SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ ઉપદેશપદ : ભાગ-૨ અભ્યત્થાન ન કર્યું, અને જરા પણ ઇક્યો નહીં, શ્રીમંતની સ્ત્રીવડે જેમ રાંકડો પ્રાર્થના કરાતો નથી તેમ તેઓ વડે તે રાજા પ્રાર્થના ન કરાયો. હવે રાજા તેઓના રૂપને જુએ છે તો બધી અગ્નિની જવાળાથી પિંગરા કરાયેલી વાળવાળી દેખાઈ. પછી અતિ ચિપટાનાકવાળી, ચિંથરેહાલ મલિન વસ્ત્રવાળી, બિલાડીના આંખો જેવી માંજરી આંખોવાળી, વાંકાચૂકા દાંતવાળી, લાંબા હોઠવાળી, વાંકામુખવાળી, ક્ષણિયૌવનવાળી, તુચ્છ, રસી ઝરતા પગવાળી, અતિબિભત્સ, રાગીઓના પણ રાગ હરવામાં દક્ષ એવી તેઓને જોઇને અત્યંત નિરાનંદ થયેલો રાજા વિચારે છે કે શું આ ઇદ્રજાળ છે? શું આ મતિમોહ છે? અથવા શું હું સ્વપ્નને જોઉં છું? અથવા શું આ દેવાયા છે? અથવા શું મારા પાપનો પ્રભાવ (ઉદય) છે? અહોહો! મોટું આશ્ચર્ય છે જે મેં કયારેય પણ જોયું કે સાંભળ્યું નથી કે આઓનું તેવા પ્રકારનું રૂપ ક્ષણથી કયાં ગયું? (૮૪) - હવે આ વૃત્તાંતને જાણીને ત્યાં એકાએક મહાદેવી' આવી. પ્રકટિત કરાયો છે સ્નેહરૂપી કૂવો જેનાવડે એવી મહાદેવી આ પ્રમાણે બોલવા લાગી–હે અનાર્ય! પાત્ર વિશેષને ઓળખ્યા વિના તું રાજપુત્રીઓની અવગણના કરીને આવા પ્રકારની નિંદનીય અધમ સ્ત્રીઓ વિષે રાગ કરે છે તે આશ્ચર્ય છે. તે કુળના કલંકને વિચારતો નથી. પરસ્ત્રીમાં આસક્ત થતો ગુણને ઓળખતો નથી. આ પ્રમાણે નિર્મર્યાદ બની મને છોડીને પરસ્ત્રી પાછળ કેમ દોડે છે? આમ ઘણા પ્રકારે રાણીએ રાજાને ઠપકો આપ્યો. લજ્જાથી શરમિંદો થયેલો તુરત જ વિનયંધરની પ્રિયાઓને છૂટી કરે છે. રજા આપ્યા પછી તેઓનું સ્વાભાવિક રૂપ જોયું. આવું આશ્ચર્યકારી કાર્યનું કારણ જાણવાની જિસાજ્ઞાથી હંમેશાં ચિંતાતુર રહે છે. (૮૯) હવે કોઈક દિવસે તેણે સાંભળ્યું કે સમ્યજ્ઞાનની સંપદાનું ઘર એવા શૂરસેન નામના આચાર્ય ભગવંત નગરના રમ્ય ઉદ્યાનમાં સમોવસર્યા છે. પછી પ્રમોદને ધરતો નગરવાસીઓ અને સેવકજનથી યુક્ત રાજા વંદન માટે ચાલ્યો અને અતિહર્ષિત થયેલો વંદન કરીને તેમની આગળ બેઠો. ભગવાને મોહરૂપી કંદને દળનારી ધર્મકથા કહેવી શરૂ કરી. પછી અવસરને મેળવીને રાજાએ પૂછ્યું: હે ભગવન્! આ વિનયંધરે પૂર્વભવમાં કયું અસાધારણ સુકૃત કર્યું છે જેને લીધે દેવીઓના રૂપને જીતી લેનારી કન્યાઓને મેળવી છે? આ પ્રમાણે રાજાવડે પ્રશ્ન પૂછાયે છતે નગરવાસીઓ, પ્રિયાઓ સક્તિ વિનયધર સર્વે કૌતુક સહિત ગુરુવચન સાંભળવા એકાગ્ર થયા. પછી દેવદુંદુભિ જેવો સ્વર છે જેનો, પર્ષદામાં ઉત્પન્ન કરાયો છે ઘણો પરિતોષ જેનાવડે, પરહિતકારી કેવલી મહર્ષિ યથાસ્થિત ભાવોને બતાવે છે. વિનયંધરનો પૂર્વભવ કહ્યા પછી તેની સ્ત્રીઓનો પૂર્વભવ બતાવ્યો. ૧. મહાદેવી પટરાણી.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy