SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપદ : ભાગ-૨ ૧૨૭ અને પેટમાં ખીલાથી વિંધાયો. જે નવકારના સ્મરણથી આ લોકમાં આરોગ્ય, ઇચ્છિત પદાર્થોની પ્રાપ્તિ, અર્થકામની સિદ્ધિ અને પરલોકમાં સ્વર્ગ અને સુકુલમાં ઉત્પત્તિ આવા પ્રકારના ગુણો વિસ્તરે છે જેનાથી એવા તે પંચનમસ્કારનું ભાવથી સ્મરણ કરતો મરણ પામ્યો. જેમાં સમુદ્રની છીપલીમાં મોતી ઉત્પન્ન થાય તેમ તે તે જ શ્રેષ્ઠિની પત્નીની કુક્ષિમાં અતિ અભૂત સ્વરૂપ પુત્રરૂપે ઉત્પન્ન થયો. ગર્ભના પ્રભાવથી તેનું શરીર નિર્મળ થયું, મુખ કમળ જેવું સફેદ થયું અને જે ગતિ સ્વભાવથી જ મંદ હતી તે ગર્ભના ભારથી વધારે મંદ થઈ. તેનું નીલમુખ ચંદ્રમંડળને વિડંબના કરે તેવું અતિ શ્વેતકાંતિવાળું થયું. ભમરાઓ વડે ભોગવાતો છે શુભ દેશ જેનો એવું શોભાયમાન કમળ યુગલ વિશેષ શોભાને પામે તેમ ગર્ભના પ્રભાવથી તેનું સ્તનયુગલ વિશેષ શોભાને પામ્યું. સખીઓની જેમ બે જંઘાઓ અતીવ રૂપવાળી થઈ. મિત્રની જેમ આળસ તેનો પડખો છોડતી નથી, ઉદરની સાથે લજજા વૃદ્ધિ પામી. ઉદ્યમ નષ્ટ થયો. ઉદરરેખા(કરચલીઓ)ની સાથે નયન યુગલ સફેદ થયું. અતિપ્રૌઢ પુણ્યવાળા ગર્ભના પ્રભાવથી તે કમળમુખીને ત્રીજા માસે આવા પ્રકારનો દોહલો થયો. જેમકે–જિનમંદિરમાં પૂજા રચાય, જીવોને વિષે દયા પળાય. સર્વ પણ લોક સુખી થાય તેવી મતિ થઈ. દોહલો પૂર્ણ નહીં થવાથી તે ગ્લાનમુખવાળી નિસ્તેજકાંતિવાળા શરીરવાળી, દૂધ જેવા સફેદ ગાલવાળી તથા પહોળી આંખવાળી જલદીથી થઈ. શ્રેષ્ઠિએ આગ્રહપૂર્વક પૂછ્યું ત્યારે કહ્યું કે મને આવા પ્રકારનો મનોરથ થયો છે તે મનોરથ નહીં પૂરાવાથી આવી અવસ્થા થઈ છે. મોટા વિભવનો વ્યય કરીને તથા કૃપણતાનો સદંતર ત્યાગ કરી ખુશ થયેલા શ્રેષ્ઠીએ સર્વ દોહલાને પરિપૂર્ણ કર્યો. વિશાળ સુખ શઠાથી અને ભોજનોથી તે મહાસમાધિસારવાળા ગર્ભને વહન કરે છે. સાધિક નવમાસ પરિપૂર્ણ થયે છતે શુભયોગ-લગ્નસમયે પવિત્ર તિથિએ શુક્લપક્ષમાં ઉત્તમ નક્ષત્રમાં, ગ્રહો ઉચ્ચસ્થાનમાં આવ્યું છતે, દિશામંડળ નિર્મળ થયે છતે પૂર્વદિશા સૂર્યમંડળને જન્મ આપે તેમ પુત્રને જન્મ આપ્યો. વાજિંત્રના અવાજથી સંપૂર્ણદિશા મંડળ પૂરી દેનારું, સકલ નગરના લોકના ચક્ષને મનોહર, લોકોને અપાયું છે બહુમાન જેમાં એવું વર્યાપનક કરાયું. બારમો દિવસ આવ્યો ત્યારે શુચિસમયના કાર્યો પૂર્ણ થયે છતે, બંધુ વર્ગનું સન્માન કરીને પિતૃવર્ગ આ પ્રમાણે નામ પાડે છે- આ પુત્ર ગર્ભમાં હતો ત્યારે માતાને દર્શન શુદ્ધિ થઇ તેથી પવિત્ર ગુણવાળા પુત્રનું નામ સુદર્શન થાઓ, નીરોગી, નિઃશોક, વિયોગ વિનાનો તે બાળક શુક્લપક્ષમાં ચંદ્રમંડલની કળા વધે તેમ વધવા લાગ્યો. યોગ્ય સમયે સર્વકળાઓ ભણાવી અને તારુણ્યને પામ્યો ત્યારે ગુણજ્ઞ લોકને સંતોષ પમાડતો મનોજ્ઞ થયો. તેને દાનનું પરમ વ્યસન હતું. મુનિઓને નમતો હતો. સુગુરુને વિશે વિનયવાળો હતો. શીલમાં રતિ હતી. સ્વપ્નમાં પણ અકાર્યમાં રતિ ન હતી. માતા-પિતાએ તેને સુકુલમાં ઉત્પન્ન થયેલી,
SR No.022108
Book TitleUpdeshpad Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages538
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy