SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ ઉપદેશપદ : ભાગ-૨ સચેતન છે. તે વખતે આ ખરેખર કાળદષ્ટિ સર્પથી ડંસાયેલો છે તેથી વૈદ્યોએ હાથ હેઠા મૂક્યા. પછી વેદરુચિ નિરાશ થયો અને પુણ્યશર્મા પણ નિરાશ થયો. એટલીવારમાં જળકળશથી વ્યગ્ર છે હાથ જેના એવી ગુણસુંદરીએ એકાએક આ પ્રમાણેના વચનને બોલી પાણી છાંટ્યું, “હજુ સુધી પણ શરીરમાં શીલસંપત્તિ નિષ્કલંક વર્તે છે તો આ મારો ભાઈ હમણાં જલદીથી નિર્વિષ થાય.” આ પ્રમાણે બોલીને ત્રણવાર સિંચન કર્યું. ત્યારે તે ક્ષણાદ્ધમાં નિર્વિષ થયો. આશ્ચર્યચકિત લોક બોલી ઊઠ્યો જગતમાં શીયળ જયવંતુ છે. મહાસતી જય પામો એમ બોલતો નગરનો લોક ભેગો થયો. લોક કુસુમાંજલિ અને અક્ષતાદિથી તેની પૂજા કરવા લાગ્યો. વેદરૂચિએ કહ્યું: અરે! અરે! મને અત્યંત વિસ્મય થાય છે. આ શું વૃત્તાંત છે? મને વૃત્તાંતની સમજ પાળો. લોકે કહ્યું: હે બ્રાહ્મણ! ગાડિકોનો પણ અવિષય એવો તું જાણે બે પ્રહર સુધી જન્માંતરને પામ્યો હતો. આ તારી બહેને ચમત્કાર સર્જી પોતાના શીલના પ્રભાવથી તને જીવાડ્યો છે તેથી આ મહાસતીની અમે પૂજા કરીએ છીએ. આ પ્રમાણે કહીને નગરલોક ગયા પછી વેદરુચિ નમીને તેને કહે છે કે તું પહેલા મારી બહેન હતી પણ હમણાં જીવિતના દાનથી માતા થઈ છો, પાપમતિથી વારનાર હોવાથી નિશ્ચયથી તું મારી ગુરુ છો. મારા વડે તારું માહભ્ય જણાયું છે, તારાવડે મારી પાપચેષ્ટા જણાઈ છે તેથી તું મને કહે, પાપી એવો હું તને શું ઉપકાર કરું? તેણે કહ્યું: હે સુંદર! પરસ્ત્રીગમન દુર્ગતિનું મૂળ છે, અપયશનું કારણ છે, કુળના કલંક અને ક્ષયનું કારણ છે, સહજ ક્લેશ અને મહાવિરોધને ઉત્પન્ન કરનાર છે. તેથી તું જો પરમાર્થબુદ્ધિથી પરસ્ત્રીગમનનું વિરમણ કરે, તો તારા વડે મારી સર્વ જ સેવા કરાઈ છે એમ તું જાણ. અથવા તારાવડે સ્વયં જ પરદારા વિરમણનો પ્રભાવ જોવાયો છે તેથી તે બ્રાત! તું બોધ પામ, આત્મહિત કર, વધારે કહેવાથી શું? બટુક આ વ્રતને સ્વીકારીને, પુરોહિતની આગળ સ્નેહની લાગણી વ્યક્ત કરીને અને તેને ઘણા પ્રકારે ખમાવીને પોતાને સ્થાને પાછો ગયો. પતિના ઘરનું અને પિતાના ઘરનું ગૌરવ વધારીને ધીર ગુણસુંદરીએ આ પ્રમાણે અકરણનો નિયમ લાંબા સમય સુધી અણીશુદ્ધ પાળ્યો. (૧૨૨) રતિસુંદરી વગેરે ચારેયના પછીના ભાવો આ પ્રકારે રતિસુંદરી વગેરે ચારેય પણ પરપુરુષસંગના પાપમાં અકરણનિયમનું લાંબા સમય સુધી પાલન કરીને દેવલોકમાં રતિસુંદર નામના શ્રેષ્ઠ વિમાનમાં વિસ્તૃત-વિકસિત શરીરની તેજકાંતિથી ઉદ્યોતિત કરાઈ છે દિશાઓ જેઓ વડે એવી દેવીઓ થઈ. દિવ્યસુખને લાંબો સમય સુધી અનુભવીને પુણ્યશેષથી આયુક્ષય થયેથી ચ્યવીને
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy