SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ હાથો છેદાયા પછી ગાલવ આંગિરસની પાસે પાછો આવ્યો. આંગિરસે કહ્યું તે પ્રાયશ્ચિત્ત કર્યું છે. આમ કહીને તેને વંદન કર્યું. પછી કહ્યું. તે નદીમાં સ્નાન કર. નદીમાં સ્નાન કર્યા પછી તેના બે હાથ ફરી થઈ ગયા. તેણે મોટાભાઈને આ હકીકત કહી. મોટાભાઇએ કહ્યું. મેં પ્રાણાયામ (=ચિત્તવૃત્તિનો નિરોધ) કર્યો તેથી તને ફરી બે હાથ થયા છે. ગાલવે પૂછ્યું: મેં નદીમાં સ્નાન કર્યું એ પહેલાં પ્રાણાયમથી બે હાથ કેમ ન કર્યા? આંગિરસે કહ્યું હજી પણ તારામાં અશુદ્ધિ રહેલી હોવાથી મેં તેમ ન કર્યું. કારણ કે તું વ્રતી છે. તું વ્રતી હોવાથી અલ્પ અલનાથી પણ મોટો દોષ લાગે. આ અંગે ક્રિયાપથ્યનું દૃષ્ટાંત છે. તે આ પ્રમાણે- કોઈ રોગી ચિકિત્સા કરાવે, પણ તેમાં થોડું પણ અપથ્યનું સેવન કરે તો મોટો દોષ થાય. તેમ તું વ્રતી હોવાથી તને અલ્પઅલનાથી પણ મોટો દોષ થાય. હાથ કાપવા છતાં નદીમાં સ્નાન કર્યા વિના અલ્પ પણ અપરાધનો અનુબંધ તૂટે નહિ. આથી મેં તારી પાસે આ પ્રમાણે કરાવ્યું. (૩૭૮થી૩૮૨) अनुबन्धमेवाश्रित्याहरुद्दो य इमो एत्थं, चइयव्वो धम्ममग्गजुत्तेहिं । एयम्मि अपरिचत्ते, धम्मोवि हु सबलओ होति ॥३८३॥ 'रौद्रश्च' दारुण एवायमशुभानुबन्धो ऽत्र' जगति 'त्यक्तव्यः' परिहरणीयो निन्दागर्दीदिनोपायेन । कैरित्याह-'धर्ममार्गयुक्तैः' धर्ममार्गा धाराधनोपायाः साधुश्रावकसमाचारास्तत्समन्वितैः । एतस्मिन्ननुबन्धेऽपरिहते धर्मः, प्रागुक्तोऽधर्मस्तावतत्त्वतो भवत्येवेत्यपिशब्दार्थः, हुर्यस्मात् 'शबलको'ऽतिचारपङ्कमालिन्यकल्मषरूपतामापन्नो भवति । अयमभिप्रायो-महति दोषानुबन्धे मूलगुणादिभङ्गरूपे विधीयमानोऽपि धर्मो न स्वरूपं लभते, अल्पातिचारानुबन्धे च भवन्नपि धर्मः शबलस्वरूप एव। अत एव पठ्यते-'पायडियसव्वसल्लो' इत्यादि ॥३८३॥ અનુબંધને આશ્રયને કહે છે ગાથાર્થ–સંસારમાં ધર્મમાર્ગોથી યુક્ત જીવોએ ભયંકર આ અશુભાનુબંધનો ત્યાગ કરવો જોઇએ. એનો ત્યાગ ન કરવામાં આવે તો ધર્મ પણ સબલ થાય. ટીકાર્થ–ધર્મમાર્ગોથી યુક્ત–ધર્મમાર્ગો એટલે ધર્મની આરાધનાના ઉપાય એવા સાધુશ્રાવકના આચારો. સાધુ-શ્રાવકના આચારોથી યુક્ત જીવોએ નિંદા-ગર્તા-આદિ ઉપાયથી અશુભાનુબંધનો ત્યાગ કરવો જોઈએ. જો અશુભાનુબંધનો ત્યાગ ન કરવામાં આવે તો ધર્મ સબલ થાય. સબલ એટલે અતિચાર રૂપ કાદવની મલિનતાથી મલિન. - અહીં અભિપ્રાય આ પ્રમાણે છે–મૂલગુણ આદિના ભંગરૂપ મહાન દોષાનુબંધમાં કરાતો પણ ધર્મ સ્વરૂપને પામતો નથી, અર્થાત્ દોષનો અનુબંધ પ્રબળ હોય તો મૂલગુણ આદિનો
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy