SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૫ ઉપદેશપદ : ભાગ-૨ તથા વિરૂપભાવનું કારણ દેવતાનો પ્રભાવ છે એમ જણાવ્યું. પ્રકટિત થયેલા તીવ્ર સંવેગની ભાવનાથી ભાવિત રાજા વગેરે લોકોને જલદીથી વિષય વિરાગ થયો. લોકોને અત્યંત આનંદદાયક મોટા મહોત્સવથી બધાએ દીક્ષા લીધી અને ક્રમથી સિદ્ધિગતિને પામ્યા. આ પ્રમાણે અકરણનો નિયમ સ્વયં અનાચારના ત્યાગનું કારણ છે અને બીજા ઘણાંઓને પણ કારણ બને છે એમ આ ઉદાહરણથી જાણવું. આ કથાનકની સંગ્રહ ગાથાઓના શબ્દાર્થનો વિસ્તાર કથાનકથી જ જણાઇ જતો હોવાથી અતિવિસ્તારના ભયથી અહીં કર્યો નથી. (૬૯૭-૭૨૮) રતિ-બુદ્ધિ-રિદ્ધિ-ગુણસુંદરીઓનાં કથાનકો પૂર્ણ થયાં. इत्थं देशविरतिमपेक्ष्याकरणनियमज्ञातान्यभिधाय सर्वविरतौ तद्वैशिष्ट्यमभिधित्सुराह— देसविरइगुणठाणे, अकरणणियमस्स एव सब्भावो । सव्वविरइगुणठाणे, विसिट्ठतरओ इमो होइ ॥ ७२९ ॥ 'देशविरतिगुणस्थाने' यावज्जीवं परपुरुषपरिहारलक्षणेऽकरणनियमस्योक्तलक्षणस्यैवं रतिसुन्दर्यादिशीलपालनन्यायेन 'सद्भावः' सम्भव उक्तः । देशविरतिगुणस्थानकेऽपि पापाकरणनियमः सम्भवतीत्यर्थः । 'सर्वविरतिगुणस्थानके' यावज्जीवं समस्तपापोपरमलक्षणो 'विशिष्टतरको' देशविरत्यकरणनियमापेक्षयाकरणनियमो મતિ ૭૨૧॥ આ પ્રમાણે દેશવિરતિની અપેક્ષાએ અકરણનિયમનાં દૃષ્ટાંતો કહીને હવે સર્વવિરતિમાં તેની વિશેષતાને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે– ગાથાર્થ—આ પ્રમાણે દેશવિરતિગુણસ્થાનમાં અકરણનિયમનો સંભવ કહ્યો. સર્વવિરતિ ગુણસ્થાનમાં અકરણનિયમ વધારે ચઢિયાતો હોય છે. ટીકાર્થ—આ પ્રમાણે—રતિસુંદરી આદિના શીલપાલનના દૃષ્ટાંતથી. દેશવિરતિગુણસ્થાનમાં=જીવનપર્યંત પરપુરુષના ત્યાગરૂપ દેશવિરતિ ગુણસ્થાનમાં. અકરણનિયમનું લક્ષણ પૂર્વે (ગાથા-૬૯૨) કહ્યું છે. આમ દેશવિરતિગુણસ્થાનમાં પણ પાપ અકરણનિયમ સંભવે છે. સર્વવિરતિગુણસ્થાનમાં=જીવનપર્યંત સર્વપાપોથી વિરામ પામવા રૂપ સર્વવિરતિ ગુણસ્થાનમાં.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy