SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૩૪ સુગંધના સમૂહથી યુક્ત લીલાના ઘર છે, જેઓ અતિ ભયાનક કામદેવ રૂપી શત્રુના પ્રસર વિનાના છે, જેઓ શુદ્ધ આગમના બોધવાળા છે એવા સાધુઓ અને સાધર્મિકોનો સંગમ છોડશો નહીં. દોષ રૂપ વિષને માટે ઔષધ સમાન ગુરુઓનો મહિમા માણેકરત્ન સમાન છે. રાજપદની પ્રાપ્તિમાં મન એટલું ખુશ ન થાય, રોગના નાશમાં મન એટલું ખુશ ન થાય, સ્વર્ગની પ્રાપ્તિમાં મન એટલું ખુશ ન થાય, ચિંતામણિની પ્રાપ્તિમાં મન એટલું ખુશ ન થાય, કલ્પવૃક્ષની પ્રાપ્તિમાં મન એટલું ખુશ ન થાય જેટલું મન સંસારસાગરથી નિર્વેદ પામેલા, અત્યંત નિર્વાણપદના ઇચ્છુક, અદ્ભુત ગુણવાળા ધર્મગુરુઓને સ્વપ્નમાં દેખીને ખુશ થાય. (૧૫૪) જેણે સંવિગ્ન માર્ગને અનુસારનારા ગુરુકુળમાં રહીને સમ્યગ્ આગમો ભણ્યા નથી, સ્વભાવ વશથી કષાયાદિનો ઉપશમ કર્યો નથી અને જેઓને પૂર્વે પ્રશમ ઉત્પન્ન થયો નથી તેવા મૂઢમનવાળા, દેશનાગુણને અયોગ્ય જીવોને દાવાગ્નિથી બળેલા મહારણ્યની જેમ દૂરથી જ દેશનાનો ત્યાગ કરવો અર્થાત્ તેવા જીવોને દેશના ન આપવી. કારણ કે જગતમાં મિથ્યાગ્રહથી કુમતિ લોકવડે અન્યથા ઉપદેશાતો જિનભાષિત સિદ્ધાંત જેટલું નુકશાન કરે છે તેટલું નુકસાન શસ્ત્ર કરતું નથી, વિષ કરતું નથી, શાકિનીને વશ થયેલો કરતો નથી. ભૂતપ્રેતનો ગ્રહ કરતો નથી, અતિઆકરો દુષ્કાળ કરતો નથી. ભયંકર જ્વાળાવાળો અગ્નિ કરતો નથી. આ ધર્મોપદેશ નિબિડ અજ્ઞાનરૂપી અંધકારના સમૂહને દૂર કરવા માટે ઉત્તમપ્રદીપ છે. આ ધર્મોપદેશ નિબિડ અજ્ઞાનરૂપી મહાવ્યાધિને નાશ કરનાર ઔષધી છે અને આ ધર્મોપદેશ મોક્ષસુખના ભવન ઉપર આરોહણ કરવા સોપાન શ્રેણિ છે. તેથી હે ભવ્યલોકો! આ ધર્મોપદેશને મનમાંથી જરા પણ દૂર ન કરવો. (આ પ્રમાણે કેવલી ભંગવતે દેશના આપી એટલે) વ્યંતરદેવી, દેવદત્તા તથા પંડિતા ધાત્રી અને બીજા ઘણા જીવો બોધ પામ્યા. આ પ્રમાણે કલ્યાણ કરીને તે કેવલીએ વિહાર કર્યો અને તે શેષકર્મોનો નાશ કરીને શિવ, અચલ, અરુજ, અભય મોક્ષ નામના સ્થાનને પામ્યા. આ પ્રમાણે પરિણામ પામ્યો છે વ્રતનો સાર જેઓને, ઉત્પન્ન કરાયેલ છે હાર જેવો ઉજ્જ્વળ યશનો સમૂહ જેઓ વડે એવા ભવ્યજીવો સ્વપરનું કલ્યાણ કરનારા થાય છે. अथ पञ्चमोदाहरणम् – णासेक्के णंददुगं, एगो सड्ढोऽवरो उ मिच्छत्तो । राय तलाग णिहाणगसोवण्णकुसाण पासणया ॥ ५३१ ॥ ૧.૩૦ૢામર=અતિ ભયાનક.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy