SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ચંપાનગરીમાં કંચનશ્રેષ્ઠીની પ્રિયા વસુધારા, કુબેરની પ્રિયા પદ્મિની, ધરણની પ્રિયા મહાલક્ષ્મી અને પુણ્યસારની પ્રિયા વસુંધરાની વિશાળ કુક્ષિ રૂપી છીપોમાં મુક્તામણિની જેમ નિર્મળ સુચરિત્રવાળી પુત્રીઓ થઇ. તેઓના અનુક્રમે તારા, શ્રી, વિનયા અને દેવી એ પ્રમાણે નામો પાડવામાં આવ્યા. તેઓ પોતાના કુળમાં ગૌરવભૂત થઇ. વિકસિત કમળ જેવી આંખોવાળી કમળની જેમ શોભાવાળી થઇ. સુખે સુખે કળાઓને ભણી. લાવણ્યથી ચંદ્રની કળાને ઝાંખી પાડી. ક્રમથી લોકને મોહક એવી તરુણીઓ થઇ. પૂર્વના ભવની જેમ પવિત્ર શીલવાળી થઈ. આ ભવમાં પરસ્પર ઘણાં સ્નેહથી પૂર્ણ થઇ. પૂર્વની જેમ પરસ્પર અમંદ સ્નેહથી પૂર્ણ, શ્રાવકકુળમાં જન્મેલી, પ્રાપ્ત કરાયો છે શ્રેષ્ઠવિરતિ ધર્મ જેઓ વડે જિનેશ્વરને દાન આપવાથી પૂર્ણ થઈ છે ગુણની શૃંખલાઓ જેઓની એવી તે પુત્રીઓ આકર્ષિત કરીને વિનયંધર નામના વણિક પુત્રવડે પરણાઇ. (૯) પણ આ વિનયંધર વણિકપુત્ર કોણ છે? તેને કહે છે– ૨૮૯ આ ભરતક્ષેત્રમાં વિખ્યાત ગજશીર્શ નગરમાં રાજ્યધુરાને વહન કરવામાં સમર્થ એવો વિચારધવલ નામનો રાજા હતો. આ રાજાને ઉદારચિત્તવાળો, દયાદિ ગુણથી યુક્ત, સતત પરોપકારી, અત્યંત પાપનો ત્યાગી એવો એક શ્રેષ્ઠ સ્તુતિ પાઠક હતો. પણ ઉદારતાના ગુણથી તે હંમેશા નિયમપૂર્વક મનોજ્ઞ પણ ઉચિત અશનાદિનું દાન આપીને પછી ભોજન કરતો હતો. હવે કોઇક દિવસે તેણે બિંદુ નામના ઉદ્યાનમાં પ્રતિમામાં રહેલા મેરુપર્વત જેવી સ્થિરમૂર્તિ ઉત્સર્પિણીના નવમા જિનેશ્વરને જોયા. તેના રૂપ, સૌમ્યલક્ષ્મી અને સુંદર તપ ચારિત્રને જોઇને અત્યંત હર્ષના વશથી આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યો–અહો!' તેનું શરીર કેવું અપ્રતિમ છે! અહો! તેનો અંગ. વિન્યાસ કેવો ઉત્કટ છે! અહો! તેની તેજ લક્ષ્મી કેવી અનુપમ છે! અહો! તેના લાવણ્ય રૂપી ઉદ્યાનની સુંદરતા કેવી અદ્ભુત છે! અહો! તેના બે આંખોની સૌમ્યતા કેવી અદ્ભુત છે! અહો! પેટ ઉપર ત્રિવલિ કેવી અદ્ભુત છે! અહો! તારા ધર્મ ચારિત્રનું બળ કેવું છે! અહો! તારી આંખોનું તેજ કેવું અદ્ભુત છે! હે પ્રભુ! આપના બે કાન કેવા મનોહર છે! આ આ આર્ય વારંવાર સેવવા યોગ્ય છે. હે પરમાત્મા! મને આશ્ચર્યકારી બોધ આપો. (૧૪) ૧. વધુ...રેડ ત્યાં સુધીના શ્લોકો મને બરાબર સમજાયા નથી છતાં સ્થાન શૂન્ય ન રહે તે માટે અહીં કાંઇક પ્રયાસ કર્યો છે. સુશો ભૂલો સુધારી લે એવી વિનંતિ છે. –મુનિશ્રી સુમતિશેખરવિજયજી.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy