SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૬૧ થયું હશે? એમ ચિંતાથી યુક્ત માતા જેટલામાં તેના આવવાની રાહ જુએ છે તેટલામાં મુનિચંદ્ર એકલો ઘરે આવ્યો. તેની પત્નીએ આસન આપ્યું અને તલવારને ઘરની ખીલીમાં ટાંગીને જેટલામાં તેના પગ ધોવા લાગી તેટલામાં શોક સહિત માતાએ પૂછ્યું: હે વત્સ! સ્થાવર ક્યાં છે? તેણે કહ્યું: હે માતા! ધીમો ધીમો ચાલતો પાછળ આવે છે. પછી સંક્ષોભ પામેલી સંપદા તલવાર તરફ જેટલામાં જુએ છે તેટલામાં લોહીના ગંધથી આવતી કીડાઓને જુએ છે. બારીકાઇથી જોતી તેણે લોહીથી ખરડાયેલી તલવારને જોઈ. પછી પ્રબળ ક્રોધરૂપી અગ્નિથી સળગેલી પાપીણીએ જવ અને ઘઉંને પીસવા માટે નજીકમાં રહેલી શિલાનો પુત્રના (મુનિચંદ્રના) માથા ઉપર ઘા કર્યો. એકાએક પુત્ર મરણ પામ્યો. પછી પતિને મારવાથી ઉત્પન્ન થયેલા તીવ્ર ક્રોધથી તેની પત્નીએ બંધુમતીના દેખતા સંપદાને તલવારથી મારી નાખી. રાજાએ ઘરવખરી જપ્ત કરી. પુત્રવધૂને કેદમાં નાખી. અને બંધુમતી ગુરુજનથી પુજાઈ. અને તે સર્વ જોઇને સર્વલોકે કહ્યું: અહો! પાપી હિંસાથી જીવોનું ચરિત્ર કેવું બને છે! તેથી આ ભવમાં અને પરભવમાં દુઃખોનું નિધાન પ્રાપ્ત થાય છે જ. પછી અવસરને મેળવીને સોમાએ માતાપિતાને કહ્યું. મેં હિંસાના વિરમણ સ્વરૂપ ધર્મ સ્વીકાર્યો છે. તો તે ધર્મનું મારે પાલન કરવું કે છોડી દેવો ? માતા-પિતાએ કહ્યું: હે પુત્રી! તારે હમણાં તેનો ત્યાગ ન કરવો. એટલામાં કંઈક આગળ જાય છે તેટલામાં જેનું વહાણ નાશ પામી ગયું છે, અલીકવાદી, લોકોના નિષ્ફર વચનોથી તિરસ્કાર કરાતો એવો સૌદાગર જોવાયો અને આ વૃત્તાંત જે રીતે બન્યો તેને કહેવાય છે. (૧૮૧) સોદાગરની કથા વસંતપુર નામના નગરમાં દરિયાઇ માર્ગે વ્યાપાર કરનાર સુભંકર નામનો સોદાગર હતો. સકલ ગૃહકાર્યમાં તત્પર મંદોદરી નામે તેની સ્ત્રી હતી. તેઓને સુકુમાળ શરીરવાળી, પ્રઢ સૌભાગ્યવાળી, નિરોગી, કમળ જેવા મુખવાળી શંખિણી નામે પુત્રી થઇ. કોઇકવાર તે આ દેશમાં ઉત્પન્ન થતી શ્રેષ્ઠ વસ્તુઓના વહાણો ભરીને સમુદ્રના પેલે પાર પહોંચ્યો. આદરથી વ્યાપાર કર્યો અને તેને ઘણો ધનલાભ થયો. પાછા ફરતા ભાગ્યપ્રતિકૂળ થયે છતે મહાસમુદ્રની મધ્યમાં કોઇક સમુદ્રમાં પર્વતના શૃંગની સાથે વહાણ અફળાવાથી ભાંગ્યું. મૌક્તિક-શંખપ્રવાલાદિ દ્રવ્યો ડૂબી ગયા. તે એક પાટિયાના ટૂકડાને મેળવીને ચાકરની સાથે ગ્રામ-નગરાદિથી યુક્ત એક કાંઠા ઉપર આવ્યો. ત્યાં પણ અતિનિષ્ફર, છિદ્રો શોધવામાં તત્પર વિધિએ સુતીવ્ર વ્યાધિના વિકારને ઉત્પન્ન કરીને અત્યંત હતાશ કર્યો. એક ભક્તિવંત સેવકે ઔષધાદિથી તેની એવી રીતે સેવા કરી જેથી તે પૂર્વની જેમ સાજો થયો. ખુશ થયેલા શુભંકરે તેને પોતાની પુત્રી આપી. શેઠે પણ કહ્યું: અહીં સાક્ષી વિનાનો વ્યવહાર જૂઠો થાય છે તેથી આ ૧. સોદાગર – જહાજ દ્વારા વેપાર કરનાર વેપારી.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy