________________
૨૩૪
ઉપદેશપદ : ભાગ-૨ દર્શન–જિનોક્ત તત્ત્વોની શ્રદ્ધા રૂપ સમ્યકત્વ. ભવવર્ધક-સંસારવૃદ્ધિનું કારણ.
ઘોર–ભવવર્ધક હોવાથી જ ઘોર છે. ઘોર એટલે નરકરૂપ ખાઈ આદિમાં પતનરૂપ ફલવાળા. અસગ્ગહ આદિથી નરકરૂપ ખાઈ આદિમાં પતન થાય છે.
ચારિત્રની વિદ્યમાનતામાં અસદ્ગહ વગેરે દોષો નિયમા ન હોય એનું કારણ એ છે કે અસ ગ્રહનું મૂળબીજ ( મુખ્ય કારણ) એવા મિથ્યાત્વના હ્રાસથી જ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. (૬૭૩)
आह-मा भूवन् चारित्रिणोऽसद्ग्रहादयश्चारित्रघातकाः परिणामाः, परं "मोक्षः सर्वोपरमः क्रियासु" इति वचनात् सर्वक्रियानिरोधे साधयितुमारब्धे किमर्थं स्वाध्यायादिषु क्रियाविशेषेषु यत्नः कर्त्तव्यतयोपदिष्ट इत्याशङ्क्याह
सज्झायाइसु जत्तो, चरणविसुद्धत्थमेव एयाणं । सत्तीए संपयट्टइ, ण उ लोइयवत्थुविसओ उ ॥६७४॥
स्वाध्यायादिषूक्तलक्षणेषु यत्न आदरश्चरणविशुद्ध्यर्थमेव चारित्रसंशुद्धिनिमित्तमेवैतेषां चारित्रिणां शक्त्या सामर्थ्यानुरूपं सम्प्रवर्तते । यथोक्तम्-"पढमं नाणं तओ दया, एवं चिट्ठइ सव्वसंजए । अन्नाणी किं काही, किंवा णाही छेयपावयं" 'न तु' नैव लौकिकानि सामान्यलोकोपयोगीनि यानि वस्तूनि हस्तिशिक्षाधनुर्वेदनृत्तगीतादीनि विषयो यस्य स तथा, तुः पुनरर्थः, यत्नः सम्प्रवर्त्तत इति । इदमुक्तं भवति-यः स्वाध्यायादिषु चारित्रिणां चतुष्कालाधाराधनया यत्नः प्रवर्त्तते पापश्रुतावज्ञातीकरणेन स मोक्षाक्षेपैकहेतोश्चारित्रस्य संशद्धिनिमित्तमेव । अत एवोक्तम्-"पैशाचिकमाख्यानं, श्रुत्वा गोपायनं च कुलवध्वाः । संयमयोगैरात्मा, निरन्तरं व्यापृतः कार्यः ॥१॥" इति ॥६७४॥
ચારિત્રીને ચારિત્રનો ઘાત કરનારા અસગ્ગહ વગેરે પરિણામો ભલે ન હોય, પણ “સર્વક્રિયાઓના વિરામથી (=નિરોધથી) મોક્ષ થાય” એવા વચનથી સાધુએ સર્વક્રિયાઓનો નિરોધ સાધવાનો પ્રારંભ કર્યો છતે (સર્વક્રિયાઓનો ત્યાગ કરવાનો ઉપદેશ આપવાના બદલે) સ્વાધ્યાય વગેરે વિશિષ્ટ ક્રિયાઓમાં પ્રયત્ન કરવો જોઈએ એવો ઉપદેશ કેમ આપ્યો એવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે–
ગાથાર્થ–ચારિત્રીઓનો સ્વાધ્યાયાદિમાં યથાશક્તિ પ્રયત્ન ચારિત્રવિશુદ્ધિ માટે જ પ્રવર્તે છે. એ પ્રયત્ન લૌકિક વસ્તુઓ સંબંધી નથી.