SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૯૧ શ્રેષ્ઠ સ્ત્રીને પૃથ્વીની જેમ ભોગવે છે ત્યારે નગરવાસીઓમાં ચર્ચા થઈ કે આ નગરમાં કોણ સૌથી શ્રેષ્ઠ સુખી અને તંદુરસ્ત છે? કયારેક આ પ્રમાણે વાર્તા તેની સભામાં પ્રવૃત્ત થઈ. એટલે કોઈક બ્રાહ્મણે કહ્યું. આ નગરમાં સુખીઓમાં શિરોમણિ અત્યંત ધીમાન, વિનયંધર નામનો શ્રેષ્ઠ વણિકપુત્ર છે જેની પાસે ધનદની જેમ ધન છે, જેની પાસે કામદેવની જેમ લોકને મોહ પમાડે તેવું રૂપ છે, દેવગુરુની જેમ જેનું વિજ્ઞાન વિદ્વાનજનને આનંદદાયક છે. તથા તેને દેવ-ખેચરની સ્ત્રીઓના સૌંદર્યને હસી કાઢનારી ચાર ઉત્તમ સ્ત્રીઓ છે. જેની આજ્ઞાનું પાલન કરવા તત્પર એવું મુખ કમલ પણ પુલક્તિ થાય છે, અર્થાત્ લોક આ વિનયંધર કોઈક કાર્ય ફરમાવે એવી અપેક્ષા રાખે છે. રાજાએ કહ્યું છે અનાર્ય! વણિયાની સ્ત્રીઓના વર્ણવાદ કરીને દેવ-ખેચર અને રાજાઓની સ્ત્રીઓની હલના ન કર. પહેલાએ કહ્યું: અહો! વાણિયાની સ્ત્રીઓની પ્રશંસા કરવાથી અહીં દેવીઆદિની હીલના કેવી રીતે થાય? અથવા સર્વનગરીમાં સુપ્રસિદ્ધ તેઓનું આ સ્વરૂપ જ જણાવ્યું છે પણ અતિશયોક્તિ નથી કરી. દેવ અને દાનવોની સ્ત્રીઓ તેવા પ્રકારના રૂપને માટે માનતાઓ માને છે અને તેવા પ્રકારની સ્ત્રીઓના અર્થી બનેલા યુવાનો પણ માનતાઓ માને છે. પોતાના રૂપનો મદ ઓગળી ગયો છે એવી સર્વ કામિનીઓ તેઓના ચંક્રમણ, લાલિત્ય, વચનવિન્યાસની હર્ષપૂર્વક પ્રશંસા કરે છે. આ પ્રમાણે તેઓની ઘણા પ્રકારે થતી પ્રશંસાને સાંભળીને ભવિતવ્યતાના વશથી રાજા રાગાતુર થયો. બીજાના મુખથી પ્રશંસા કરાયેલ નિર્ગુણીઓ વિશે પણ જીવો જેવા રાગવાળા થાય છે તેવા રાગવાળા સદ્ભૂત ગુણસમૃદ્ધ પણ લોકને જોવા છતાં નથી થતા, આ જગતની સ્થિતિ છે. જો કે રાજા ધર્મબુદ્ધિવાળો છે તો પણ તે ક્ષણથી અધર્મબુદ્ધિ થયો. ગર્વથી મૂઢ થયેલા કોને વિપરીતપણું નથી થતું? એક બાજુ નિર્મળ કુળ નિંદાવાય છે અને બીજી બાજુ કામદેવ ચિત્તને બાળે છે તેથી દુપ્તટી અને વાઘની વચ્ચે રહેલાની જેમ દુઃખી થયો. કુવિકલ્પરૂપી લહરીઓમાં તણાતો અને ચિંતારૂપી મહાસાગરના ખોળામાં ૧. પૃથ્વીના પક્ષમાં–સારી રીતે પ્રતિષ્ઠિત થઈ છે સીમાઓ જેમાં, દેશ, નગર, ગ્રામોથી ઉપશોભિત એવી પૃથ્વીને ભોગવતો રાજા. ૨. તેવા પ્રકારના એટલે વિનયંધરની ચારેય સ્ત્રીઓને જેવું રૂપ છે તેવું. ૩. દુHટી-વ્યાધ્ર ન્યાય-એક બાજુ બે કાંઠે પૂર આવેલી નદી હોય અને બીજી બાજુ વાઘ હોય ત્યારે કોઇપણ બાજુ જતા મુશ્કેલી ઉભી છે. નદીમાં પડે તો પૂરમાં તણાય જાય. વાઘ બાજુ ચાલે તો વાઘ ભક્ષણ કરી જાય બંને બાજુ મરણ નિશ્ચિત છે. તે વખતે જેવું દુઃખ થાય તેવું દુઃખ રાજા અનુભવે છે. કારણ કે તેની વાતનો સ્વીકાર કરે તો પોતાનું અંતઃપુર હલકું સિદ્ધ થાય અને સ્વીકાર ન કરે તો કામ સંતાપ શાંત ન થાય. એટલે ઉભયપક્ષે સંકટ છે.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy