SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૨૩૫ ટીકાર્થ-ચારિત્રી જીવોનો જેનું લક્ષણ પૂર્વે (૬૭૧મી ગાથામાં) કહ્યું છે તે સ્વાધ્યાયાદિમાં યથાશક્તિ પ્રયત્ન ચારિત્ર વિશુદ્ધ બને એ માટે જ પ્રવર્તે છે. આ વિષે કહ્યું છે કે “પહેલાં જીવોનું સ્વરૂપ, જીવોના સંરક્ષણાનો ઉપાય, જીવોના સંરક્ષણનું ફળ વગેરે સંબંધી જ્ઞાન અને પછી દયા, એમ દીક્ષિત બધા જ્ઞાનપૂર્વક ક્રિયા કરનારા હોય છે. જીવોનું સ્વરૂપ શું છે? ઇત્યાદિથી અજ્ઞાન જીવ શું કરશે? અને હિત-અહિતને કેવી રીતે જાણશે? (દશ.વૈ. ૪-૧૦) એ પ્રયત્ન લૌકિક વસ્તુઓ સંબંધી નથી—જેનાથી ચારિત્રની શુદ્ધિ થાય તેવું જ્ઞાન મેળવવા માટે સાધુઓ સ્વાધ્યાય કરે છે, પણ સામાન્ય લોકોને ઉપયોગી બને તેવી હસ્તિશિક્ષા, ધનુર્વેદ, નૃત્ય અને ગીત વગેરે વસ્તુઓને જાણવા માટે સ્વાધ્યાય કરતા નથી. ૧ અહીં ભાવાર્થ આ છે—ચારિત્રીઓનો ચાર કાળે શ્રુત ભણવા રૂપ આરાધનાથી સ્વાધ્યાયાદિમાં જે પ્રયત્ન થાય છે તે પ્રયત્ન પાપશ્રુતની અવજ્ઞા કરવા વડે મોક્ષને ખેંચી લાવવામાં મુખ્ય હેતુ એવા ચારિત્રની વિશુદ્ધિ માટે જ છે. આથી જ કહ્યું છે કે– પિશાચની વાર્તા અને ફૂલવધૂના સંરક્ષણનો પ્રસંગ સાંભળીને સાધુએ સંયમની સાધનામાં સતત લીન રહેવું જોઇએ. (પ્રશમરતિ ગા.૧૨૦) પિશાચ વાર્તા—કોઇ વણિકે મંત્રના પ્રભાવે એક પિશાચને (રાક્ષસને) વશ કરી લીધો. પિશાચે વણિકને કહ્યું: હું તારો સેવક છું, પણ તારે મને કંઇ ને કંઇ કામ આપવું પડશે. નહિ તો હું તને સ્વાહા કરી જઇશ. વણિકે મહેલ, બાગ, બગીચા આદિ તૈયાર કરાવી લીધા બાદ ઘરની બાજુમાં એક વાંસ ઊભો કરાવીને પિશાચને આજ્ઞા કરી, જ્યાં સુધી હું બીજું કામ ન સોંપું ત્યાં સુધી તારે આ વાંસ ઉપર ચડ ઉતર કર્યા કરવું. આથી વાણિયાના પ્રાણ લેવાનો અવસર આવ્યો જ નહિ. તેમ રાત-દિવસ સંયમના આચારોમાં લીન રહેનારા સાધુને પ્રમાદ આદિ અનાચારો જરાપણ હેરાન કરી શકતા નથી. ફૂલવધૂ પ્રસંગ-પરદેશ ગયેલો પતિ વર્ષો થવા છતાં ન આવવાથી અકળાયેલી એક યુવતિએ કોઇ રંગીલા યુવાનના પ્રેમમાં પડવાનો નિર્ણય કર્યો. તેના સસરાને ખબર પડતાં સસરાએ પોતાની સ્ત્રી સાથે ખોટો દેખાવનો અણબનાવ કરીને ઘરનો કારભાર પૂત્રવધૂને સોંપી દીધો. વહેલી સવારથી મોડી રાત સુધી સતત ઘરનાં કામો કરીને લોથપોથ બની ૧. દિવસનો અને રાત્રિનો પહેલો અને છેલ્લો એક એક પ્રહર એમ ચાર કાળે સૂત્રનો સ્વાધ્યાય કરવાનો છે. ચતુતિઘરાધનયા એ સ્થળે આવિ શબ્દનો અર્થ વાચકોએ સ્વયં સમજી લેવો. વાચક્લિષ્ટ બને એ હેતુથી માદ્રિ શબ્દનો અર્થ લખ્યો નથી.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy