SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ મને પણ અણુવ્રતની આરાધના થાય તેમ કર. આમ કરે છતે સમાન આચરણવાળા આપણે બંનેને ધર્મના પરિપાલનથી સમાનગતિ થશે. શ્રીમતીએ કહ્યુંઃ જે પોતાના પ્રાણોને ઘાસ સમાન માને છે તેવા ધીર પુરુષોને આ વ્રતોની આરાધના થાય છે પણ બીજા કાયોને થતી નથી. તારો બંધુવર્ગ અતિ ખોટો અને બળવાન છે તે તારો ઉપહાસ કરશે ત્યારે તું જેમ ઝૂંટણવણિકે ઝુંટણ` પશુનો ત્યાગ કર્યો હતો તેમ ધર્મનો ક્ષણવારમાં ત્યાગ કરે તો ધર્મનો તે ત્યાગ ઘણું દુઃખ આપનારો થાય, તેથી હે ભદ્ર ! તારે વ્રતોની માત્ર ઇચ્છા જ કરવી સારી છે. સોમાએ શ્રીમતીને કહ્યું: મને ઘણું કૌતુક થયું છે કે તે ઝુંટણ વણિક કોણ છે ? અને તેણે કેવી રીતે ઝુંટણનો ત્યાગ કર્યો ? તું મારા ઉપર અનુગ્રહ કરીને ખાસ કહે, તારે અન્યથા ક૨વું ઉચિત નથી, અર્થાત્ તું નહીં કહે તો અનુચિત થશે. પ્રસન્ન મુખવાળી શ્રીમતી તેને કહેવા લાગી કેહે સૌમ્યું ! શાંત સ્વરૂપવાળી એકાગ્ર ચિત્તવાળી થઇને સાંભળ. ૧૫૩ ઝુંટણ વણિકનું કથાનક અંગિકકા નામની નગરી હતી. તેમાં ધન શ્રેષ્ઠી રહેતો હતો. તથા સ્વામીપુર નગરમાં શંખ જેવા ઉજ્જ્વળ ગુણવાળો શંખ શ્રેષ્ઠી રહેતો હતો. તે ક્યારેક વ્યાપાર માટે અંગકિકા નગરીમાં ગયો. ધનની સાથે તેણે જેમાં ઘણાં પદાર્થની લેવડ-દેવડ થાય તેવો વ્યાપાર કર્યો. સર્વ શુભપ્રસંગોમાં તેને સહાયક થઇને ત્યાં ઘણાં દિવસ રહ્યો. હંમેશા પરસ્પરના દર્શનથી, મનને અનુસરવાથી અને દાન પ્રતિદાનથી (=આપ-લે કરવાથી) જ તેઓની ગાઢ પ્રીતિ થઇ. પુત્રનિધિ, મિત્રનિધિ, ધર્મનિધિ, ધનનિધિ અને શિલ્પનિધિ આ પાંચ પ્રકારની નિધિમાં તેઓ મિત્રનિધિની જ પ્રધાનતા ગણે છે. તેઓ મૈત્રી દૃઢ અને ઉત્તમ થાય એ માટે વિચારે છે કે- પુત્ર-પુત્રીના સંબંધ વિના પ્રીતિ દૃઢતર થતી નથી, તેથી જ્યારે આપણને બાળકોનો યોગ થાય ત્યારે યથાયોગ્ય પરણાવવાની વિધિ કરવી, આ પ્રમાણે સગપણ નક્કી કરીને પોતાના સ્થાનમાં બંધાયેલા બેમાંથી ધન શ્રેષ્ઠીને કાલાંતરે પુત્ર થયો. અને શંખને શરદઋતુના પુનમના ચંદ્ર સમાન મુખવાળી પુત્રી થઇ. તે બંને યૌવનને પામ્યા ત્યારે વિવાહ કર્યો. ઉચિત સમયે શંખની પુત્રી સસરાને ઘરે ગઇ. જ્ઞાતિજનને લગ્નની જાણ થાય એ હેતુથી તેની અવસ્થાને ઉચિત લગ્ન મહોત્સવ કર્યો. પરસ્પર મનની પ્રીતિવાળા વિષય ભોગમાં તત્પર એવા તેઓના ૧. ઝુંટણ– એક જાતનુ પશું છે. તે મનુષ્યના શરીરની ગરમીથી જીવે છે. અને તેના વાળમાંથી બહુમૂલ્ય રત્નકંબલ તૈયાર થાય છે. ૨. નિધિ એટલે આધાર, આશ્રય. સંકટ સમયે પુત્ર જેનો આધાર થાય તે પુત્રનધિ. તેમ અહીં સંકટ સમયે મિત્ર આધાર થાય તે મિત્રનિધિ, તેમ દરેકમાં જાણવું. ૩. વન્દ્વવાસાળ પોતાના સ્થાનમાં બંધાયેલા એટલે એકને પુત્ર થાય અને બીજાને પુત્રી થાય તો અરસપરસ પરણાવવા બંધાયેલા. પણ બંનેને પુત્ર કે પુત્રી થાય તો નહીં.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy