SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ઉપદેશપદઃ ભાગ-૨ જ રોગના ઉપાયમાં પરાક્ષુખ તેના દિવસો પસાર થયે છતે ઈદ્ર દેવલોકમાં પ્રશંસા કરી. જેમકે-એહો! ઉજ્જૈની નગરીમાં રોગ નામનો બ્રાહ્મણ મહાસત્ત્વશાળી છે જેની ચિકિત્સા કરવામાં આવતી હોવા છતાં તેની અપેક્ષા વિના સમ્યગૂ રોગને સહન કરે છે અને તેથી જ કોઈક બે દેવને અશ્રદ્ધા થઈ. વૈદ્યનું રૂપ લઈને કહે છે કે–અમે તમને નીરોગી કરવાની વિનંતિ કરીએ છીએ. પરંતુ તમારે રાત્રિના મધ, મધ, માંસ અને માખણ એમ ચારેય અશનનો પરિભોગ કરવો પડશે. પછી બૃહસ્પતિ કરતા પણ અધિક પ્રતિષ્ઠિત રોગ બ્રાહ્મણે અનેષણીય ભોજનનો સ્વીકાર ન કર્યો. કેમકે તેણે ચિંતવ્યું કે–મોટા પર્વતના ઊંચા શિખર ઉપરથી કોઈક વિષમ સ્થાનમાં પડીને આ કાયાને કઠણ પથ્થરની અંદર ચૂરી નાખવી સારી, તીક્ષ્ણ દાંતવાળા ફણીધરના મુખમાં હાથ નાખવો સારો અથવા અગ્નિમાં કૂદી પડવું સારું, પણ શીલનો (સદાચારનો) નાશ થવા દેવો સારો નહીં. પછી તે બે દેવોએ ચિકિત્સાને નહીં ઇચ્છતા બ્રાહ્મણની વાત રાજાને અને સ્વજન એવા તેના ભાઈઓને કરી. જેમ કે- અમે આની ચિકિત્સા કરીએ છીએ છતાં તે ના પાડે છે, આતો સારું ન કહેવાય. કારણ કે ઉત્તમ પુરુષો કહે છે કેબેદરકારીથી ભણાયેલી વિદ્યા ઝેર છે, રોગની ઉપેક્ષા ઝેર છે, દરિદ્રની મૈત્રી ઝેર છે, વૃદ્ધને તરુણીનો સંગ ઝેર છે. પછી તેઓ તેની ચિકિત્સા કરવામાં આદરવાળા થયા. કેવી રીતે? તેઓ=રાજા અને સ્વજનોને શાસ્ત્રકથા કરીને તેને ચિકિત્સા કરવામાં પ્રેરણા કરવા લાગ્યા. જેમકે- ધર્મથી યુક્ત એવા શરીરનું પ્રયત્નથી રક્ષણ કરવું જોઈએ. જેમ પર્વત ઉપરથી પાણી ઝરે છે તેમ શરીરમાંથી ધર્મ ઝરે છે. દેહના વિનાશમાં કોઇની કોઇપણ આશા સફળ થતી નથી એટલે સર્વથા શરીરનું રક્ષણ કરવું જોઈએ. તેઓ રાજા વગેરેને આ કથાઓ કરતા હતા ત્યારે રોગ બ્રાહ્મણને દેહાદિમમત્વના ત્યાગથી મોક્ષાભિલાષ રૂપ સંવેગ પ્રગટ્યો. યથાર્થ કહ્યું છે કેઆજે સંસાર સંબંધી (પૌદ્ગલિક) સુખ મળે છે તે આવતી કાલે સ્મૃતિ જ બને છે. અર્થાત્ નાશ પામે છે, તેથી પંડિત પુરુષો ઉપસર્ગ-વિનાના મોક્ષ સુખને ઇચ્છે છે. પછી તેણે આપત્તિને માટે ધનનું રક્ષણ કરવું. ધન કરતાં પણ સ્ત્રીઓનું રક્ષણ કરવું, સ્ત્રીઓ કરતાં અને ધન કરતાં પણ આત્માનું રક્ષણ સતત કરવું જોઈએ' આવા પ્રકારના શરીર અને ધનની પીડાના દૃષ્ટાંતથી રાજા વગેરેને પ્રતિબોધ કર્યા. પરંતુ ચિકિત્સાનો સ્વીકાર ન કર્યો. અહીં રોગ બ્રાહ્મણ વડે જે દૃષ્ટાંત અને દાર્દાન્તિક ભાવના કલ્પાએ તેને કહે છે અહીં આત્મા શરીરના સ્થાને છે અને શરીર ધનના સ્થાને છે. જેમ લોકનીતિથી શરીર અને ધન બંનેનો એક સાથે નાશ થતો હોય ત્યારે ધનનો ત્યાગ કરી શરીરનું રક્ષણ કરાય છે. તેમ ધર્મી આત્માઓએ દેહપીડાને ગૌણ કરીને આત્માનું રક્ષણ કરવું જોઇએ, આ ઉત્સર્ગ માર્ગ છે. શાસનની અવ્યસ્થિતિ આદિનું પ્રયોજન હોય અને સહન ન થઈ શકે તેમ હોય તો દેહની કાળજી લેવી ઉચિત છે. નિશીથભાષ્યમાં કહ્યું છે કે
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy