SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૬૨ વ્યવહારમાં કોણ સાક્ષી થાય? સેવકે કહ્યું: જીવક નામના પક્ષીઓ જે અહીં વિદ્યમાન છે તે આપણા વ્યવહારમાં સાક્ષી થાય, કેમકે તેઓ સ્વભાવથી જ જ્ઞાની છે. વ્યવહારમાં (ન્યાયાલયમાં) વિસંવાદ થાય તો તે તા૨ા સાક્ષી થશે. તે બંનેએ કન્યાદાન-ગ્રહણનો સર્વવૃત્તાંત જીવક પક્ષીઓને જણાવ્યો. કાળે બંને પણ પોતાના દેશ પહોંચ્યા. સ્વજન મહિલાદિ લોકના વશથી તે શુભંકર પ્રસ્તુત કન્યાદાનના વિષયમાં પલટી ગયો. ઉત્તમકુલમાં ઉત્પન્ન થયેલી, ઉત્તમરૂપ સંપદાને પામેલી, પોતાની પુત્રી તારા જેવા સેવકને (સેવક એવા તને) આપવા કેવી રીતે મારું મન ઉત્સાહિત થાય? તેથી હે સેવક! તું આ વ્યતિકરને છોડ. મારા ઉપર આ પ્રમાણે ખીજાઇશ નહીં. આ રીતે પ્રતિષેધ કરાયેલા સેવકે રાજા પાસે ફરિયાદ કરી અને વૃત્તાંત જણાવ્યો કે મારા વડે નિરોગી કરાયેલા આ શેઠે પોતાની પુત્રી આપવાનું કહ્યું છે. રાજા– આ કાર્યમાં તારે કોણ સાક્ષી છે? સેવક હે દેવ! અહીં કોઇ પણ સાક્ષી છે અને તે જીવક નામના પક્ષીઓ છે. રાજા– પક્ષીઓ હાલમાં ક્યાં છે? સેવક− હે દેવ! તે પક્ષીઓ સમુદ્ર કાંઠે છે, રાજા– તે પક્ષીઓ અહીં લાવવામાં આવે તો તારો દાવો છેદાય. પછી સેવક ત્યાં ગયો અને પાંજરામાં પક્ષીઓ લઇ આવ્યો. પાંજરામાંથી છૂટા કર્યા પછી રાજાએ તેઓને પૂછ્યું: તમો અહીં સાક્ષી તરીકે કહેવાયા છો તો અહીં પરમાર્થ શું છે? કૃમિનું ભોજન કરનારા તે પક્ષીઓની આગળ વાસી છાણ રાખવામાં આવ્યું ત્યારે તેમાં જે કૃમિઓ બહાર આવ્યા તેને પોતાની ચાંચથી બતાવીને કોઇક સંકેત જણાવ્યો. તે સંકેત આ પ્રમાણે છે– જૂઠું બોલનારા મનુષ્યો ભવાંતરમાં આવા પ્રકારના કૃમિઓ થાય છે. જે જીવ વચનથી બંધાઇને પછી વચનને ફોક કરે છે તે જીવ વાસી છાણનું ભક્ષણ કરનારો આવા પ્રકારનો કૃમિ થાય છે. સેવકે કન્યાને મેળવી તે વણિક પણ લોકથી ધિક્કારને પામ્યો. સોમાના માતા-પિતાએ પણ તેવા જ પ્રકારનો પ્રતિષેધ કર્યો, અર્થાત્ સોમાએ સ્વીકારેલા ધર્મને ફોક ન કરવા અનુમતિ આપી. આ પ્રમાણે થોડાક આગળ ગયા ત્યારે આ રક્ષકોએ જેના હાથ, પગ કાપી નાખ્યા છે એવા એક ‘તલચોર' પુરુષને જોયો. (૨૦૪) તે આ રીતે થયો. તલચોરની કથા તે નગરમાં અતિવલ્લભ પુત્રવાળી એક સ્ત્રી છે. તેનો પતિ મરણ પામ્યો. તેનો પુત્ર તરુણ થયો ત્યારે એક વખત માતાએ તેને સ્નાન કરાવ્યું. ભીના શરીરે જ તે દુકાનની ભીડમાં ગયો. કોઇપણ રીતે સમર્થ બળદે તેને ધકો માર્યો અને તલના ઢગલા ઉપર પડ્યો. તલ ચોંટેલા શરીરવાળો ઊભો થઇને ઘરે ગયો. પછી માતાએ તલને ખંખેરીને તલસાંકળીના લાડુ બનાવીને ખાવા આપ્યા. તલસાંકળીમાં આસક્ત થયેલો તે દિવસે-દિવસે તેમજ કરવા લાગ્યો. તલસાંકળી ખાવામાં લુબ્ધ થયેલો તે તેવી રીતથી દરરોજ તલની ચોરી કરે છે. તલસમૂહની અને બીજી વસ્તુઓની પ્રતિદિવસ ચોરી કરવા લાગ્યો. આરક્ષકોએ પકડ્યો. તેણે વિચાર્યું: આ દોષ માતાનો
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy