SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ ઉપદેશપદ : ભાગ-૨ गमणं चिइवंदण गणिणिसाहणं तीए उचियपडिवत्ती । दंसण तोसो धम्मकह पुच्छणा कहणमेवं च ॥५९७॥ શ્રીમતી અને સોનાનું દૃષ્ટાંત ઊંચા શ્વેત-કિલ્લાના શિખરોથી પરિચુંબિત કરાયો છે આકાશનો અગ્રભાગ જેમાં એવું, ત્રિક અને ચોક સારી રીતે વિભાગ કરાયેલા છે જેમાં, વિખ્યાત થયેલા ગોળ ચોકના સમૂહો આવેલા છે જેમાં, બજારનો માર્ગ સુવિસ્તૃત છે જેમાં, વાણિજ્યની પ્રવૃત્તિ સુવિસ્તૃત છે. જેમાં, જાણે ભુવનની લક્ષ્મીનું નગર ન હોય એવું શ્રીપુર નામનું નગર હતું. તે નગરનો પુરુષ વર્ગ અતિથિને આવકાર આપવું, પરોપકાર, દાક્ષિણ્ય વગેરે સદાચરણમાં રહેલો હતો, અર્થાત્ સદાચારોનું પાલન કરતો હતો. તથા સુકૃતજ્ઞતાને પામેલો, સધર્મકાર્યમાં રત હતો. તે નગરની સ્ત્રીઓ રૂપથી સુરસુંદરીને જીતનારી હતી. મનોહર સુવેશથી શોભાયમાન હતી. સૌભાગ્યવતી હતી. સુશીલવંતી હતી. તે નગરમાં રમ્ય સ્ત્રીઓને અભિરામ છે સર્વાગ જેનું એવો પ્રિયંકર નામનો રાજા હતો. જેણે પ્રશસ્ત આચરણના વશથી લોકમાં પ્રશંસા મેળવી હતી. સુંદર કમળના જેવી મુખવાળી, સુંદર હરણના જેવી આંખવાળી, પુનમના ચંદ્ર જેવી નિર્મળ શીલવાળી, નવા નવા ગુણોને મેળવવામાં ઉદ્યમવાળી, સર્વ અંતઃપુરમાં મુખ્યત્વે દેવીઓના રૂપનો તિરસ્કાર કરનારી, જેમ બ્રહ્માને સાવિત્રી પતી છે તેમ તે રાજાને સુંદરી નામે પ્રિયા હતી.(૭) તે નગરમાં સજ્જનલોકના મનમાં આનંદ ઉત્પન્ન કરનાર નંદન નામનો શ્રેષ્ઠી હતો. તે કુબેરના ધનભંડારનો તિરસ્કાર કરે તેવા અતિપ્રૌઢ વિભવનો સ્વામી હતો. તેને ઉત્તમકુલમાં જન્મેલી, લજ્જાનું મંદિર, આનંદ વિભોર થયેલા સજ્જન લોકથી પ્રશંસા કરાતું છે શીલ જેનું એવી રતિ નામે પતી હતી. તેઓને ઉત્તમલક્ષણોથી યુક્ત શરીરવાળી શ્રીમતી નામની પુત્રી હતી. તે બાલ્યકાળથી જ જિનમતમાં એકાગ્ર મનવાળી હતી. નવા સૂત્રો ભણે છે. હંમેશા ભણેલા સૂત્રોનું ચિંતન કરે છે. ભવભ્રમણથી ઉવિગ્ન થયેલી યથાશક્તિ ચિંતિત તત્ત્વની આચરણા કરે છે. ગુણિલોકની સંગતિથી ખુશ થાય છે. પરનિંદા કરનારાઓ વિષે રોષિત થાય છે. હંમેશા શીલરૂપી અલંકારથી પોતાના કુળને શોભાવે છે. તેને સોમા નામની પુરોહિત પુત્રી પ્રિય સખી હતી. કાળ જતા તોડી ન શકાય એવી પ્રીતિ વૃદ્ધિ પામી. તેઓમાં જે તે કારણથી ધર્મતત્ત્વની વિચારણા ચાલે છે. શ્રીમતીના રાગથી સોમાએ પોતાના મિથ્યાત્વનો ઉપશમ કર્યો અને સર્વકુશળ ફળના કારણભૂત એવા બોધિલાભને પ્રાપ્ત કર્યો અને બાળજનને ઉચિત ધૂળના ઘર સમાન સંસારને જોયો. આત્માની શક્તિની વિચારણા કરતી તેને અણુવ્રતમાં મતિ થઇ, અર્થાત્ શ્રાવકના અણુવ્રત સ્વીકારવાનો અભિલાષ થયો. શ્રીમતીને હ્યું: હે સખિ ! તારી જેમ
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy