च समुपजीव्यमानं सद् रोगिणा व्यवच्छिनत्ति 'व्याधिं' कण्डूप्रभृतिकम्, 'न' नैवान्यथोक्तक्रमव्यतिक्रमे। एवमौषधवद् एषोऽशुद्धाज्ञायोगोऽशुभानुबन्धव्याधिमिति ॥३८९॥ અહીં સમાધાનને કહે છે ગાથાર્થ–અહીં ઉત્તર કહેવામાં આવે છે–જેવી રીતે ત્રિફળા વગેરે ઔષધ સદા, આદરથી, વિધિપૂર્વક અને યુક્ત લેવામાં આવે તો જ કંડું વગેરે રોગનો નાશ કરે છે, અન્યથા રોગનો નાશ ન કરે. તેવી રીતે શુદ્ધ આજ્ઞાયોગ પણ (સદા, આદરથી, વિધિપૂર્વક અને યુક્ત હોય તો) અશુભાનુબંધ રૂપ રોગનો નાશ કરે છે. ટીકાર્થ–સદા એટલે સર્વ અવસ્થામાં. આદરથી એટલે હાર્દિક પ્રેમથી. (=શ્રદ્ધાથી). ૧. જેમાં સદા શરીરે ખણવાની ઇચ્છા રહ્યા કરે તેવો રોગ.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy