SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ પોઢેલા રાજાએ આશ્વાસ રૂપી દ્વીપ સમાન તેઓને મેળવવા માટે આવા પ્રકારનો ઉપાય શોધી કાઢ્યો. નગરવાસીઓને વિશ્વાસમાં લઇને અને વણિકનો દોષ ઉત્પન્ન કરીને બળાત્કારથી તેઓને ગ્રહણ કરું જેથી હું લોકમાં નિંદનીય ન થાઉં. (૪૪) ૨૯૨ એ પ્રમાણે નિર્ણય કરીને ખાનગીમાં પુરોહિતને કહ્યું કે તું કપટ સ્નેહથી વિનયંધરની સાથે મૈત્રી કર અને પછી ભૂર્જપત્ર પર આ ગાથા તેના પોતાના હાથે જલદી લખાવીને તે ન જાણે તેમ મને ગુપ્ત રીતે અર્પણ કરજે. તે ગાથા આ પ્રમાણે છે– હે મૃગાક્ષી! હે રતિવિચક્ષણી! આજે અભાગી એવા મને તારો વિયોગ થયો છે, તે ચાર યામવાળી રાત્રિ મને હજા૨ યામ (પહોરવાળી) થઇ છે. બટુકે તે પ્રમાણે જ કર્યું. રાજાએ નગરવાસીઓને જણાવ્યું કે દેવીની ગંધપુટિકામાં વિનયંધરે આ ભૂર્જપત્ર મોકલ્યો છે તેથી હે નગરવાસીઓ! લિપિની પરીક્ષા કરીને, નિશ્ચય કરીને મને કહો કે આ ભૂર્જપત્ર કોના વડે લખાયેલો છે. પાછળથી તમે એવું ન બોલશો કે રાજાએ અન્યાય કર્યો છે. તેઓએ પણ માન્યું તે ‘દૂધમાં પોરા ન હોય' તો પણ સ્વામીનો આદેશ માથે ચડાવવો જોઇએ એમ કહીને લિપિની પરીક્ષા કરી. હસ્તાક્ષર જોઇને લિપિનો સંવાદ કર્યો, એટલે કે આ ભૂર્જપત્ર વિનયંધર વડે સ્વહસ્તે લખાયેલો છે એવો નિર્ણય કર્યો. અને લોક ઘણો વિષાદ પામ્યો. જો કે લિપિ સંવાદ છે છતાં તે મુજબનું આચરણ આમાં કોઇ રીતે ઘટતું નથી. વળી બીજું– જે ભયરહિત સુખપૂર્વક સુંદર અંગુરના બગીચામાં ચારો ચરે છે તે હાથી શરીરમાં કાંટા ભોંકાય તેવા કેરડાના વનમાં રમતો નથી. વળી બીજું પણ—સાપ જેમ આસોપાલવ વૃક્ષના સંગથી ઝેરને ઓકી દે છે તેમ તે પાપી પુરુષ તે ધન્યની (વિનયંધરની) મંડળીમાં મુહૂર્ત માત્ર વસે તો પણ પાપને છોડી દે છે. તેથી આ વિષયમાં દેવ પરમાર્થપૂર્વક સમ્યગ્ વિચારે કોઇપણ દુષ્ટ અસંભવનીય વસ્તુને સંભવિત કરી છે. નિર્મળ પણ સ્ફટિક રત્ન ઉપાધિના વશથી કૃષ્ણવર્ણવાળું થાય છે. દુર્જનના સંગથી સજ્જન પણ નિંદાય છે. (૫૫) નગરવાસીઓએ આ પ્રમાણે કહ્યું ત્યારે નગરવાસીઓના બચાવને નહીં ગણકારતો હાથીની જેમ મર્યાદારૂપી આલાન સ્તંભને ઉખેડીને અસમંજસ કરવા પ્રવૃત્ત થયો અને સેવકોને કહે છે—અરે! અરે! તેની સ્ત્રીઓને બળાત્કારથી અહીં પકડી લાવો, પરિવારને અત્યંત બહાર કાઢીને ઘરને સીલ (મુદ્રા) મારો. વળી કે નગરવાસીઓ! તમે વિરુદ્ધકાર્યમાં પક્ષપાતવાળા થયા છો, તેને મારી પાસે શુદ્ધિ કરાવો તો જ છોડીશ. આ પ્રમાણે કૃપણવડે ધમકાવાયેલા યાચકો નિરાશ થઇ ઘરમાંથી ચાલ્યા જાય તેમ રાજાવડે ઘણાં કઠોરવાણીથી ધમકાવાયેલા નગરવાસીઓ ક્ષણથી અત્યંત ખિન્ન થયા. (૫૯)
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy