SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૩૭ કરવો જોઈએ. પછી તીક્ષ્ણધારવાળી કુહાડીથી પોતાની બે જંઘાને છેદી નાખી. આ વૃત્તાંતને જાણ્યા પછી પણ રાજાએ તેવી અવસ્થાને અનુભવતા તેની પાસે દંડ વસૂલ કર્યો. (૫૩૩પ૩૫). अथ षष्ठमुदाहरणं गाथापञ्चकेनाहउज्जेणीए रोगो, णामं धिज्जाइओ महासड्ढो । रोगहियासण देविंदपसंसा असदहण देवा ॥५३६॥ काऊण वेज्जरूवं, भणंति तं पण्णवेमो अम्हेत्ति । रयणीए परिभोगो, महुमाईणं चउण्हं तु ॥५२७॥ तस्साणिच्छण कहणा, रन्नो सयणस्स चेव तेसिं तु । लग्गण सत्थकहाहिं, ताणं इयरस्स संवेगो ॥५३८॥ देहत्थपीडाणाया, पडिबोहण मो तु णवरमेतेसिं । आया तु देहतुल्लो, देहो पुण अत्थतुल्लोत्ति ॥५३९॥ देवुवओगे तोसो, नियरूवं रोगहरण नामंति । आरोगो से जायं, वयपरिणामोत्ति दट्ठव्वो ॥५४०॥ હવે છઠું ઉદાહરણ કહેવાય છે રોગ-અરોગ બ્રાહ્મણ શ્રાવકનું દષ્ટાંત ઉજ્જૈની નગરીમાં બાળકાલથી જ ઘણો બિમાર રહેતો હોવાથી રોગ એ નામથી પ્રસિદ્ધ બ્રાહ્મણ રહેતો હતો. તે મહાલોભથી પરાભવ પામેલો હતો. બીજાની પાસે પ્રાર્થના કરવામાં ચતુર હોવાથી ધિક્ એટલે કે નિંદનીય જાતિમાં જન્મ થયો હોવાથી ધિક્કાતિ= બ્રાહ્મણ કહેવાય છે. તે કેવો હતો? અણુવ્રતાદિ શ્રાવકના શુદ્ધ આચારને પાળતો હોવાથી તે મહાશ્રાવક હતો. ભવાંતરમાં ઉપાર્જન કરેલા અસાતવેદનીય કર્મના વિપાકોદયથી નક્કી ન કરી શકાય તેવો રોગ થયો. રોગની ચિકિત્સાની સામગ્રી પ્રાપ્ત થતી હોવા છતાં પણ તેણે રોગને સમભાવે સહન કરવાનું માન્યું. જેમકે-કલેવર શરીરના ખેદની ચિંતા કર્યા વિના સહન કર. કારણ કે તારે સ્વવશતા અતિદુર્લભ છે. હે જીવ ! પરવશપણે ઘણાં કર્મોને સહન કરે છતે પણ તેમાં તારે કોઈ લાભ નથી. કરેલા શુભાશુભ કર્મને અવશ્ય જ ભોગવવાનું છે, નહીં ભોગવેલું કર્મ અબજો કેલ્પ સુધી પણ ક્ષય પામતું નથી. અને આ પ્રમાણે તે રોગને શમભાવથી સહન કરતા, આથી ૧. કલ્પ એટલે બ્રહ્માનો એક દિવસ, અથવા કૃત, ત્રેતા, દ્વાપર અને કલિ એમ ચારયુગની એક ચોકડી એવી ૯૯૪ ચોકડી અથવા ૪,૩૨,૦૦,૦૦,૦૦૦ વર્ષોનો સમય. એવા એક અબજ કલ્પ.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy