SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ ઉપદેશપદ : ભાગ-૨ જીવરૂપી સુવર્ણને સંયમરૂપી ભઠ્ઠીમાં નાખીને તારૂપી અગ્નિથી અત્યંત તપાવાતો કર્મરૂપી મેલથી અવશ્ય મુકાય છે તેમાં કોઈ સંદેહ નથી. શરીર અવશ્ય વિનાશી છે, તપસંયમની સાધના શરીરનું ફળ છે. જીવન ઝડપથી પસાર થઈ રહ્યું છે તેથી ધર્મમાં પ્રમાદ ન કરવો જોઇએ. આ પ્રમાણે ગણિનીના મુખરૂપી ચંદ્રમાંથી ઝરતા વચનામૃતને પીતી એવી તેઓનું મિથ્યાત્વરૂપી ઝેર ક્ષણાર્ધમાં નાશ પામ્યું. પછી તેઓએ હર્ષપૂર્વક કહ્યું: હે ભગવતિ! આ અન્યથા નથી, અર્થાત્ તમે જેમ કહ્યું તેમ જ છે. પરંતુ અમે મંદસત્ત્વવાળી છીએ. તપચારિત્રનો ભાર હેલાથી આકડાના રૂની જેમ આપે ઉપાડ્યો છે તે અમને મેરુપર્વત જેવો ભારે લાગે છે તેથી મોહરૂપી નટથી નચાવાયેલી નીચા(ઊંડા) પ્રમાદરૂપી કંદરા(ગુફા કે કૂવા)માં પડેલી એવી અમને બહાર કાઢવા માટે હાથના ટેકા સમાન ગૃહસ્થોચિત ધર્મ આપો, તેઓની યોગ્યતાને જાણીને સાધ્વીઓમાં મુખ્ય અને નિસ્પૃહ એવી પ્રવર્તિનીએ વિશુદ્ધ સમ્યકત્વનું પ્રદાન કર્યું અને કહ્યું: જો સર્વ અણુવ્રતો અને ગુણવ્રતોને ન લઈ શકો તો પણ પરપુરુષના સંગનો અત્યંત ત્યાગ કરજો. તત્ત્વજ્ઞાનમાં નિપુણ વિવેકીઓ અકરણ નિયમનું સ્વરૂપ આ પ્રમાણે પ્રકાશે છે કે પોતે સ્વયં પાપ ન કરે અને બીજાને પણ પાપથી છોડાવે તે અકરણનિયમ છે. આનાથી જગતમાં યાવચંદ્રદિવાકરૌ સુધી નિર્મળ કીર્તિ વિસ્તરે છે. આનાથી કલ્યાણની પરંપરાપૂર્વક મુક્તિ મેળવાય છે, દેવો પણ વશમાં વર્તે છે, જીવોના ચિંતિતમાત્ર સર્વ કાર્યો સિદ્ધ થાય છે. આથી કુલાંગનાઓએ આ ભવમાં અને પરભવમાં અવશ્ય સુખ આપે તેવા શીલધર્મનું પાલન કરવું ઉચિત છે. અહો! તમે મધુર અને મોટા રોગને નાશ કરે તેવા ઔષધનો ઉપદેશ આપ્યો. આ પ્રમાણે બોલતી હર્ષથી ઉલ્લસિત શરીરવાળી તે સર્વે મોટા બહુમાનનું મુખ્ય કારણ એવા આ શ્રેષ્ઠ નિયમનો સ્વીકાર કર્યો. જિન-ગુરુના સત્કાર (ભક્તિ)માં નિરત જિનમત (જિનવાણી) સાંભળવામાં રસિક નિયમનું પાલન કરતી એવી તેઓનો કેટલોક કાળ સુખપૂર્વક ગયો. (૪૧). - હવે નંદનપુરમાં ચંદ્રરાજાએ પોતાના દૂત પાસેથી હૃદયને મનોહારી એવું રતિસુંદરીનું રૂપ સાંભળ્યું. તેના ઉપરના અનુરાગના અતિશયથી તેની માગણી માટે મંત્રીને મોકલ્યો. કાર્યમાં કુશળમતિ મંત્રીએ યાચના કરીને રાજા માટે રતિસુંદરી મેળવી. પછી નરપૌરુષી રાજાએ મોટા મહોત્સવથી શુભમુહૂર્તે તેને નંદનપુર મોકલાવી. લક્ષ્મીની જેમ સ્વયંવશ પુણ્યશાળી ચંદ્રરાજાની પાસે પહોંચી. પછી પ્રશસ્ત દિવસે રમ્ય વિવાહ માંગલિક પ્રવર્યો. નંદનપુરમાં વર્ધાપનકનો આનંદ ઉલ્લસ્યો. શું આ સ્વર્ગવધૂ (દેવી) છે? અથવા શું આ વિદ્યાધરી છે? અથવા શું આ મદનપ્રિયા રતિ છે? તે નગરમાં દરેક ભવને, દરેક દુકાને, દરેક માર્ગ, દરેક સભામાં અને દરેક કુટુંબોમાં સ્ત્રીપુરુષોના સમૂહમાં આ પ્રમાણે બોલાતા
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy