SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ ઉપદેશપદ : ભાગ-૨ દાસીઓએ સ્મશાનમાં મૂકી દીધો. સ્મશાનમાં પણ કાઉસ્સગ્ગમાં રહેલા સુદર્શન મુનિને અભયારાણીનો જીવ વ્યતંર દેવી ઉપસર્ગ કરવા લાગી. સમભાવથી ઉપસર્ગોને સહન કરતા સાત દિવસ પસાર કર્યા તેટલામાં આઠમા દિવસે સૂર્યોદય વખતે લોકાલોકને પ્રકાશ કરનાર કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. સત્યારિત્રથી આકર્ષાયેલા ચારે પ્રકારના` દેવો ત્યાં આવ્યા અને અતિ શ્વેત વિશાળ પાંદડીવાળા સુવર્ણ કમળાસનની રચના કરી. તેના ઉપર કેવળી બેઠા અને દેવોએ કેવળજ્ઞાનનો મહિમા કર્યો. પછી સંસારસમુદ્રમાંથી ઉદ્ધારનારો ઉત્તમ વહાણ સમાન ધર્મ કહ્યો. જેમકે– કોઇક પુણ્યોદયથી આ ઉત્તમ મનુષ્યભવ મેળવીને તેમાં પણ વિશેષ પુણ્યથી જિનેશ્વરનો ધર્મ પ્રાપ્ત થાય છે. તેને પણ તમે મેળવીને હિમ અને ચંદ્ર જેવા નિર્મળ મનથી જગતમાં દેવપૂજા કરવી જોઇએ. મોટા આદરથી પૂજાપૂર્વક જિનેશ્વરનું સન્માન કરવું જોઈએ. પ્રતિક્ષણ પાપસ્થાનકોનું પચ્ચક્ખાણ કરવું જોઇએ. સ્વર્ગ તથા મોક્ષને પ્રાપ્ત કરાવી આપનારા તથા કામ-ક્રોધરૂપી દાવાનળને શાંત કરવા મેઘધારા સમાન સ્વાધ્યાય કરવો જોઇએ. પૂર્ણ નિયમો સ્વીકારીને અર્થાત્ સર્વવિરતિ સ્વીકારીને હંમેશા જિનેશ્વરોએ બતાવેલ વિધિથી ઉદ્યમ કરવો જોઇએ. દીનાદિદાનમાં પણ ન્યાયાશ્રયપૂર્વકની રતિધારણ કરવી જોઇએ. અને હિમસમૂહ જેવા ઉજ્વલ યશસંગ્રહની લોલતા રાખવી જોઈએ. વિશાળ દાક્ષિણ્ય બુદ્ધિ રાખવી જોઈએ. અને હંમેશા મૃત્યુનો ઝડપી પ્રવાહ ત્રાસ પમાડી રહ્યો છે તેને રોકવામાં જે સહાયક શ્રુતધર્મ રૂપ માર્ગ છે તેનું સુનિપુણ નિરૂપણ કરવું જોઈએ. અંતકાળે ઉચિત ક્રિયા કરવી જોઈએ. સાધર્મિકનું પરમ વાત્સલ્ય કરવું જોઈએ. જીવોની દૃઢરક્ષા કરવી જોઈએ. દુર્ગતિપુરીના માર્ગસ્વરૂપ ચંચળ વિષયોમાં વૈરાગ્ય ધારણ કરવો જોઈએ. અને અહીં જિનેશ્વરના શાસનમાં સુપવિત્ર સંપત્તિને આપનારા બીજા બ્રહ્મચર્યાદિ કર્તવ્યો બતાવાયા છે તે સદા સેવવા જોઇએ. કલ્પિત ફળ આપનાર કલ્પવૃક્ષ, ચિંતિત ફળ આપનાર ચિંતામણિ, મનોકામના પૂરી કરનાર કામધેનુ, કિંમતી નિધાન, દિવ્ય ઔષધીઓ પણ પૂર્વે (અનંતીવાર) મેળવી છે. પરંતુ સજ્ઞાનના સાગર, શુદ્ધ આચરણવાળા, અમૃત જેવી શુદ્ધ દેશના આપનારા, સદા આક્રોશ અને રોષ વિનાના ધર્મગુરુઓ સુખપૂર્વક પ્રાપ્ત થતા નથી. જેઓ શીલથી ગોશીર્ષ ચંદન સમાન ૧. ચારે પ્રકારના દેવો=ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ અને વૈમાનિક. ૨. નાયન પરાયળત્તરરૂં । નાય એટલે નીતિ. નહ એટલે 7મ આશ્રય. પારયળત્તળ પરાયણતા, ઉત્સુકતા. અર્થાત્ ન્યાયપૂર્વક ઉપાર્જન કરેલા ધનથી સ્વપરનું કલ્યાણ થાય તેવી દીનાદિને દાન આપવાની પ્રવૃત્તિમાં રતિ રાખવી જોઇએ.
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy