SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૬૫ સ્વભાવવાળી છે, હંમેશા અખંડ આચારનું પાલન કરે છે, જાણે સાક્ષાત્ અપૂર્વ ગ્રહનાથ(સૂર્ય)ની મૂર્તિ છે, ઈદ્રની જેમ નિર્મળ બુદ્ધિવાળી છે, દોષો તરફ દૃષ્ટિ પણ કરનારી નથી. નિર્મળ બ્રહ્મચારી છે, ચંદ્રના કિરણ જેવા ઉજ્વળ વસ્ત્ર જેવા સ્વચ્છ મનવાળી છે. શરદઋતુના સૌંદર્ય જેવી છે. શ્રેષ્ઠ ગૌરવતાને પામેલી છે. હિમ જેમ કમળોને પ્લાન કરે તેમ પોતાના રૂપથી કમળોની શોભાને ઝાંખી કરી છે, સર્વદોષોને નાશ ક્ય છે, શિશિરઋતુની જેમ સુશીતલ છે, કોયલ જેવા મધુર આલાપોથી જાણે ભુવનને આનંદ આપનારી સાક્ષાત્ વસંતઋતુ છે. ગ્રીષ્મઋતુ જેમ જીવોને પરસેવાથી રેબઝેબ કરે તેમ તે ધર્મના ઉપદેશથી લોકોને ભીના કરે છે તથા ઉગ્રતપની સ્વામિની છે. (૧૬) આ પ્રમાણે સર્વકાળ વિશુદ્ધ શીલવતી, પવિત્ર ચિત્તવાળી પ્રવર્તિનીને જોઈને વિકાસ પામતા મુખરૂપી કમળવાળી રાજપુત્રીએ કહ્યું: તારા સહિત ચંદ્રકળાની જેવા ઉજ્જવળ (પવિત્ર)વેશવાળી, હંસીઓની સાથે શોભતી રાજહંસીની જેમ સાધ્વીઓથી શોભતી આ સાધ્વી કોણ છે? વણિકપુત્રીએ જવાબ આપ્યો કે ઉગ્રતાથી કૃશ થયું છે શરીર જેનું, ઉપશાંત થયા છે પાપો જેના એવી આ શ્રમણી અમારા માતા-પિતાનું પણ ગૌરવ સ્થાન છે, અર્થાત્ વંદનીય છે. તે સ્વામિની! આ એક અતિ અદ્દભૂત વાત છે કે નિર્મળ દયાથી યુક્ત આના વિશાળ ચિત્તમાં રાજહંસ પણ સ્થાન પામતો નથી. ભક્તિના રાગથી આના (સાધ્વીના) દર્શન કરે છે તે ધન્ય છે, વંદન કરે છે તે ધન્ય છે, આના વચન સાંભળે છે તે ધન્ય છે અને વચન સાંભળીને સદા પણ સ્વીકારે છે તે ધન્ય છે. આ પ્રમાણે સાંભળીને સર્વ (ચારેય) પણ ત્યાં જઈને ગુરુણીને વાંદે છે. પ્રવર્તિનીએ પણ આગમ અનુસાર ધર્મદેશના કહેવા શરૂઆત કરી. તે આ પ્રમાણે રાંકડો જેમ રત્નમય રોહણાચલ પર્વતને પ્રાપ્ત કરીને રત્નો ગ્રહણ કરે તેમ, બુદ્ધિમાને દુર્લભ મનુષ્ય જન્મ પામીને ધર્મરૂપી રત્નને ગ્રહણ કરવું જોઈએ. મહાવિદ્યા સિદ્ધ થઈ ગઈ હોય છતાં પણ જો તેનું સ્મરણ કરવામાં ન આવે તો તે નિષ્ફળ થાય છે તેમ, ધર્મ પ્રાપ્ત થઈ ગયો હોય છતાં પણ તેમાં પ્રમાદી બને તો પ્રાપ્ત થયેલ મનુષ્ય ભવ ગુમાવે છે. જેમ ચિંતામણિ રત્ન મળી ગયું હોય છતાં તેની પાસે યાચના કરવામાં ન આવે તો, ચિંતામણિ રત્ન પણ ધન સંપત્તિને આપતું નથી. તેવી રીતે ધર્મ પ્રાપ્ત થઈ. ગયો હોય છતાં ધર્મારાધનામાં પ્રમાદી જીવ મનુષ્યભવને પણ ગુમાવી દે છે. જેમ દુર્લભ એવા કલ્પવૃક્ષને મેળવીને જે મૂઢ વરાટિકા માગે છે તેમ મોક્ષફળ આપનાર મનુષ્યભવની પ્રાપ્તિ થતે છતે મૂઢ જીવ વિષયોને માગે છે. તેથી સમ્યકત્વને સ્વીકારો અને પાપનો નાશ કરનાર સંયમ સ્વીકારો, જો જન્મ મરણનો અંત ઇચ્છતા હો તો મોટા તપને તપો. ૧. વરાટિકા નાના છોકરાઓને રમવાની કોડી અર્થાત્ અતિતુચ્છ વસ્તુ.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy