SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ઉપદેશપદ : ભાગ-૨ ભંગ થાય છે, અને એથી ધર્મનો નાશ થાય છે. મૂલગુણ આદિના ભંગમાં બાહ્ય ક્રિયાઓ દ્વારા ધર્મ કરાતો હોય તો પણ પરમાર્થથી એ ધર્મ જ નથી. અતિચાર રૂપ અલ્પ અનુબંધમાં ધર્મ હોવા છતાં મલિન જ હોય છે, અર્થાત્ દોષનો અનુબંધ મંદ હોય તો ધર્મનો સર્વથા નાશ ન થાય, ધર્મ હોય, પણ અતિચારોથી મલિન થયેલો ધર્મ હોય. આથી જ “પ્રગટ કર્યા છે સર્વશલ્યો જેણે એવો” ઈત્યાદિ” કહેવાય છે. ધર્મ પણ સબલ થાય એ સ્થળે “પણ” નો અર્થ આ પ્રમાણે છે–તેનાથી પરમાર્થથી અધર્મ તો થાય જ છે, કિંતુ ધર્મ પણ સબલ થાય છે. ધર્મનો અર્થ પૂર્વે (૩૨૨મી ગાથામાં) કહ્યો છે. (૩૮૩) इत्थं लौकिकमुदाहरणमभिधाय लोकोत्तरमभिधित्सुराहलोउत्तरंपि एत्थं, निदरिसणं पत्तदंसणाईवि । असुहाणुबंधतो खलु, अणंतसंसारिया बहवे ॥३८४॥ 'लोकोत्तरमपि' न केवलं लौकिकमित्यपिशब्दार्थः, अत्राशुभानुबन्धे निदर्शनमुदाहरणम् । क इत्याह-'प्राप्तदर्शनादयोऽपि' लब्धविशुद्धसम्यक्त्वज्ञानचारित्रसम्पदोऽपि, किं पुनस्तविकलजीवा इत्यपिशब्दार्थः, अशुभानुबन्धत उक्तरूपात्, खलुरवधारणे, 'अनन्तसंसारिका' अनन्तोत्सर्पिण्यवसर्पिणीप्रमाणः संसारो येषामस्तीति ते તથા વદવો' મૂયાં રતિ રૂ૮૪ આ પ્રમાણે લૌકિક દૃષ્ટતને કહીને લોકોત્તર દખંતને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે– ગાથાર્થ અહીં લોકોત્તર પણ દગંત છે. સમ્યગ્દર્શન વગેરેને પામેલા પણ ઘણા જીવો અશુભાનુબંધથી જ અનંતસંસારી થયા છે. ટીકાર્થ—અહીં અશુભાનુબંધમાં. સમ્યગ્દર્શન વગેરેને પામેલા પણ=વિશુદ્ધ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સંપત્તિને પામેલા પણ. અનંતસંસારી=અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી પ્રમાણ સંસારમાં પરિભ્રમણ કરનારા. લોકોત્તર પણ”એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે–કેવળ લૌકિક દૃષ્યત છે એમ નહિ, કિંતુ લોકોત્તર પણ દષ્ટાંત છે. ' “સમ્યગ્દર્શન વગેરેને પામેલા પણ” એ સ્થળે પણ શબ્દનો અર્થ આ પ્રમાણે છે–સમ્યગ્દર્શન વગેરેને પામેલા પણ ઘણા જીવો અશુભાનુબંધથી અનંતસંસારી થયા તો, સમ્યગ્દર્શન વગેરેને નહિ પામેલા જીવો અશુભાનુબંધથી અનંતસંસારી થાય તેમાં તો શું કહેવું? (૩૮૪)
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy